________________
સમ્યગદર્શનને મહિમા : ૪૬૯
સ્વરૂપ નિષ્ઠાના અભાવમાં કે મિથ્યાત્વના સદભાવમાં કાષાયિક અસંખ્ય વિકાર અને વિક માણસને ઉત્પીડિત કરી રહ્યા છે. વિકલ્પ અને વિકારોની કોઈ સીમા નથી, કે ઈ મર્યાદા નથી. એક અંતમુહૂર્તમાં જ અસંખ્ય પ્રકારના પરિણામને ઉત્પાદ–વ્યય થયા કરે છે. આત્મા તે પરિણિતિઓમાંથી સતત પસાર થયા કરે છે અને તેનાં પરિણામે સદા આકુળવ્યાકુળ રહ્યા કરે છે. પરંતુ આ આકુળતા અને વ્યાકુળતા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી આત્મ- ત પ્રગટી નથી, જ્યાં સુધી સમ્યગ્દર્શન ગુણની અભિવ્યક્તિથી આત્મસ્વરૂપના દર્શન થયા નથી.
સ્વરૂપની સમજણથી શૂન્ય આત્મા પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થતાં ગભરાઈ જાય છે અને અનુકૂળતાએ આવી મળતાં હર્ષોન્મત્ત બની જાય છે. પરંતુ સમભાવ કે પરિસ્થિતિઓ તરફ ઉદાસીન વૃત્તિ દાખવી શકતું નથી. સમ્યગ્દષ્ટિ આત્મા સદા શાંત, પ્રશાંત અને સમભાવવાળે હોય છે.
ભગવાન મહાવીરના સાધનાકાળમાં સંગમ નામના દેવે તેમને કેટલાં કષ્ટો આપ્યાં, તેમનાં ઘેયને ડગાવવા કેટલા નિહુર પ્રયાસ કર્યા ! સ્વર્ગનાં આકાશમાં અવતરી તે ધરણતલ ઉપર આ અને ભયંકર ઉપસર્ગો અને પરિષહોની પરંપરાઓ ઊભી કરી. તે કર્મો અને ઉત્પીડનની દર્દભરી કહાની વાંચતાં કે સાંભળતાં પણ આપણું હૃદય થીજી જાય છે, ત્યારે જે વ્યકિત ઉપર આવા ઉપસર્ગો અને પરિષહેને પહાડ તૂટી પડતે હશે તેની સ્થિતિ કેવી દુઃખદ અને અસહ્ય બની જતી હશે, તેની કલ્પના કરે ! સંગમે સજેલા એ પરિષહપસર્ગોની યાતનાભરી કથા બે પાંચ કલાક કે બે પાંચ દિવસની જ નહોતી, એ ભયંકર, હૃદયદ્રાવક કષ્ટની પરંપરા લાગતાગટ છ મહિના સુધી ચાલતી રહી ! સંગમ દેવ પિતાનું કામ અવિશ્રાંતિ કરતે રહ્યો, પરંતુ ભગવાન મહાવીરના અંતરાત્મામાં તે કષ્ટો અને પરિષહાની એક આછી રેખા પણ ખેંચાણી નહિ ! હિમાલયની માફક તેઓ અડેલ અને અકંપ રહ્યા, આત્માવગાહનના વિવેકમાં સાગરની માફક ગંભીર અને અક્ષુબ્ધ રહ્યા અને સંગમની કારી ફાવી નહિ. સંગમ આવ્યું હતું તે ભગવાનને ડગાવવા, દયાનમાંથી ચલાયમાન કરવા; પરંતુ અંતે પિતે જ ડગી ગયે, શિથિલ થઈ ગયે. ભગવાનની જે આલેકમય જીવન જ્યોતિને બુઝાવવા માંગતે હવે તે ઊલટી વધારે દિવ્ય, તેજસ્વી, તિર્મય સિદ્ધ થઈ! ભગવાનની ભવ્યતા વધારે ચમકવા અને દમકવા લાગી. અગ્નિમાં તપાએલા સેનાની માફક તેમના એજસભર્યા વ્યકિતત્વમાંથી અનેરી ઉજજવલતા પ્રગટી ઊઠી. અસાધારણ ભૌતિક વૈભવ અને શકિતને સ્વામી સંગમદેવ, એક અધ્યાત્મસાધનાના સાધક ભિક્ષુકને હાથે પરાજિત થઈ ગયે ! ભગવાન મહાવીરને હતપ્રભ કરવા માંગતા સંગમને તેજોવધ થયો. આ ભૌતિક શકિત ઉપર આધ્યાત્મિક શકિતને વિજય હતું. આ વિજયની પાર્શ્વભૂમિકામાં સમ્યગ્દર્શનની કે સમત્વયેગની સાધનાની અસાધારણ શકિત જ કામ કરી રહી હતી.
સમતાના સમુદ્રમાં અવગાહન કરનારાઓને સંગમ જેવા એક દેવ તે શું, દેવકના સમગ્ર દે આવીને ઊતરે અને પિતાની બધી શકિતઓને એક સાથે અને એક સામટી તેમના પર