________________
૪૭૦ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર
અજમાવે, તે પણ એક અંશમાત્ર તેમને તેમના અધ્યાત્મના રાજમાર્ગમાંથી વિચલિત કરી શકે નહિ. આસુરી બળ તેમની સંતુલન શક્તિને આંચકે પણ આપી શકે નહિ. ખરી રીતે તે આસુરી શક્તિ જ અધ્યાત્મબળ સામે નિષ્ફળ અને તેજેહીન બની જતી હોય છે.
જેણે સમતાની સાધના કરી નથી તેવી વ્યકિતને સાનુકૂળ કે પ્રતિકૂળ કેઈપણ સંયોગ પ્રારબ્ધના બળે પ્રાપ્ત થયા હોય પણ તે તેની વિષમતામાં વધારે કરનાર જ બની જાય છે. ખરી રીતે તે અનુકૂળતાઓ કરતાં પ્રતિકૂળતાઓ વધારે ઉપકારક હોય છે. અનુકૂળતામાં ફસાયેલાને માટે આત્મામાં જાગૃતિ આણવી જરા મુશ્કેલ પણ છે. પરંતુ પ્રતિકૂળતા તે પ્રકૃતિના આશીર્વાદ સમી હોય છે. તે સદા જાગૃતિને ટકાવી રાખતી હોય છે. એટલે વિષમ સંગે એક ગુરુની ગરજ સારે છે. સ્વયંમાં ઊંડા ઊતરવાની અને આત્મનિરીક્ષણ કરવાની એક તક આપે છે. સામાન્ય રીતે માણસ અનુકૂળતા આપનાર તરફ રાગના સ્નિગ્ધભાવથી બંધાઈ જાય છે તે પ્રતિકૂળતા ઊભી કરનાર તરફ સૂગ અને ઘણાના ભાવોથી ભરાઈ જાય છે. જાણે પહેલાએ કંઇક આપેલ હોય અને બીજાએ કંઇક છીનવી લીધેલ હેય ! આ રીતે તે દ્વતનાં વમળમાં અટવાઈ જાય છે. તેમાંથી હેમખેમ બહાર નીકળવું તેને માટે મુશ્કેલ બની જાય છે. તેની શકિત બે ભાગમાં વિભાજિત થઈ જાય છે. તે પ્રેમ અને ઘણાના વાવાઝોડામાં ફસાઈ પડે છે. તે ભૂલી જાય છે કે જેને તે પ્રેમ આપી રહ્યો છે તે પણ એક બંધન છે, તે પણ એક જગત છે. અને જેના તરફ તે ઘણા અને દ્વેષ કેળવી રહ્યો છે તે પણ એક જાતને વૈભાવિક બંધનના શિકાર થવાનું જગત જ છે. કારણ, રાગ પણ સુખનું સાધન નથી અને દ્વેષ પણ સુખનું સાધન નથી. અંતે તે આ બન્ને દુઃખનાં જ મૂળ છે.
આમ છતાં આત્મસ્વરૂપને ન સમજનાર અજ્ઞાન આત્મા મૂળ ઉપાદાન તરફ દષ્ટિ ફેંકવાને બદલે નિમિત્તને જોરથી પકડવા પ્રયત્ન કરે છે. મિથ્યા દષ્ટિની દષ્ટિ સિંહમૂલક નથી હોતી. તેની દૃષ્ટિ કૂતરા જેવી છે, જે મારનારને પકડવા કરતાં, મારવાનાં સાધન એટલે કે લાકડીને પકડવા પ્રયત્ન કરે છે. સિંહ તે ગળી જે દિશામાંથી આવી હોય તે તરફ છલાંગ ભરે છે જ્યારે કૂતરું મૂળ વ્યક્તિ તરફ ઉદાસીને થઈ, લાકડીના નિમિત્તને જ પકડવા પ્રયત્ન કરે છે. સમ્યગ્દષ્ટિની વૃત્તિ સિંહમૂલક હોય છે. તે ઉપાદાનને પકડવાનો પ્રયત્ન કરે છે અને નિમિત્ત તરફ ઉદાસીન રહે છે. મિથ્યાષ્ટિનું જગત સમ્યગ્દષ્ટિ કરતાં ઊલટું હોય છે. તે નિમિત્ત તરફ આકર્ષાય છે અને ઉપાદાન તરફ ઉદાસીન રહે છે.
સમ્યગ્દર્શનની આત્મ-તિ પ્રાપ્ત થઈ ગયા પછી સાધારણ માણસોને વિચલિત કરનારાં અસાધારણ ભૌતિક સુખના સાધને તેના અંતરાત્મામાં હર્ષના ભાવે જન્માવી શકતા નથી અને નરકનાં ભયંકર દુઃખો પણ તેના માનસને વિક્ષુબ્ધ બનાવી શકતા નથી. રાજા શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવનાં શાસ્ત્રીય દષ્ટાંત આપણી સામે છે. પિતાનાં કરેલાં કર્મોના કારણે તે બન્ને કમશઃ પહેલી અને ત્રીજી નરકમાં ગયા. પરંતુ સમભાવમૂલક આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત