________________
સમ્યગ્દર્શનને મહિમા : ૪૬૭
કષાયરૂપ અગ્નિથી જગત સળગી રહ્યું છે. તેમાં સૌ ઘી હોમવાનું જ કાર્ય કરે છે. વાસના, વિક, તણું અને ઈચ્છાઓના જગતનું નિર્માણ કરી આધ્યાત્મિક જગતને ભસ્મીભૂત બનાવી નાખે છે. સમજુ ગણતા માણસો પણ આ જગત માયા છે, મિથ્યા છે, મેહમાયામાં ફસાએલા જ નરકનિગોદનાં દુઃખોને મેળવે છે–આવી આવી બ્રહ્મજ્ઞાનની વાત કરવામાં અવશ્ય શૂરા છે. પરંતુ બ્રહ્મજ્ઞાનને જીવનમાં ઉતારવા ટાણે સદા પાંગળા અને દયાજનક રાંકા દષ્ટિગોચર થાય છે. આ બ્રહ્માજ્ઞાનની વાતો પણ ભેળા ભાવુકોને ભરમાવવા અને પોતાની ધાર્મિકતા તેમની વચ્ચે સ્થાપિત કરવા માટે હોય છે. આ ધાર્મિકતાની આડમાં પોતાની સ્થાપિત સ્વાર્થ વૃત્તિઓને પરિપુષ્ટ બનાવવાનો જ હેતુ હોય છે. એટલે કહેવાતી આ ધાર્મિક વૃત્તિ તેમના દંભ અને અહંકારને જ સઘન અને પ્રગાઢ બનાવતી જાય છે. મેં આ સત્ય ઓળખવા પ્રયત્ન કર્યો છે. આ અગ્નિમાંથી હું પસાર થયો છું. એમાંથી જન્મતી વેદનાઓને મેં સાક્ષાત્ અનુભવ કર્યો એટલે મેં આ અગ્નિને ઠારી નાખી છે. અન્યથા મારી સ્થિતિ પણ બીજા સંસારી જીવો જેવી થાત. ત્યારે કેશી શ્રમણે પ્રશ્ન કર્યો પ્રત્યે ! તમે જવાબ તે બરાબર આપી રહ્યા છે. પરંતુ મેં–
अग्गी य इह के वुत्ता ? केसी गोयममब्बवी ।।
केसिमेव बुवंत तु गोयमा इणमब्बवी ॥ ५२ અગ્નિ શખથી કેને નિર્દોષ કર્યો છે? તે સંબંધે આપની શી સમજણ છે? એ રીતે કેશી શ્રમણ તરફથી પિતાના પ્રશ્નને પુનઃ નિર્દેશ થતા ગૌતમસ્વામી શું જવાબ આપે છે તેના ભાવે અવસરે.
સમ્યગ્દર્શનને મહિમા આત્માના અસ્તિત્વ ગુણને લઈ આપણે સૈકાલિક ઉપસ્થિતિ પરિનિર્ણત છે તેમાં શંકાને સ્થાન નથી. આ જ ગુણના આધારે કહી શકાય કે, આપણે આત્મા અનાદિકાળથી ભવ ભ્રમણમાં અટવાએલો છે. આત્મા આમ તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. પરંતુ આત્મા જ્યારે પિતાના આ સાહજિક સ્વભાવને જ્યારે ભૂલી જાય છે ત્યારે વિભાવમાં ચાલ્યા જાય છે અને આ વિભાવદશા જ આપણા સૌના ભવ-ભ્રમણનું મૂળ છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની પરિપૂર્ણતા તે જ મેથ અને તે જ મોક્ષના સાધન પણ છે. આમ તે ત્રણે ગુણોની પરાકાષ્ઠા એ જ ચેતનાને વિકાસની પરિસીમાં છેછતાં સમ્યગ્દર્શન એક એ આધ્યાત્મિક ખજાને છે કે જેની પાસે જગતની તમામ સંપત્તિ લો તે પણ તે કઈ હિસાબમાં નથી. ભૌતિક વૈભવ અને સમૃદ્ધિમાં પરિવર્તનશીલ છે. તે કદી એક સ્વરૂપે ટકી રહેનારી નથી. ચિત્તને આકર્ષે એવા ઈન્દ્રધનુષના રંગેની માફક, મનને ગમતા આ