________________
૪૬૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર તીર્થના આંતરિક સ્વરૂપથી અજ્ઞાત જ હોય છે. તીર્થના સ્વરૂપની ધારણાની બાબતમાં તે તીર્થયાત્રા કરનારા અને તેને વિરોધ કરનારા અને એક જ ભૂમિકાએ ઊભા છે.
આજે હું જે તીર્થની વાત કરી રહ્યો છું, તેના આંતરિક સ્વરૂપની વાત તે પછી આવવાની જ છે. અત્યારે તે હું તેના સ્થલ દેહને જ તીર્થ માની વાત કરીશ. આપણે ત્યાં સમેત શિખર તીર્થને આપણા દેરાવાસી તેમજ દિગંબર ભાઈઓને મન ભારે મહિમા છે. આપણે ભલે તીર્થ સ્વરૂપે તેને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત નથી કરતા, આમ છતાં વીસ તીર્થકરોના નિર્વાણની તે પવિત્ર ભૂમિ છે, તે સત્યને સ્વીકાર તે આપણે કરીએ જ છીએ. ચોવીસ તીર્થંકરમાંથી માત્ર ચાર તીર્થકરને બાદ કરતાં, બાકીના વીસ તીર્થંકરની તે સમાધિભૂમિ છે. વીસ તીર્થકરેએ
ત્યાં પિતાના શરીરનું વિસર્જન કર્યું હતું તે વાત આપણે સૌ જાણીએ છીએ. ઋષભદેવ પ્રભુ કૈલાસ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. વાસુપૂજ્ય ભગવાનની સમાધિભૂમિ ચંપાનગરી હતી. પાર્શ્વનાથ પ્રભુનું મુકિતધામ ગિરનાર પર્વત હતા અને મહાવીરના નિર્વાણની ભૂમિ પાવાપુરી હતી એ વાત જાણીતી જ છે. આ સિવાયના બાકીના તીર્થકરે એક જ પર્વત ઉપર પિતાનાં શરીરનું વિસર્જન કરે, એ કોઈ સામાન્ય કે અનાયોજીત વાત નથી. હું ન ભૂલત હેઉં તે દિગંબરની તે આ સંબંધે આવી દઢતમ માન્યતા છે કે લગભગ બધા તીર્થકરો, બધા કાળમાં, પ્રાયઃ સમેત શિખર ઉપર જ નિર્વાણ પામે છે. તેમની સમેત શિખર વિષેની ભક્તિની પ્રબળતા એટલી નકકર છે કે, તેઓ હંમેશાં ભારપૂર્વક કહેતા આવ્યા છે કે, જેણે નરકના આયુષ્યના દળિયા બાંધી લીધા હોય તે સમેત શિખરની યાત્રા કરી શકતા નથી. આ બધી માન્યતાઓ ભલે તેમની ભકિત અને નિષ્ઠાની અનન્યતાને સૂચવનારી હોય, કે સત્યને પ્રતિફલન કરનારી હોય, તે વાતને બાજુએ રાખી વિચારીએ તે પણ પ્રાચીનકાળથી જ તીર્થોના સંબંધની ભાવનાઓ ચાલી આવે છે.
હું તીર્થોની વાત કરી રહ્યો છું માટે તીર્થોના સંબંધમાં ચાલી આવતી પરંપરામાં મારી પણ શ્રદ્ધા કે નિષ્ઠા છે એમ રખે માનતા ! તીર્થોને, તીર્થસ્વરૂપે માનનારા કે ન માનનારાઓની સમક્ષ હું તે તીર્થનાં રહસ્યને યત્કિંચિત પ્રગટ કરવા ઈચ્છું છું. હું કંઈ પણ કહું તે પહેલાં એ વાત સ્પષ્ટ કરી દેવા માંગું છું કે, તીર્થ માટે દેડધામ કરનારા ભાવુક યાત્રીઓના જેવી તીર્થ વિષેની મારી દ્રષ્ટિ નથી અને તીર્થનું આમૂલ મંડન કરવાની આત્યંતિક વૃત્તિ ધરાવનારાઓ જેવી મારામાં એકાંત રક્ષવૃત્તિ પણ નથી. હું દરેકમાં તાત્ત્વિક સૌંદર્ય જેવાની, જાણવાની, વિચારવાની અને તેના આંતરિક રહસ્યને સ્પર્શવાની ભાવના રાખું છું. તેમાંથી આધ્યાત્મિક રહસ્યને પ્રગટ કરતા જે જે વિચારે, જે જે અનુભવે, જે જે સત્ય, મને સાંપડે તેને સ્વીકારી લેવા મારા દિલ અને દિમાગ અવશ્ય ઉઘાડા રાખું છું. એટલું જ નહિ, જે સમાજમાં હું જ છું, જેની છત્રછાયામાં હું વિચારી રહ્યો છું, જે અનુશાસનને મેં સ્વીકાર્યું છે તે તરફની સંપૂર્ણ આદર ભાવપૂર્વકની નિષ્ઠા સાથે આ વાત રજુ કરી રહ્યો છું કે જેથી