________________
તી અને તીર્થંકર : ૪૬૧
ન થયેા હાય, તેમ દરેક જીવ સમજીને પણ તે ભઠ્ઠીમાં પડ્યા જ કરે છે. આ કષાયથી પરવશ અનેલા આત્માને અનેક પ્રકારની ગ્રંથિએ ઊભી થઈ જવા પામે છે અને જીવન જ્યારે ગ્રંથિઓથી પરિપૂર્ણ હોય ત્યારે સુખ, શાંતિ કે સમાધિનાં દર્શન થતાં નથી. એટલે તેા ભગવાન મહાવીરને અને તેમના અનુયાયીઓને નિગ્રંથ એવા નામની સંજ્ઞા આપવામાં આવી છે.
જાગતિક પદાર્થોં તરફનું આકષણ, પદ્યાર્થીમાંથી સુખ મેળવવાની અભીપ્સા, અજ્ઞાનમાંથી જન્મેલી આસિત છે. કાષાયિક પરિણામાની ઉત્કટતાનુ પરિણામ છે. જીવ જ્યારે અજ્ઞાન દ્વેષથી ગ્રસ્ત બની આવાં આકષ ણા અને પ્રત્યેાભનેાના વમળમાં ફસાઈ જાય છે ત્યારે તેને તેમાંથી હેમખેમ બહાર નીકળવું બહુ મુશ્કેલ થાય છે. કષાયરૂપ અગ્નિ તેને ખાખ કરી નાખે છે. તે અગ્નિમાંથી હેમખેમ કેમ નીકળી શકાય અને તે અગ્નિને ઠારી શકાય કે જેથી કાષાયિક ઉત્તાપના ભાગ ન થવું પડે તે હકીકત આવતી કાલે કહેવાશે.
તી
અને તીથ કર
હિન્દુ ધર્મોમાં ત્રિવેણી સંગમના ભારે મહિમા છે. જ્યાં બે કે ત્રણ નદીઓ ભેગી થાય તે સ્થાન સંગમ ખની જાય છે. જાણે આત્મા અને પરમાત્માને સંચાગ થયા હોય તેમ તે સ્થાન તીથ તરીકે ઓળખવા લાગે છે. તીની મહત્તા સૌનાં હૃદયમાં પડેલી જ હોય છે. તીથ એ પ્રાચીન સભ્યતાનું શોધી કાઢવામાં આવેલુ ઘણુ સઘન, સાંકેતિક અને અદ્ભુત પ્રતીક છે. પરંતુ આજની સભ્યતા પાસે તેના આત્યંતિક અને વિશુદ્ધ સ્વરૂપને સમજી શકવાનાં બધાં રૂપો અને બધી વ્યવસ્થાઓ ખાવાઈ ગયાં છે. એક મરી પરવારેલી વ્યવસ્થાને જાણે આપણે વહન કરી રહ્યાં છીએ ! આપણે આ તીર્થોના આંતરિક સૌને સમજી શકતા નથી. તીર્થોના નિર્માણ પાછળની શી હૃષ્ટિ છે? તેના ઉપયોગ શે! છે? આ તીર્થા કેણે બનાવ્યા? બનાવવાના પ્રયાજના શાં હતાં ?–આ બધું સમજવા અને વિચારવાની દૃષ્ટિ પણ આપણે ખેાઈ બેઠા છીએ. આ વાત નિશ્ચિત સત્ય છે કે આપણી સભ્યતાએ તીના પારમાર્થિક અથ ખાઈ નાખ્યા છે. તીર્થાંમાં આપણે જે ઉપર ઉપરથી જોઇએ છીએ અથવા દેખાય છે, તે જ સ`સ્વ નથી. તીર્થોમાં કાંઈક ખીજું પણ છે, જે આપણને કયારેય પણ ઉપરથી દેખાતું નથી.
એક વાત તા ચાક્કસ છે કે, માણસ આજે જે તીર્થયાત્રાને નામે દોડધામ કરે છે, તે બ્ય કરે છે. તે જ રીતે જે લેાકેા તીથૅના પરમાને સમજ્યા વગર તીર્થોના વિરોધ કરે છે, તેમના વિરોધમાં પણ પ્રાયઃ તેવી જ નિકતા રહેલી છે. આમ છતાં તીર્થોના વિરોધ કરનારા વધારે સત્યાન્મુખ હાય, વિચારતા હોય એમ જણાય છે. ખરી રીતે તે વિધ કરનાર પણ