________________
જીવન એક યજ્ઞ : ૪૫૫
પારખાં કરવાં હોય તે તે માટે કુરુક્ષેત્ર છે. માટે હે દ્વારિકાધીશ ! પાંડવોને કહેજે કે દુર્યોધન પ્રાર્થનાથી ટેવાએલ નથી. કુરુક્ષેત્ર જ પૃથ્વીના સાચા અધિપતિનું નિર્ણાયક થશે.”
પરિણામે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. તાત્પર્ય એ છે કે, જ્યારે ભકષાય માણસના વ્યકિતત્વ પર છવાઈ જાય છે ત્યારે મતિવિપર્યાસ આવ્યા વગર રહેતું નથી. કપિલ બ્રાહ્મણની બુદ્ધિમાં પણ ભકષાયે મતિવિશ્વમ ઉત્પન્ન કરવામાં કચાશ નહતી રાખી. “ઝાડ સTI તમાં મતથા”—આ તષ્ણા આકાશની માફક અનંત છે. તે ઈચ્છાના-વાસનાનાં મૂળ જ ઉખાડી નાખ્યાં છે. એટલે તે અંકુરિત કે પલ્લવિત જ થઈ શકવા પામતી નથી.
જે તૃષ્ણાના મૂળને સમજશે તે દુઃખના દરિયામાંથી બચી જશે.
જીવન એક યજ્ઞ ગઈ કાલે ઊર્વગતિના પ્રતીકરૂપ અગ્નિતત્વની વાત આપણે કરી હતી. આજે આ જ વાતની પરિપુષ્ટિમાં બીજી આવશ્યક અને મહત્ત્વપૂર્ણ હકીકતેને ઉલ્લેખ કરીશું. અગ્નિમાં ઘીની આહુતિ આપવાની પદ્ધતિ પણ ભારે રહસ્યપૂર્ણ છે. ઘી અગ્નિમાં બળી જાય છે, તેના અસ્તિત્વને મિટાવી દે છે પણ પિતાનાં જીવનની ધારાને ઊર્ધ્વ દિશા તરફ ગતિમાન કરે છે. જ્વાલાઓમાં પિતાના પ્રાણુનું બલિદાન આપે છે, પણ આકાશ તરફ ત્વરિત ગતિએ દોડવાની અપ્રતિમ શક્તિને વિતરિત કરે છે. તે જલી જાય છે, મટી જાય છે, વિલય પામી જાય છે પણ પિતાના આદર્શની
એક સુવાસ મૂકતું જાય છે. સારા માણસનું લક્ષણ જ એ હોય છે કે ધૂપસળીની જેમ પિતે સળગીને પણ બીજાને સુવાસ આપે છે, પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે, પિતે સહીને પણ બીજાને શાંતિ આપે છે.
જેનું જીવન જ યજ્ઞ થઈ જાય છે એવી વ્યકિત જીવનના ચરમ અનુભવને સ્પર્શી જાય છે. પરંતુ જીવન ચેતનાને ઊર્ધ્વગામી બનાવવા માટેના જે સંકેત છે તે સંકેતેનું સમરણ કરાવનારા આ પ્રતીકે પણ કાલાંતરે કિલષ્ટ થઈ જતાં હોય છે, એમના આંતરિક પ્રજને નષ્ટ થઈ જતાં હોય છે. આત્મા અને પ્રાણે વિદાય લઈ લે છે. માત્ર બાહ્ય જડ ખેખાં જ અવશિષ્ટ રહેવા પામે છે. પ્રતીકને જન્મ હંમેશાં ઉપરને છેડેથી થાય છે અને પ્રતીકેની પકડ હંમેશાં નીચેને છેડેથી હોય છે. પ્રતીકને જન્મ દેનાર તેનું આકાશની બાજુએ નિર્માણ કરે છે અને પ્રતીકને પકડનારા એટલે આપણે સૌ તેમને જમીન તરફથી પકડીએ છીએ. અગ્નિના પ્રતીકને શેષનાર પરમ પુરુષે અગ્નિના પ્રતીકને ચેતનાના ઊર્ધ્વગામી વિકાસ માટેના પ્રતીકરૂપે શેધ કરી; ત્યારે અગ્નિનાં એ પ્રતીકને પકડનારા આપણે સૌ તેને આંતરિક ચેતનાની ઊર્વ દિશામાં ગતિ કરાવનાર તરીકે ઓળખવાને બદલે, માત્ર અગ્નિરૂપે જ જોવા લાગ્યા. પરિણામે જે શુભ પ્રતીક