________________
જીવન એક યજ્ઞ : ૫૭
ફૂલ આપણને આકર્ષક લાગે છે, તેની સુગંધ નાકને મીઠી લાગે છે, તેનું રૂપ આંખને રૂચિકર જણાય છે એટલે આપણે પરમાત્માનાં ચરણોમાં ફૂલ ચઢાવીએ છીએ. પરંતુ જ્ઞાની પુરુષે સુગંધની ઇન્દ્રિયને જ આપી દે છે. આપણને ભેજના પ્રિય અને સ્વાદિષ્ટ લાગે છે, ફળે તરફ આપણને પ્રેમ અને આકર્ષણ હોય છે, એટલે આપણે ભગવાનને છપન ભેગ ધરીએ છીએ. પરંતુ યેગીજન સ્વાદિષ્ટ વસ્તુને નહિ, પરંતુ સ્વાદની ઈન્દ્રિયને જ અગ્નિમાં સમપી દે છે.
આ સમર્પણ જ આંતરિક અને પારમાર્થિક સમર્પણ છે. આ સમર્પણ જ પ્રાણનું સમર્પણ કહેવાય. જેને આપણે આપણું અસ્તિત્વ અથવા અસ્મિતા કહીએ છીએ, તે ઈન્દ્રિયોના સરવાળા સિવાય બીજું કાંઈ જ નથી. જ્યારે આ રીતે આપણી ઇન્દ્રિયોને જ સમપ દઈએ ત્યારે આત્મા સિવાય કાંઈપણ અવશેષ રહેતું નથી.
ઈદ્ધિ વડે જ આપણે સંસારથી જોડાઈએ છીએ. આપણને સંસારથી સંયુકત કરનાર ઈન્દ્રિય જ છે. આંખથી આપણે રૂપ સાથે સંબંધ બંધાય છે અને કાનથી સ્વરે, વનિઓ સાથે. આ રીતે પાંચે ઈન્દ્રિયે વડે આપણે સંસારથી જોડાએલા છીએ. એટલે ઈન્દ્રિયે સંસારનું દ્વાર છે. ઇન્દ્રિયનું પ્રતિક્રમણ જ પરમાત્મભાવને પામવાનું પરમ કારણ છે.
જે પગથિયાં આપણને મકાનથી નીચે લાવે છે તે જ પગથિયાં આપણને મકાનની ઉપર લઈ જાય છે. જે માર્ગથી તમે ઉપાશ્રયે આવે છે તે જ માર્ગથી તમે પાછા ઘર તરફ જાઓ છે. પરંતુ ફરક એટલે જ છે કે, આવતી વખતે તમારું ઉપાશ્રય તરફ મોઢું હતું અને ઘર તરફ વાસે હતું ત્યારે જતી વખતે તમારું ઘર તરફ મેટું અને ઉપાશ્રય તરફ તમારી પીઠ હોય છે. એ જ રીતે પરમાત્મા તરફ ગતિ કરતી વખતે ઇન્દ્રિયે તરફ પીઠ ફેરવવી પડશે અને જે ઈન્દ્રિયાભિમુખ થશે તે પરમાત્માની દિશામાં યાત્રા અશક્ય બની જશે.
જ્ઞાની પુરુષે પિતાની ઈન્દ્રિયોને જ યજ્ઞના અગ્નિમાં હોમી દે છે. આ સમર્પણ જ સમર્પણ છે, આ ત્યાગ જ ત્યાગ છે. બાકી તે માત્ર આત્મપ્રવંચના છે. પિતાને ખઈ નાખવાનું સામર્થ્ય જ સાચું સમર્પણ છે, બાકી બીજા બધા તે પિતાને બચાવી લેવાના ઉપાય માત્ર છે.
અજ્ઞાની પુરુષ પ્રાતઃ ઊઠતાંવેંત નિર્દોષ ફૂલેને ચૂંટી કાઢે છે. તેમના મનથી તે આ પ્રક્રિયા પરમાત્માને ફૂલે અર્પણ કરી, પોતે ધરેલી અમૂલ્ય ભેટરૂપ છે. પરંતુ ઈશ્વરની જ સૃષ્ટિ માનનારા જે લોકે છે, તેમના અભિપ્રાય મુજબ તે આ ફૂલે પણ ઈશ્વરનું જ નિર્માણ છે. એટલે ફૂલને ચૂંટી કાઢવાની પ્રક્રિયા એ ઈશ્વરની સૃષ્ટિમાં દખલગીરી કરવાની અનધિકાર વૃત્તિનું, પિતાની અજ્ઞાનજન્ય સ્વછંદ વૃત્તિનું જ પ્રદર્શન છે. જે ઈશ્વર કર્તુત્વને સ્વીકારતા નથી એવી વ્યકિતઓ ફૂલેને ભલે ઈશ્વરની કૃતિ ન સ્વીકારે, પરંતુ પ્રકૃતિથી પ્રાપ્ત ફૂલેની પણ પિતાની એક સૃષ્ટિ છે તેને સ્વીકાર કર્યા વગર તે ચાલશે જ નહિ. તેમની દૃષ્ટિમાં ફૂલો પણ છ કાયમાંથી વનસ્પતિ કાયના જીવે છે તે સત્યને તેઓ કમિપિ ઈન્કાર કરી શકે નહિ. એટલે પ્રભુના નામે