________________
૪૫૬ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
તરીકેની તેની પ્રતિષ્ઠા હતી તે વિસ્મૃત થઈ ગઈ અને તેને સ્થાને અગ્નિની પૂજા ચાલી. પછી તે અગ્નિ સદા જલતે રહ્યો; ઘઉં, જવ, તલ, ઘી તેમાં માતાં રહ્યાં. પરંતુ ઘી શું, અગ્નિ શું, યજ્ઞ શું?–તેનાં આંતરિક રહસ્ય ભૂલાઈ ગયાં. આ બધાં તો શાનાં પ્રતીક છે? તે આપણને શું સંદેશ આપે છે? આપણી સમક્ષ જીવનનું કયું મહામૂલું સત્ય તે ધરે છે? વગેરે વાત આપણે ભૂલી ગયાં. પરિણામે પ્રતીકેના આત્માને બદલે પ્રતીકેના મરી ગએલાં જડ ખાં જ આપણું હાથમાં રહી જવા પામ્યાં.
આ જડ ખાઓની નિરર્થકતા બતાવવા જ્યારે કોઈ સુજ્ઞ ત્યક્તિ પ્રયત્ન કરે, ત્યારે આપણે તેને સ ન્મુખ, સુવિચારક તરીકે તે અપનાવી શકતા નથી, પરંતુ તેને ધર્મના વિરોધી અને ધર્મના દુશમન તરીકે બિરદાવી તેના તરફ કાદવ ઉછાળવામાં જરાયે બાકી રાખતાં નથી. આ જાતના યજ્ઞ અને આહુતિને વિરોધ કરનાર આપણને પાગલ લાગે છે અને આપણે કહી નાખીએ છીએ કે, ગીતા યજ્ઞનું વિધાન કરે છે, વેદે યજ્ઞને પુષ્ટિ આપે છે, ત્યારે આ મહાપુરુષ શ્રીકૃષ્ણથી પણ ચડી જાય એવા કેણ નીકળ્યા છે કે, જે યજ્ઞને વિરોધ કરે છે? પણ બેલનારને ખબર નથી કે ગીતામાં બતાવેલા યજ્ઞ અને આ તેમના અનુયાયીઓએ પકડી રાખેલા યજ્ઞમાં તે આકાશ અને પાતાળ જેટલો ફેર છે.
પ્રતીકે પકડી રાખવા માટે નથી હોતા. તે તે જીવનને પેલે પાર લઈ જવા માટેના દિવ્ય સંકેત છે. દરેક પ્રતીક પાર થઈ જવા માટેનું સાધન છે. પરંતુ જ્યારે આ સાધને પાર થઈ જવા માટેનાં સાધને મટી વ્યકિતના હાથનાં રમકડાં અથવા પૂજાનાં સાધન બની જાય છે ત્યારે તેનાં પ્રાણે ખોવાઈ જાય છે અને માત્ર તેની લાશ જ હાથમાં રહી જાય છે. યાદ રાખજો, બધા પ્રતીકે ભારે રહસ્યથી અને કીમતી ઇતિહાસેથી ભરેલા છે. પ્રતીકોમાં જે ગંભીર રહસ્ય છુપાએલાં છે તેને બચાવી લેવા જરૂરી છે. પરંતુ તે બચવા પામતા નથી અને જે બચી જાય છે, તે પ્રતીકેના નિર્જીવ શરીર હોય છે.
કેઈ અજ્ઞાની માણસ પરમાત્માને કાંઈ અર્પણ કરવા ઈ છે તે પણ તે શું અર્પણ કરે ? કારણ તે બિચારે પરમાત્માને પણ જાણતું નથી અને પિતાને પણ જાણતું નથી. તે તો પિતે જે વસ્તુઓમાં આસકત હોય છે તેજ વસ્તુઓ તે પરમાત્માને ભેટ ધરે છે. પોતાને જે આકર્ષક રૂચિકર અને પ્રીતિકર જણાય છે તેને જ તે પરમાત્માનાં ચરણોમાં ધરે છે. તેને ફૂલ પ્રીતિકર લાગે છે તે પરમાત્માનાં ચરણોમાં તે ફૂલ ધરી આવે છે. અજ્ઞાની સદા એમ જ વિચારતે હોય છે કે જે મને ગમે છે તે ભગવાનને પણ ગમે છે.
અજ્ઞાનમાં જે પ્રીતિકર લાગે છે તે જ્ઞાનમાં લાગતું નથી હોતું, એટલે જ્ઞાની પુરુષે પરમાત્મારૂપ અગ્નિમાં પિતાની ઇન્દ્રિયની જ આહુતિ અર્પે છે. આપણે જે કાંઈ પરમાત્માના નામે ભેટ ધરીએ છીએ તે ઈન્દ્રિયેના વિષયોમાંથી ભેટ ધરીએ છીએ. આપણી ઇન્દ્રિયને જે ગમે છે તે જ આપણે આપણું પરમાત્માને ભેટ ધરીએ છીએ.