________________
૪૫૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર બળી જશે પરંતુ જીવનની ચેતનાને ક્ષણ પણ કરી નાખશે. જીવનની ચેતનામાં ઘીરૂપ શુભને હોમશો તે તે શુભ જીવનની ચેતનાને ક્ષીણ નહિ કરે પરંતુ જીવનની ધારાને ઉપરની દિશાની યાત્રામાં ગતિમાન કરાવશે, અને અન્તતગત્વા શુભને પણ બાળી નાખશે અને જ્યોતિમાં વધારે કરશે. શુભને પણ જે અંતમાં રાખ ન બનાવે છે તે શુભ પણ બંધન બની ઊભો રહેશે.
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીના જીવન પણ યજ્ઞમય છે. તેમની ચેતના ઊર્ધ્વગામી છે. તેમના વિચારના વિષયે પણ અધ્યાત્મમૂલક છે. તેના અનુસંધાનમાં જ કેશીકુમાર શ્રમણ ગૌતમસ્વામીને ફરી પૂછી બેસે છે કે, આપ જવાબ તે બરાબર આપી રહ્યા છે. પરંતુ લતાથી શું કહેવા માંગે છે ?
लयाय इह का वुत्ता ? केसी गोयममब्बवी । के सिमेव बुवंत तु गोधमा इणमब्बवी ॥ ४७ भव तण्हालया वुत्ता भीमा भीम फलोदया।
समुद्धरितु जहानाय विहरामि महामुणी ॥ ४८ તે લતા કઈ છે? શ્રી કેશીકુમાર શ્રમણે આ રીતે પૂછતાં શ્રી ગૌતમે જવાબ આપેઃ ભવતૃણા જ ભયંકર લતા છે. તેને ભયંકર પરિપાકવાળાં ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી ઉખેડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું.
આ તૃષ્ણાના સંબંધમાં ગઈ કાલના અને પરમ દિવસના પ્રવચનમાં ઘણું કહેવાઈ ગયું છે. છતાં એક વધુ દાખલાથી તષ્ણાનું સ્પષ્ટ અને વિકૃત સ્વરૂપ તમારી સામે મૂકું છું. શ્રીકૃષ્ણને તેમની પારદશી પ્રજ્ઞાશીલતાનાં કારણે અન્ય દાર્શનિક યુગેશ્વરના નામથી ઓળખાવે છે. આવા અપ્રતિમ પ્રજ્ઞાશકિત ધરાવતા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ એકવાર દુર્યોધન પાસે વિષ્ટિ કરવા જાય છે. કૌરવોને ધર્મ અને ન્યાયપૂર્વક સમજાવવા તેઓ પ્રયત્ન કરે છે, પણ તેમાં તેઓ નિષ્ફળ જાય છે. ત્યારે આખરે, તેઓ દુર્યોધનને કહે છે: “પાંડેના ભાગનું રાજ્ય ન આપે તે કાંઈ નહિ, પાંડવે હેમખેમ રહી શકે માટે ફક્ત પાંચ ગામ આપ.” પરંતુ રામ મૂરિ Tigri' એટલે દુર્યોધન શ્રીકૃષ્ણની આ નાનકડી માગણીને પણ સ્વીકાર કરી શકશે નહિ. પાપમૂલક લેભથી ગ્રસિત બુદ્ધિથી દુર્યોધન બોલી ઊઠઃ
बच्चग्रेण सुतीक्ष्णेन भिद्यते या हि भेदिनी ।
तर्घ तु न दास्यामि, बिना युद्धेन केशव ! ॥ હે કેશવ! પાંડ વતી આપ પાંચ ગામની વિનંતિ કરી રહ્યા છે પણ પાંચ ગામ આપવાની વાત તે એક બાજુ રહી, સેયના અગ્ર ભાગ પર રહે તેટલી પૃથ્વી પણ યુદ્ધ કર્યા વગર હું પાંડવોને આપવા તૈયાર નથી. “વર માથા વસુન્ધર” પૃથ્વી તે હંમેશાં શક્તિશાળીઓથી ગવાય છે. શકિતથી મેળવવા લાયક વસ્તુ આજીજીથી કદી મેળવી શકાતી નથી. શકિતના