________________
૪૫૮: શેઘા પાષાણુ, છેલ્યાં દ્વાર ફૂલે તેડવાં એ પાપ જ છે. તેવું કરીને આપણે ફૂલોના પ્રાણને નષ્ટ કરી નાખીએ છીએ. વૃક્ષો ઉપર લાગેલાં ફૂલો પ્રકૃતિની ગૌરવગાથા ગાતાં હોય છે. તેમને તેડી આપણે તેમને મારી નાખીએ છીએ, તેમની હત્યા જ કરી નાખીએ છીએ. જે પરમાત્માને વિરાટ સ્વરૂપને આપણે સ્વીકારતા હોઈએ તે તે ફૂલે તો સ્વયં વિરાટને સમર્પિત છે જ, ફૂલેને તેડીને પરમાત્મા ઉપર ચઢાવવાથી કે તેને છપ્પન ભેગ ધરવાથી આપણને કેઈપણ જાતને લાભ થવાનું નથી. કારણ આખું જગત પરમાત્માની સમક્ષ જ ઊભું છે. તેમનાથી અજાણી, અણજોઈ અને અસ્કૃષ્ટ કઈ જ વસ્તુ નથી.
મૃત્યુ સમયે જે આપણી પાસેથી ઝુંટવાઈ જાય છે તે આપણે યજ્ઞમાં ચઢાવવાનું છે. આપણે જે તે નહિ ચઢાવીએ તે મૃત્યુ સમયે તે તે છીનવાઈ જ જવાનું છે. પરંતુ આપણે તે જે સમર્પવાનું છે તેને સમર્પતા નથી; ઊલટાનું હંમેશાં તેને બચાવી લેવાને પ્રયત્ન કરીએ છીએ અને તેને બદલે ફળફૂલ અને મીઠાઈએ વગેરે ચઢાવી દઇએ છીએ. આપણી જાતને બચાવવા માટે જ આપણે બીજી વસ્તુઓને સમપી દઈએ છીએ. પરંતુ પરમાત્મા કાંઈ બાળક નથી કે જેને રમકડાં પકડાવી દઈ ભેળવી શકાય. આ રમકડાંઓથી કાંઈ પણ થઈ શકે એમ નથી.
આ બાહ્ય સ્થૂલ દેખાતા અગ્નિમાં ઈન્દ્રિયેનું સમર્પણ કઈ રીતે થઈ શકે? બાહ્ય અને સ્થૂલ અગ્નિમાં તે ઈન્દ્રિયના વિષયે જ ચઢાવી શકાય. બહારના અગ્નિમાં ઘી, ફળ, ફૂલ વગેરે ચઢાવી શકાય છે પણ આકાંક્ષા કે અહંકાર કઈ રીતે ચઢાવી શકાય? ગાગ્નિમાં જ ઈન્દ્રિયોને ચઢાવી શકાય છે. હવે આ મેગાગ્નિ શું છે તે પણ સમજવા જેવું છે.
અગ્નિ એટલે શું ? અગ્નિ એટલે બે વસ્તુઓની અંદર છુપાએલું વિદ્યુતનું સંઘર્ષણ. દરેક વસ્તુમાં વિહત છુપાએલી છે. ખરેખર તે દરેક વસ્તુ વિદ્યુતકણેનું સંજીકરણ છે. વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રના વિદ્વાને પણ આજ વાતને સમર્થન આપે છે. કઈ પણ વસ્તુને તેડી તેનું પૃથક્કરણ કરવામાં આવે તે અંતમાં પરમાણુ ઉપર પહોંચ્યા પછી પણ વિદ્યુતકણ જ છેલ્લે અવશિષ્ટ રહેશે. વિજ્ઞાને જે છેલ્લી શેધ કરેલ છે તે મુજબ તે વિઘતકણ છે એમ કહેવું એ પણ ઉચિત નથી. કારણ કણ તે પદાર્થના હોય, વિઘતના તે તરંગો હોય છે. શકિતમાં કણ નથી હતા, તેમાં તરંગે હોય છે. આ વસ્તુને રજુ કરવા માટે ભાષામાં એ કેઈ શબ્દ હતો નહિ. એટલે એક નવા જર્મન શબ્દનું સંશોધન કરવું પડ્યું અને તેને કવાંટાના નામથી ઓળખવામાં આવ્યું. કવાંટાને અર્થ છે, જે કણ પણ છે અને તરંગ પણ છે. તે કણ એ દષ્ટિથી છે કે પદાર્થને પરમ અંતિમ ભાગ છે અને તરંગ એટલા માટે કે પદાર્થને અંતિમ ભાગ કશું નથી પણ તરંગ છે. કણ અને તરંગને એક સાથે વ્યક્ત કરવા માટે કવાંટા શબ્દનું નિર્માણ થયું છે.
આ આખું જગત કવાંટાથી નિર્મિત છે. આ વિઘતકનું ઘર્ષણ કરવામાં આવે તે અગ્નિ ઉત્પન્ન થાય છે. કારણ અગ્નિ વિદ્યુત વચ્ચે થએલા ઘર્ષણનું પરિણામ છે.