________________
ધમચેતનાના પ્રતીક અગ્નિ : ૪૫૧
વિકાસને પંથે ચાલતાં ચાલતાં, થ્રેડો સમય તેને હું છું”નુ સ્મરણ રહે છે; પરંતુ જેવી તે ચેતના વિકાસની સીમાને સ્પશી ગઈ કે, ‘હુ છુ”નું અસ્તિત્વ અદૃશ્ય થઈ જાય છે. પછી તે દરેકમાં પેાતાનુ જ વિશુદ્ધ સ્વરૂપ જોવા લાગે છે. પેાતાપણાની ઝાંખી અલ્પતમ સમય માટે રહે છે. પછી તે તે સ્વરૂપમાં જ ખાવાઇ જાય છે.
ઋષિએએ એટલા માટે જ અગ્નિને યજ્ઞના પ્રતીક બનાવ્યા. અનુભવીએ સદા કહેતા રહ્યા કે-“જ્ઞાનાગ્નિ: સત્ર શર્માણિ મમ્મસાત્ હતેઽર્જુન” જ્ઞાનરૂપી અગ્નિ ક્ષણમાત્રમાં પાપાની ગજીને સળગાવીને ભસ્મિભૂત કરી નાખે છે. “તમસેજ મા ચૈાતિનેમ” ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. વેદોની આ પ્રાર્થના પણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવાની છે, આત્માને જ્યેાતિમય બનાવવા માટેની છે.
એટલે જ પ્રાચીન યુગના ઋષિઓએ ચેતનાના ઊધ્વગમનના સ્વભાવને સંકેત કરવા અગ્નિને પ્રતીક તરીકે સ્વીકાર્યાં. યજ્ઞની જ્ગ્યાતિને ઉપરની દિશામાં ઊધ્વગમન કરતાં અને વધતાં જોઇ, યજ્ઞસ્થળની આસપાસ ફરતા સાધકને નિર'તર એ સ્મરણ રહેતું કે–મારી અંદર પણ આવી જ કાઈ ઝળહળતી યાતિ છે. તેના સ્વભાવ પણ સદા ઊધ્વગમનના જ છે.
અગ્નિમાં જે આહુતિ નાખવામાં આવતી, અગ્નિમાં જે કઇ પદાર્થો હેામવામાં આવતા, તે દરેક પેાતાને સમર્પવાના પ્રતીક હતા. ચેતનાના આ પરમ યજ્ઞમાં પેાતાની જાતને હામી દેવાની વાત હતી. પેાતાના વિશુદ્ધ સ્વરૂપને ચમકાવવાની આમાં વાત હતી. આ બધા પ્રતીકે હતા અને આ પ્રતીકોને સતત સ્મૃતિગોચર રાખવાની વાત અર્થપૂર્ણ પણ હતી. કોઇ એક માણુસ કઈ વસ્તુઓની ખરીદી માટે બજારમાં જાય, પરંતુ ખરીદ કરતી વખતે લાવવાની વસ્તુઓમાં ભૂલ ન થઇ જાય, માટે અમુક વસ્તુની ખાસ સ્મૃતિ રાખવા માટે તે ગાંઠ વાળી લે છે. બજારમાં દસ વીસ વખત જ્યારે જ્યારે તે ગાંઠ ઉપર તેની દ્રષ્ટિ પડે છે ત્યારે ત્યારે તેને સ્મરણ થઇ આવે છે કે, જે વસ્તુ માટે મેં આ ગાંઠ વાળી છે તે વસ્તુ મારે ખરીદવાની હજી બાકી છે. વસ્તુને લાવવાની વાતને ગાંઠની સાથે કોઇ સંબંધ નથી. ગાંઠ વાળ્યા વગર પણ વસ્તુ લાવી શકાય છે, પરંતુ ગાંઠ રસ્મૃતિનું અવલંબન થઇ જાય છે. ગાંઠ મનને ખૂંચતી રહેશે અને સ્મૃતિ કરાવ્યા કરશે કે, અમુક વસ્તુ ખરીદવાની બાકી છે. ગમે તેટલાં કામેામાં ખૂડેલા હાઇશુ' છતાં ગાંડ ઉપર જ્યારે જ્યારે નજર જશે, ત્યારે ત્યારે કાંઈક લાવવાની વાત સ્મૃતિના વિષય થયા વગર રહેશે નહિ. પછી જ્યારે મઝારમાંથી તે ઘેર આવશે ત્યારે વસ્તુને લઇને જ આવશે. ગાંઠ વગર વસ્તુ ભુલાઇ જવાની શકયતા હતી. ગાંઠને કારણે ભૂલી જવું અશકય બન્યુ.
ગાંઠ સ્મૃતિ માટેની નિશાની છે એ વાતને ભૂલી માણસ જો ગાંડની જ પૂજા કરવા લાગી જાય તે ગાંઠ જ તેની આરાધ્ય બની જશે. પરિણામે ગાંઠ સ્મૃતિ કરાવનાર નિમિત્તરૂપે મટી જશે. તેની સ્મૃતિ કરાવવાની મૂળભૂત પ્રક્રિયા તે ખાઈ બેસશે. બધા પ્રતીકે આમ ગાંઠ જેવા જ હાય છે. જેમને