________________
જ્ઞાન પ્રભુતા : ૪૦૩
નથી. આથી પણ કલ્પી શકાય છે કે પ્રકાશના પ્રભાવથી આપણું રૂપદર્શન અવશ્ય વિકૃત થઈ જાય છે. પ્રકાશાદિ વગર જ્યારે રૂપ જાણી શકાતું નથી ત્યારે નેત્રથી રૂપનું નિર્મળ જ્ઞાન હોવું અશકય છે.
આ જ રીતે શ્રવણેન્દ્રિય વડે શબ્દના વાસ્તવિક સ્વરૂપને પ્રતિભાસ થઈ શક્તા નથી. તેના ઉપર પણ નિકટતા, સુંદરતા અને શ્રવણેન્દ્રિયની ગ્રહણશકિતને પ્રભાવ અવશ્ય પડે છે.
જે આત્મા અને અર્થ વિષયના સાક્ષાત્ સંબંધથી જ્ઞાન થાય તે તે એકદમ યથાર્થ કહી શકાય. જે તે જ્ઞાન પ્રતિભાસ એટલે કે ઈન્દ્રિયે વડે, બાહ્ય પરિસ્થિતિથી પ્રભાવિત થઈને આત્મામાં પહોંચશે, તે તે કદી પણ નિર્મળ રહી શકશે નહિ. તેથી ઈન્દ્રિય જ્ઞાનને વાસ્તવિક પ્રત્યક્ષ બતાવવામાં આવેલ નથી. ઈન્દ્રિયોથી થતાં જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે.
(૨) પારમાર્થિક પ્રત્યક્ષ : ઇન્દ્રિયાદિની સહાયતા વગર જે જ્ઞાન કેવળ આત્માથી જ થાય છે તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. આપણા જેવાને પારમાર્થિક પ્રત્યક્ષ ઉપલબ્ધ નથી. એટલે પારમાર્થિક પ્રત્યક્ષનું અનુભૂત ઉદાહરણ આપી શકાય નહિ. હાં, આટલું જ કહી શકાય કે પ્રત્યેક જ્ઞાન સ્વરૂપથી પ્રત્યક્ષ છે. લયસ્રય ટીકામાં કહે છે કે, “જ્ઞાના ઘાથfપર્થવ वैशद्यावेशद्ये देवैः प्रणीते। स्वरूपापेक्षया सकलमपिज्ञान विशदमेव, स्वसंवेदने ज्ञानान्त राव्य યથાનાત્ |
અર્થાત્ જ્ઞાનની વિશદતા અને નિર્મળતા તેમજ અવિશદતા અને અસ્પષ્ટતા બાહ્ય પદાર્થોની અપેક્ષાથી જ છે. સ્વરૂપની અપેક્ષાથી તે દરેક જ્ઞાન પ્રત્યક્ષ જ છે. આને સ્વાનુભવ પારમાર્થિક પ્રત્યક્ષનું ઉદાહરણ કહી શકાય. કારણ પદાર્થોને જાણવા માટે ઇન્દ્રિયાદિકની સહાય લેવી પડે છે. પરંતુ પોતાના જ્ઞાનને જાણવા માટે ઇન્દ્રિયની મદદ લેવી પડતી નથી કે જેથી સ્વાનુભવ વિકૃત કહી શકાય. જ્ઞાનના જે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ છે તે પણ પરપ્રકાશતાની દષ્ટિથી જ કરાય છે. આચાર્ય ઉમાસ્વાતિએ પણ- ક્ષમ-પ્રત્યક્ષ મચત-સૂત્રો વડે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ સંજ્ઞા આપી છે અને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યા છે. આ વિભાગે પરપ્રકાશતાની અપેક્ષાથી કરવામાં આવ્યા છે.
પારમાર્થિક પ્રત્યક્ષના ભેદ: પારમાર્થિક પ્રત્યક્ષના આપણે ત્યાં ત્રણ ભેદ માનવામાં આવ્યા છે. અને તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનના નામથી ઓળખાય છે.
અવધિજ્ઞાનઃ “વિષચકાતીરામાતમ મન્ના જ્ઞાનમાવિજ્ઞાન મ” અર્થાત્ ઇન્દ્રિયની સહાયતા વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને અપષ્ટ જાણનારૂં જ્ઞાન અવધિજ્ઞાન છે. તેના અનુગામી, અનનુગામી, હીયમાન, વર્ધમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાદિત રૂપે છે ભેદે છે.