________________
૪૧૨ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર | હે મુનિ ! અણજીતાએલો આપણે આત્મા જ મેટે શત્રુ છે. કષાય અને ઈન્દ્રિય પણ શત્રુ છે. તેમને જીતીને નીતિપૂર્વક હું વિહાર કરું છું.
આત્માને પુરુષાર્થ ગુણ જ્યારે નબળે હોય કે વિભાવ તરફ ઢળતું હોય ત્યારે ઈન્દ્રિય અને મનનાં બળે તેના પતનમાં પ્રબળ નિમિત્તતાને ભાગ ભજવે છે. ત્યારે જાણે આત્મા નિવાર્ય થઈ ગયે હોય અને ઇન્દ્રિય અને મન જડ છતાં શક્તિશાળી તો હોય એમ દેખાવા લાગે છે. મન અને ઇન્દ્રિય જ્યારે તેફાને ચડે છે ત્યારે આત્મા પિતે સિંહ જે હેવા છતાં, બહિર્મુખ દષ્ટિ હોઈ, આસક્તિના પ્રાબલ્યને લઈ હીનવીર્ય બની જાય છે. પરિણામે અણઆવડતવાળા કે નમાલા શેઠ ઉપર, તેના નામની પેઢી અને વ્યાપાર હેવા છતાં જેમ આવડતવાળા અને કમાઉ મુનિ-ગુમાસ્તાઓનું વર્ચસ્વ સહજ વધી જાય છે તેમ આત્માની પણ શેઠની માફક આવી જ કરુણ અને કડી સ્થિતિ થઈ જાય છે. આસક્તિનાં મૂળ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી ઇન્દ્રિયે અને મનને આત્માની સંમતિ મેળવવામાં કશી જ મુંઝવણ અનુભવવી પડતી નથી. પરિણામે હીનવીર્ય આત્માની સલાહ એમને સરળતાપૂર્વક મળી રહે છે અને આત્મક્ષેત્રમાં ઇન્દ્રિ અને મનનું સ્વછંદ અને સાર્વભૌમ રાજ્ય સ્થપાઈ જાય છે.
આત્મજ્ઞાન મેળવવાનું જે શૈર્ય બેઈ બેસીએ અને બલાત ઈન્દ્રિયને વશ કરવાની કિલષ્ટતમ ક્રિયાઓમાં આત્મસંયમને સંતોષ માની કૃતકૃત્યતા અનુભવીએ તે મૂળની આ ભૂલ
એવી તો થપાટ મારશે કે ફરી પાછું ઊભું થવું મુશ્કેલ થઈ પડશે. પરાણે દબાએલી ઇન્દ્રિ દડાની માફક બમણુ વેગથી ઉછાળા મારશે અને બહિર્મુખ આત્માને પિતાના ઘટાપથી આંજી દેશે. માટે ધૈર્ય સાથે સાચી દિશાના સંયમ અને તપની અપેક્ષા છે.
મેહનું સામ્રાજ્ય અને શક્તિ અસાધારણ છે. આ મેહના જ રાગ અને દ્વેષ બે સંતાને છે. તેમાં સંસાર ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. જેમ બીમાં ફળ આપવાની શક્તિ છે પરંતુ જે તે વાવવામાં જ ન આવે તે તેની સંતતિ પરંપરા સંભવે નહિ. ઠીક તેવી જ રીતે રાગદ્વેષમાં સંસાર ફળની શકિત છે. પરંતુ તેનાથી મન ફેરવી લેવામાં આવે તે સંસારફળજનન સામર્થ્ય સ્વયં નષ્ટ થઈ જાય. સંસારરૂપ પાશમાં ફસાવી નાખનાર બીજું કઈ નથી. પરંતુ આપણા જ આત્મામાંથી ઉત્પન્ન થએલી રાગાદિ કાષાયિક પરિણતી છે. તેને હું ઓળખી ગયે છું. એટલે તેને વશવતી થવાને બદલે તેના ઉપર મેં મારે અંકુશ સ્થાપે છે. એટલે હું આ શત્રુઓથી સર્વથા નિઃશંક અને નિર્ભીક છું.