________________
૪૧૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
આકાશમાં કઈ રંગ નથી પરંતુ આપણી આંખ આકાશમાં રંગ નાખી દે છે. તેને તે વાદળી રંગનું બનાવી દે છે. અસ્તિત્વમાં પણ કઈ રંગ નથી. પરંતુ આપણી ભાષાયિક પરિણતિઓ, આપણા વિચારે, આપણી દષ્ટિએ તેમાં રંગ ઉમેરી દે છે. આપણે તે જ જોઈએ છીએ જે આપણે જોઈ શકીએ છીએ. જે વાસ્તવમાં છે તે આપણે જોઈ શકતા નથી. જે વાસ્તવમાં છે તે જોવું હોય તે આપણે આંખના માધ્યમને ખસેડવું પડશે. જે વાસ્તવમાં છે તે સાંભળવું હોય તો આપણે કાનના માધ્યમને દૂર કરવું પડશે. સામાન્યતયા મારી આ વાત વિરોધી જણાશે પરંતુ હકીકતે આંખ અને કાન વચ્ચે આવી ઉપદ્રવ ઊભા કરે છે.
માધ્યમથી જે દેખાશે તે વિકૃત જ દેખાશે. આકાશના જેવી નિર્લેપતા સિદ્ધાંતમાં ત્યારે જ જોઈ શકાય જ્યારે જેનાર પિતાના જેવાના બધાં સાધને છોડી દે. આ જ્ઞાનેન્દ્રિય જે જ્ઞાનના બાહ્ય સાધન તરીકે ઓળખાય છે તે વચ્ચેથી હટી જાય તે ચેતનાનું જે આકાશ છે તે મુક્ત થઈ જાય.
આ બંને સત્પષે પણ મુક્ત ચેતનાના આકાશવાળા છે. એટલે ગૌતમસ્વામીને સારગર્ભિત અને તાત્વિક જવાબ સાંભળી બાલસુલભ સરળ અને નિર્દોષ હૃદયવાળા શ્રી કેશીકુમાર શ્રમણ આનંદવિભેર થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા
साहु गोयम ! पन्नाते छिन्नो मे संसआइमा।
अन्नो वि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ ३९ હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. શત્રુઓ વિષયક મારા પ્રશ્નનું તમે યચિત નિરાકરણ કર્યું. હે ગતમ! બીજી પણ મને શંકાઓ છે. તે શંકાઓનું ઉચિત સમાધાન કરો!
જ્યાં વસ્તુસ્વરૂપને ઓળખાવાની નિર્દોષ મનોવૃત્તિ હોય, આગ્રહ-પ્રત્યાગ્રહને જ્યાં અવકાશ ન હય, આત્મ-કલ્યાણ આત્યંતિક ગુણોની ઉપલબ્ધિ એ જ એક માત્ર લક્ષ્ય હોય એવા નિગ્રંથ મુનિઓ સત્યના સંશોધનમાં પિતાની સમગ્ર શકિતઓને સમપ દે છે, અને જ્યાં ત્યાંથી, જે તે રીતે, સત્યના સંકેતો અને ઈશારાઓને લાભ લઈ સત્યને મેળવવા મથે છે.
આગમ-શબ્દપ્રમાણ
પ્રમાણ અને જ્ઞાનના બધા અંગોનું, અતિ સંક્ષેપમાં નહિ તેમજ અતિ વિસ્તારમાં પણ નહિ, મધ્યમ પદ્ધતિએ, સમીચીન વિવેચન થઈ ગયું છે. જૈનદર્શનના હાર્દસમા ગંભીર અને સહજ સૌંદર્યથી ભરેલા આ વિષય પરત્વેની ઉદાસીનતા, ઉપેક્ષા અને અમુક અંશે આ વિષયો સંબંધની અજ્ઞાનતા, આ વિષયને સ્પર્શવા આપણને પ્રત્સાહિત કરતાં નથી. પરંતુ આવા વિષય પરત્વેની આટલી હદ સુધીની ઉદાસીનતા, આપણું અજ્ઞાનતાને ટકાવી રાખવાનું એક સ્પષ્ટ