________________
૪૮ : ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર
ક્ષણ માટે રોકાઈને જે તે વિવેકથી વિચાર કરે તે તેને જણાશે કે શક્તિશાળી એવા તેના મનનું પતન થઈ રહ્યું છે.
શરીરમાં વાસનાની કઈ લહર નહતી પરંતુ આકસ્મિક એક સુંદર સ્ત્રી દષ્ટિને વિષય થઈ કે મનમાં એક લહર દેડતી થઈ. બસ, આજ મન છે !
આ મનથી મુક્ત થએલા આ બન્ને મુનિપુંગવે છે. મનના જગતથી બહાર નીકળી ગએલા આ આત્માઓ છે. એટલે ગોતમ સ્વામી, કેશીકુમાર શ્રમણને જવાબ આપતાં કહે છે
संलय सव्वसा छित्ता उद्धरित्ता समूलिय।
विहरामि जहानाय भुक्कोमि विस-भक्खण । ४६ તે લતાને તદ્દન જડથી ઉખાડીને તેને કાપીને હું નીતિપૂર્વક વિચરૂં છું. તેથી હું વિષનું ફળ ખાતે નથી. માણસ માત્ર અમૃતનું પાન કરવા ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ તેઓ અમૃતને પી શકતા નથી અને ઝેરને વમી પણ શક્તા નથી. માણસની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થાય છે.
સુખની છાયા, શોધી રહ્યો છું, માયા નથી મૂકાતી,
મૃગજળ જેવું સુખ છતાં પણ તૃષ્ણા નથી છિપાતી. માણસ ગોતે છે સુખ પરંતુ સુખના પૃષ્ઠ ભાગમાં જોડાએલા દુઃખને તે જોઈ શકતા નથી. એ કહેવાતું સુખ ઝાંઝવાના જળ જેવું છે. તેમાં જળની ભ્રાંતિ થાય છે પરંતુ જળ હોતું નથી. માણસ જિંદગીભર આશા તૃષ્ણાને ચકડેળે ચડી ભમ્યા કરતા હોય છે. આત્મસ્વરૂપના અમૃતનું પાન કરવામાં આવશે તો ભવોભવની માંદગી દૂર થઈ જશે. સંસાર ખારે છે એમ તે બધા જ બેલે છે. પરંતુ સંસારની આ માયા મૂકાતી નથી. માણસ દિવસે ને દિવસે તૃષ્ણામાં તણાઈ રહ્યો છે.
મારું તારું વેર વધારી વિસર્યા છે વીતરાગી, દ્વેષભર્યો છે. આ દિલડામાં રાગમાં હું છું અનુરાગી, રંગરાગમાં ડૂબી રહ્યો છું,: આશા નથી મૂકાતી; મૃગજળ જેવું સુખ છતાં પણ તૃષ્ણા નથી છિપાતી. પાપના પડછાયા પડે ને પુણ્યની પાળે તૂટે, જાણીને જેડાયો છું તો બંધન કયાંથી છૂટે? મેહની જાળમાં ફરી રહ્યો છું આશા નથી મૂકાતી;
મૃગજળ જેવું સુખ છતાં પણ તૃણા નથી છિપાતી. આથી ગઈકાલે કહ્યું તેમ સાવધાન થજો. તૃષ્ણા ઘણા વિષભર્યા કડવાં ફળ આપનારી છે. આ વેલડીને ઉખાડી નાખવા તૈયાર થવું એજ આપણા સૌનાં હિતમાં છે. વણિક બુદ્ધિ એવા તમે હિતની વાતને લક્ષ્યમાં લેશે અને તૃષ્ણામાંથી મુકત થશે તે સ્વરૂપની ઉપલબ્ધિની યાત્રા સુગમ થઈ પડશે.