________________
૪૪૬ ભેદ્યા પાષાણુ, ત્યાં હાર જે કાંઈ કરીએ છીએ તેનાથી આપણું મન મજબૂત થાય છે, તેનાથી આપણું મનને પુષ્ટિ મળે છે. આપણા પ્રયત્ન જ આપણું મનની શકિતઓને વધારવાના તેમજ તેને દઢતમ બનાવવા માટેના હોય છે. માણસ જેટલે અવસ્થાએ વૃદ્ધ તેટલું વધારે અનુભવી હોવાને તે દાવો કરે છે. મેં એંસી દીવાળીએ જોઈ નાખી છે. એંસી વર્ષને મારે અનુભવ છે એટલે ૮૦ વર્ષ જૂનું અને મજબૂત મારૂં મન છે! જેમ દારૂ જૂને તેમ તે કીમતી ગણાય છે તેમ મન પણ જેટલું જૂનું તેટલું સારું ગણાતું આવ્યું છે ! જુની શરાબ જેમ વધારે નશીલી બની જાય છે તેમ જનું મન વધારે નશીલું બની જતું હોય છે ! ચેતના બદલતી નથી. ચેતના તે તે જ અવસ્થામાં રહે છે.
જીવન સંધ્યાને આરે માણસ આવીને ઊભો રહે છે, પરંતુ તેના મનની વાસનાઓ ત્યાંની ત્યાં જ ટકી રહે છે. દાંત પડી જાય છે પરંતુ મનની ઈચ્છાઓ જીર્ણ થતી નથી. શરીર સુકાઈ જાય છે પરંતુ વાસનાની વનરાઈ લીલીછમ રહે છે. વાતે તે કરીએ છીએ, બણગાં તે ફેંકીએ છીએ–કે હું કાંઈ નાનું નથી. એંસી એંસી વર્ષને અનુભવ મારી પાસે છે. પણ ખરું પૂછે તે તેની પાસે કોઈ અનુભવ જ હોતું નથી. જેને તે અનુભવ કહે છે તે તે માત્ર લૌકિક અનુભવ જ છે, જે તેનાં મનને જ માત્ર પોષક છે.
સાધુ પુરુષે હંમેશાં અમન તરફ ગતિ કરે છે જ્યારે ગૃહસ્થ મનની દિશા તરફ ગતિ કરે છે. મન તે જન્મથી સૌની સાથે હોય જ છે, પરંતુ જેઓ મનને મૂકીને અમન થઈ મૃત્યુ પામે છે તે જ ધન્યવાદને પાત્ર છે. જેઓ મનને કેઈ પણ જાતની આંચ આપ્યા વગર, મનને સુરક્ષિત રાખીને, મૃત્યુ પામે છે તેઓ દુર્ભાગી છે. મનને સાથે રાખી મરી જનારની માનવભવની યાત્રા નિષ્ફળ ગઈ સમજવી. મન એ જ જગત છે. જગત એ મનનું જ બીજું નામ છે. જો મૃત્યુ પૂર્વે મન ખવાઈ જાય તે મૃત્યુ સમાધિ બની જાય. મનના અભાવમાં પુનર્જન્મને સંભવ નથી. મન જ અપૂર્ણ વાસનાઓને કારણે અવારનવાર જન્મ લે છે. પુનઃ પુનઃ જન્મની આકાંક્ષા, વાસનાઓ અવશિષ્ટ રહી જવાને કારણે, મનનું જ કાર્ય બની જાય છે. જ્યારે મન જ રહેતું નથી ત્યારે જન્મ પણ રહેતો નથી. મનના અભાવમાં મૃત્યુનું જ મૃત્યુ થઈ જાય છે.
મરે છે તે બધા પરંતુ મરનારા અધૂરા મટે છે. કારણ મૃત્યુમાં પણ જન્મની આકાંક્ષા તેમનાં મનના ઊંડાણમાં ભરી હોય છે અને એ જ વાસના નવા શરીરના ગ્રહણનું કારણ બની જાય છે. પરંતુ જ્યારે સંન્યાસીઓ, સાધુ પુરુષે મરે છે ત્યારે પૂરા કરે છે. તેમનું શરીર જ નથી મરતું, તેમનું મન પણ મરી જાય છે. તેમનામાં ફરી જન્મવાની કઈ વાસના શેષ રહેતી નથી. આ રીતે જે જન્મવાની વાસનાઓથી સંપૂર્ણ શૂન્ય થઈને મરી જાય છે તે વ્યાવહારિક દૃષ્ટિથી કે શારીરિક દૃષ્ટિથી મરી ગએલે ગણાય છે. પરંતુ પારમાર્થિક દૃષ્ટિથી તે જીવનને ઉપલબ્ધ કરી ગયો હોય છે અને તે કેવું જીવન, કે જે જીવન અનંત છે અને જેને પ્રવ માર્ગ છે અમન !