________________
મનની પેલે પાર : ૪૪૭
મનુષ્ય માત્રનું કર્તવ્ય છે કે મનને મારવા પ્રતિક્ષણ પ્રયત્ન કરે. અંદર વિશુદ્ધ ચેતના રહે પરંતુ ચેતનાને આવૃત્ત કરનાર મન ન રહે ! ચેતના જુદી વાત છે. તે આપણા સ્વભાવ છે. મન તે આપણા આપણી રીતે કરેલેા સંગ્રહ છે. અભ્યાસ, શિક્ષણ અને સંસ્કારથી મન અથવા સંગ્રહ વૃદ્ધિ ંગત થતા જાય છે. પરિણામ એ આવે છે કે જગત એટલુ સુશિક્ષિત, સભ્ય અને સુસંસ્કૃત થઈ જાય છે. આવરણના થરા એવા તેા જાડા થઇ જાય છે કે ધ્યાનની સાધના મુશ્કેલ અની જાય છે. શિક્ષણ અને સંસ્કારનું પ્રયાજન પણ મનનું પ્રશિક્ષણ જ હોય છે. શિક્ષણ અને સંસ્કારથી મનનાં પડા ચારે તરફ ઘેરાઇ જાય છે. મનુષ્ય જેટલે પ્રશિક્ષિત અને સંસ્કૃત થતા જાય છે તેટલી જ તેની મનથી મુક્ત થવાની જટિલતા વધતી જાય છે. મનનું પ્રશિક્ષણ આ રીતે શિક્ષણ, સભ્યતા અને સંસ્કારના નામે દૃઢ થતુ છે.
આપણું આખુ શિક્ષણુ, બધી વ્યવસ્થા અને કહેવાતુ. આપણું અનુશાસન મનને દઢ અનાવવાની, મનેાખળ અને સંકલ્પ શકિતને વધારવાની એક તૈયારીરૂપ છે કે જેથી મારામાં, ધંધામાં, વ્યાપાર અને વ્યવહારમાં મન સફ્ળ થઈ શકે ! સંઘર્ષ, પ્રતિયોગિતા અને પ્રતિસ્પર્ધામાં મનની વિજયકૂચ થંભી ન જાય ! મનને પ્રશિક્ષિત અને અણીદાર બનાવવા પાછળના આ હેતુએ છે.
મહર્ષિ આનું જગત જુદી જાતનું છે. જાદુગરની માયા જેવુ, અપારમાર્થિક અને અવાસ્તવિક છે. તેમનાં જગતમાં મનેામય વ્યાપારની અંશતઃ પણ અપેક્ષા નથી. તેમનાં જગતમાં મનના મર્હિષ્કાર છે. તેમની દૃષ્ટિમાં, મન તેમના દિવ્ય જગતને નરક બનાવી મૂકે એવુ છે. એટલે મનને પ્રશિક્ષિત કરવાની વાત તે એક ખાજુ રહી, તેને જીવિત રાખવાની વાત સુદ્ધાં તેમને સમીચીન જણાતી નથી. હાં, સંસારમાં ગતિ કરવાના જ આદશ જો નિશ્ચિત હોય તે તેા મનને પ્રશિક્ષિત કર્યાં વગર ચાલે નહિં. પરતુ આત્મામાં એટલે પરમાત્મામાં ગતિ કરવાનું જીવનનું લક્ષ્ય હાય તે મનને વિસર્જિત કર્યાં વગર ચાલશે નહિ. પદાથ તરફના આકષ ણુ માટે મનનું સુશિક્ષિત હાવુ અનિવાય છે. પદાર્થોની ઉપલબ્ધિ માટે આયેાજીત અને સુસંગતિ મન અનિવાય છે. પરંતુ આત્માની દિશામાં યાત્રા આરભવી હોય તે શિક્ષિત હોય કે અશિક્ષિત, આયેાજીત હોય કે અનાયાજીત, સ’ગતિ હોય કે અસંગઠિત કોઈ પણ જાતના મનની આવશ્યકતા નથી.
મનની વૃદ્ધિ કઇ રીતે થાય છે તેનાં કારણેા આપણા રાજના અનુભવામાં આવે છે ખરાં, પરંતુ આપણે તે કારણાને પકડી પાડવામાં ઉદાસીનતા દાખવતા હેાઇએ છીએ. આપણી આ ઉદાસીનતાને કારણે મનને પોષણ મળ્યા જ કરતુ હાય છે. મન આપણા સહયોગને પામીને જ પરિપુષ્ટ અને છે. માર્ગથી જતાં હોઈએ અને એક રેસ્ટોરાં નજરે પડે, તે ભૂખ ન હેાવા છતાં મન ખાલી ઊઠે છેઃ ભૂખ લાગી છે. ખસ, પૂછ્યા વગર જ પગ રેસ્ટોરાં તરફ વળી જાય છે. મનને શરીર, ભૂખ કે સ્વાસ્થ્ય સાથે કશો જ સંબંધ નથી. ભૂખના સંબંધ સ્વાદ સાથે છે. ભૂખ તે ખાટી છે છતાં સ્વાદથી આકર્ષાયેલુ' મન રેસ્ટોરાં તરફ પગની ગતિને ઢોડાવે છે. એક