________________
વાસનાશૂન્ય કર્મો : ૪૩૫ નીકળી, ભગવાન શંકરની જટામાં અટવાઈ ત્યાંથી આગળ ચાલી વિવિધ પ્રદેશોમાં તે વહ્યાં. તેમને કાંઠે અગણિત પુણ્ય કાર્યો થયાં છે. અગણિત પાપીઓનાં પાપને ઘેયાં છે એવી આ પવિત્ર ગંગા મા છે. આપણે તેમને ભાગીરથી, જાડુનવી, મંદાકિની વગેરે નામથી ઓળખીએ છીએ.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગંગાને એક સામાન્ય જળથી એટલે કે હાઈડ્રોજન અને ઓકિસજનના સંગથી બનેલા પાણી વાળી એક સામાન્ય નદી માને, કે હિન્દુ ધર્મની ભકિત ભાવના ભરેલી દષ્ટિવાળી નદી માને, આ બે વિભિન્ન દૃષ્ટિઓને અભિમુખ રાખી ગંગામાં અવગાહન કરનારને સરખું ફળ મળતું નથી. હાં, દેહશુદ્ધિનું એટલે કે શરીરને મેલ જોવાનું ફળ તે બંનેને સરખું જ મળે છે. પણ તેથી શું? દેહશુદ્ધિનું સામાન્ય ફળ તે પશુ, પક્ષી, માણસ–હર કોઈને, ગંગા નદી હોય કે કોઈ બીજી નદી હોય, મળ્યા વગર રહેતું નથી. પરંતુ ઉપરના વૈજ્ઞાનિક દષ્ટિકોણ વાળાને કે પશુઓને દેહશુદ્ધિ સાથે ચિત્તશુદ્ધિનું ફળ મળવું અશક્ય છે. આવી દષ્ટિવાળાને શરીરને મેલ ધેવાશે પરંતુ મનને મેલ કયાંથી ધેવાશે? હાં, આ દૃષ્ટિ ધરાવતી
વ્યકિતને શરીર શુદ્ધિનું નજીવું ફળ મળશે, ત્યારે બીજી દષ્ટિવાળાને દેહશુદ્ધિ ઉપરાંત ચિત્તશુદ્ધિનું પણ અમોલ ફળ મળશે.
ક્રિયાઓ સરખી હોય, છતાં ભાવનાના ભેદથી તે ક્રિયાઓની મહત્તા ઘટી વધી જતી હોય છે. જેમકે, એક ડોકટર દર્દી ઉપર વાઢકાપ-શસ્ત્રક્રિયા કરે છે અને બીજો માણસ સામેવાળી વ્યકિત ઉપર છરીને ઘા કરે છે. બંનેની ક્રિયાઓ એક દષ્ટિએ સમાન હોવા છતાં તે બંને ક્રિયાઓમાં પાયાને ભેદ છે. ડોકટરની શસ્ત્રક્રિયાથી કદાચ માણસ મરી જાય, તો પણ તેને મનુષ્ય હત્યાનું પાપ લાગતું નથી. પરંતુ બીજા માણસે કરેલા છરીના ઘાથી કદાચ માણસ બચી જાય, ન મરે, તે પણ તેને છરી મારનાર મનુષ્ય હત્યાના પાપને અધિકારી બને છે. કેમકે, તેની ભાવના વિષાક્ત અને દુષિત છે.
કર્મ એકનું એક હેવા છતાં ભાવનાના ભેદને લીધે પાયાને ફેર પડી જાય છે. પપકારપરાયણ, નિસ્વાર્થી, પરમાર્થી માણસનું કર્મ આત્મવિકાસ કરનારૂં નીવડે છે ત્યારે વાસનાની વાડ ઊભી કરી, તેની આસપાસ કમ કરનાર સામાન્ય કેટિના માણસનું કમ તેના આત્માને બાંધનારું બને છે. પરમાથી વ્યક્તિનાં કાર્યો અને વાસનાગ્રસ્ત વ્યક્તિનાં કાર્યોમાં રહેલું સરખાપણું અને તેમની વચ્ચે રહેલા ફેર તરત જ દેખાઈ આવે છે. જેમકે, પરમાથી માણસ વૃક્ષ વાવવાની ક્રિયા કરે છે. આ ક્રિયાથી વૃક્ષથી મળતા લાભ તે તેને મળશે જ. જેવાકે, તે ફળ, ફૂલ અને છાયાને ઉપલેક્તા બનશે. પરંતુ આ વસ્તુ તેને મન ગૌણ હશે. તેનું મુખ્ય પ્રજન તે વૃક્ષારોપણ કરવાને બહાને સારીયે વનસ્પતિસૃષ્ટિ સાથે એકરૂપતા કેળવવાનું છે. વૃક્ષ તે એક નિમિત્ત બની જશે. પરંતુ વૃક્ષને બહાને કમિક રીતે અખિલ