________________
૪૩૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર બ્રહ્માંડ સાથે પ્રેમસંબંધ કેળવવાની પાયાની ભૂમિકા રહેશે. એટલે વાસનાશૂન્ય ચિત્તવાળા લોકેનાં કાર્યો ઉદર પૂર્તિ કરનારા તે હશે, પરંતુ સાથે સાથે તેમને તેઓ લેકેન્સર અને દિવ્ય આનંદથી પણ ભરી દેશે.
શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામી પણ વાસનાશૂન્ય ચિત્તવાળા, પરમાર્થપરાયણ પરમ-આત્માઓ છે. તેમના ચિંતને પણ અધ્યાત્મમૂલક છે. અધ્યાત્મમૂલક યિાઓ શારીરિક અને માનસિક આરોગ્યને પ્રદાન કરે છે એટલું જ નહિ, પરંતુ બુદ્ધિની પ્રભા પણ તેનાથી પાંગરે છે. આ પ્રશ્નોત્તરોમાં પ્રજ્ઞાની પારદર્શિતાનાં દર્શન તે દરેક પ્રશ્ન અને તેના જવાબમાં જોઈ શકાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ ગૌતમસ્વામીને ફરી તે જ પ્રશ્ન કરે છે કે આપે મારા પ્રશ્નનો જવાબ તે બરાબર આવે છે. પરંતુ “પાશ' શબ્દથી મારું જે અંતિમ તાત્પર્ય છે તેમાં અને આપની માન્યતામાં કઈ પાયાને ભેદ તે નથી ને? એટલે પાશ’ શબ્દથી આપ શું તાત્પર્ય લીધું તે સમજાવો
पासाय इहके वुत्ता ? केसी गोयममब्बवी । શિવ તુરંત તુ, જય મકવવી | કર रागद्दोसाद तिव्वा, नेह पासा भय करा। ते छिन्दित्त जहानाय विहरामि जहक्कम ॥ ४३
કેશીકુમાર શમણે પૂછયું: “હે ગૌતમ! તે બંધન કયા છે?’ આ રીતે પૂછતાં કેશીશ્રમણને ગૌતમે આમ કહ્યું : તીવ્ર રાગ-દ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. તેમને છેદીને ધર્મ-નીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચરૂ છું.
રાગદ્વેષ અને સ્નેહના બંધનથી બદ્ધ ચિત્ત કદી એકાગ્ર થતું નથી. સમદષ્ટિ કેળવાયા સિવાય કદી શાંતિ અને સમાધિ મળતાં નથી. રાગદ્વેષથી ગ્રસ્ત માણસની નજર સદા બેબાકળી હોય છે. મોટો જબરે વનરાજ સિંહ પણ ચાર ડગલાં ચાલે છે ને પાછું વાળીને જુએ છે. રાગદ્વેષથી ડહોળાયેલી ચિત્તવૃતિની એવી જ સ્થિતિ હોય છે. આખી સૃષ્ટિ તેને મંગળ ભાસવાને બદલે ભયગ્રસ્ત અને ઉત્પીડક જણાય છે. આપણને આપણી જાત ઉપર જેવી શ્રદ્ધા, નિષ્ઠા અને ભરોસે છે એવી શ્રદ્ધા અને ભાવના આખી સૃષ્ટિ પર હેવી જોઈએ. આખી સૃષ્ટિ આત્મીય અને પ્રેમભરી દેખાવી જોઈએ. આ સૃષ્ટિ તે સ્વભાવતઃ શુભ અને પવિત્ર છે. પવિત્ર પરમ આત્માઓ તેની સંભાળ રાખે છે. પછી આ બ્રહ્માંડમાં બીવા જેવું છે પણ શું?
રાગ-દ્વેષના વિષે જ્યારે જ્ઞાન જેવા નિર્મળ ગુણમાં ભળે છે ત્યારે જ્ઞાન અજ્ઞાન બની જાય છે. જે રાગદ્વેષને જ્ઞાનમાં પ્રવેશ ન થાય તે જ્ઞાનગુણમાં કાલુષ્યને આવિર્ભાવ થાય નહિ. રાગ-દ્વેષના વિષાકતવૃત્તિના કારણે સારા કર્મો પણ દુષ્કર્મ બની જાય છે. આ વિશ્વમાં કશું