________________
મનની પેલે પાર : ૪૪૩.
કે, “ના.” તે તે હજી કુળ, ગામ, ધન, ધામને માટે સે મનોરથ સેવે છે અને કોથમીર જવાનાં સેણલાં સેવે છે. અંદરની તૃષ્ણ તે તરૂણ છે. વાસનાને અવસ્થાની અસર થઈ નથી. તૃષ્ણાની આ વેલડી સદા પલ્લવિત રહે છે. તેને જ્યાં સુધી પિષણ દેવાશે ત્યાં સુધી તે વધતી રહેવાની છે. આ તૃષ્ણા વિષે જેટલું કહેવાય તેટલું ઓછું છે જે અવસરે
મનની પેલે પાર
મનેજગતમાં વિચરનારા માણસની સૃષ્ટિ વાસનાઓથી ભરેલી હોય છે. મન પિતાને જીવિત રાખવા માટે અંતિમ ક્ષણ સુધી મરણિયે પ્રયાસ કરતું જ રહે છે. મનની માયાવી સૃષ્ટિમાંથી મુક્ત થવાની વાત સાધારણ માણસને માટે દુષ્કર હોય છે. મન અને માયા, શબ્દોની રીતે બંને ભલે ભિન્ન હય, પરંતુ તે બન્ને શબ્દોનું તાત્પર્ય એક જ છે.
અતિમાન પિતાનું પેટ તે ભરે જ છે, લોકેનાં પેટ પણ ભરે છે. તેમની ભૂખને પૂરી કરે છે, પણ પિતાના મનને શૂન્ય કરવા તરફને તેમને હંમેશને પ્રયાસ હોય છે. તેઓ પિતાની શારીરિક આવશ્યકતાઓને અવશ્ય પૂરી કરે છે. પરંતુ પોતાનું મન મહત્વાકાંક્ષાના વિષથી આસક્ત ન બને તેની તેઓ પૂરેપૂરી કાળજી રાખે છે. મને જગતમાં વિચરનારા સામાન્ય માણસની વૃત્તિ આનાથી વિપરીત હોય છે. ભલે શરીર કપાઈ જાય, ગળી જાય, શરીર વિનાશની ગર્તામાં ધકેલાઈ જાય પરંતુ પિતાને મનની ઈચ્છાઓ, મહેચ્છાએ, વાસનાઓ પૂર્ણ થવી જ જોઈએ એવી તેમની આકાંક્ષા હોય છે, મહત્ત્વાકાંક્ષા હોય છે. મનની આ મહત્વાકાંક્ષાની વેદી પર તેઓ પોતાનાં શરીરને શહીદ બનાવી દેવા પણ તત્પર હોય છે.
આમ શરીરના ભાગે પણ આપણે વાસનાઓની તૃપ્તિને માટે તૈયાર હોઈએ છીએ. એ જ આપણું લક્ષ્ય હોય છે ! વ્યાવહારિક જગતની બુદ્ધિમત્તા પણ એમાં જ લેખાય છે, આપણે ભૂલી જઈએ છીએ કે આ તે રુણ મનની નિશાની છે. જેનાં તન મન સ્વસ્થ હોય, જે વીર્યવાન અને તેજસ્વી હોય, જેનું મન સદા ખાલી અને શૂન્ય હેય, તેવી વ્યક્તિ જ સ્વસ્થ વ્યકિત છે. મન ખાલી અને પેટ ભરેલું—એ જ ઉત્તમ સ્વાથ્યની નિશાની છે.
આપણા સૌની સ્થિતિ આનાથી વિપરીત છે. આપણી સારીયે જિંદગી મનને ભરવાના પ્રયત્નમાંજ વ્યતિત થતી હોય છે. શરીરની પણ દરકાર રાખ્યા વિના રાત અને દિવસ મનને ભરવાના કાર્યમાંજ આપણે સંલગ્ન હોઈએ છીએ. વિચારેથી, વાસનાઓથી, મહત્વાકાંક્ષાઓથી મનને ભરતા રહેવામાં આપણને એક ક્ષણની પણ વિશ્રાંતિ નથી. તેનું પરિણામ એ આવે છે કે, શરીર તે નાનું રહી જાય છે અને મન મેટું બની જાય છે.