________________
મહત્ત્વાકાંક્ષાનું મધુઃ ૪૩૯ ભોગ બનેલાં જ છીએ. પરંતુ એ ધીમું ઝેર આપણામાં એવી તે ધીરે ધીરે અસર કરી રહ્યું છે કે, આપણી કલ્પનામાં પણ નથી આવતું કે, કેઈ ઝેર આપણુમાં વ્યાપી રહ્યું છે અને જેની અસર આપણું આકાશ વ્યાપી વ્યક્તિત્વના વિસ્તારને અટકાવી, આપણને વામન કટિમાં મૂકી રહ્યું છે ! પરિણામે પેઢી દર પેઢીથી આ વિષચક્રનું પરાવર્તન સતત, અનવરત, અવિચિછન્નપણે ચાલ્યા જ કરે છે.
મનુષ્યના મનમાં જે સૌથી વધારે અસરકારી વિષ રેડવામાં આવ્યું છે તે મહત્વાકાંક્ષાનું છે. આપણી આખી વ્યાવહારિક, પારિવારિક, સામાજિક, કૌટુંબિક અને રાષ્ટ્રીય વ્યવસ્થા મહત્વાકાંક્ષાના પાયા ઉપર આધારિત છે. નાનાથી માંડી મોટા સુધી કઈ જ આ વિષચક્રમાંથી સુરક્ષિત રહેવા પામ્યું નથી. આ મહત્ત્વાકાંક્ષાનું ચક્ર તીવ્ર અને તીક્ષ્ણ હોવા છતાં ઘણું જ આકર્ષક છે. સૌને તે ગમે છે. આબાલવૃદ્ધ સૌ આ મહત્વાકાંક્ષાની દેડની હેડમાં ઊતર્યા છે. દરેક સ્થિતિમાં અને દરેક દૃષ્ટિએ પિતાને પ્રથમ નંબર રહે, પિતાની અબાધિત સર્વોપરિતા આબાદ રીતે ટકી રહે તે માટે માણસ ખૂબ ઉદ્વિન અને પરેશાન થઈ રહ્યો છે. માણસ જ્યારે કઈ પણ કાર્ય બીજાની પાસે કરાવવા માંગે છે ત્યારે તેને કેતુ બીજાને મહત્ત્વાકાંક્ષાના બંધનમાં બાંધી, પ્રતિસ્પર્ધાની તીવ્રતા અને જટિલતાથી તેના માનસને ભરી દેવાનું હોય છે. ચાહે શાળાકીય અભ્યાસની વાત હોય, ચાહે રમતગમત કે વેષભૂષાનું સાહજિક કાર્ય હોય, ચાહે અર્થોપાર્જન કે સામાજિક પ્રતિષ્ઠાની વાત હોય, તે દરેકમાં માણસની મહત્વાકાંક્ષા કામ કરી રહી હોય છે. તેની સ્પર્ધામાં તે પાછળ ન રહી જાય તેની તે સતત કાળજી રાખતા હોય છે.
આ મહત્વાકાંક્ષા ભૌતિક પ્રગતિ માટે અનિવાર્ય હશે એની ના નથી. તેનાથી ગણ્યાગાંઠ્યા માણસોની આંતરિક ભૂખ મર્યાદિત સમય માટે સંતોષાતી પણ હોય છે. ભૌતિક પ્રગતિ માટેની જે દેડ છે, તેમાં પિતે કેમ આગળ નીકળી જાય તેવી જ દરેક માણસની મહત્વાકાંક્ષા હોય છે. આવી મહત્વાકાંક્ષા લઈને ઊભેલા માણસોની કયુમાં જ્યારે માણસને પોતાને નંબર આગળ આવત દેખાય છે ત્યારે તેની છાતી ગજ ગજ ફૂલે છે. તેની આસપાસના વર્તલના લોકમાં પિતાની પ્રશંસા થતી જોઈ તે ગર્વથી રાચે છે. પરંતુ તે ભૂલી જાય છે કે, પૃથ્વી એવડી મોટી છે કે, એક માણસ બધાં ક્ષેત્રમાં કદી પણ બધાથી આગળ નીકળી શકતો નથી. જીવન એવું તે જટિલ છે કે તેમાં દરેક રીતે માણસ પ્રથમ રહી શકતો જ નથી. જાગતિક જટિલતા વિવિધલક્ષી છે. એક માણસ પૈસેટકે સુખી હોય, વૈભવસંપન્ન હોય, છતાં સ્વાથ્યની દષ્ટિએ તે બીજા કરતાં ઘણું પાછળ હોય છે. સડક પર ચિંથરે હાલ રખડતા અને ભીખ માંગીને પિતાને જીવનનિર્વાહ ચલાવતા એક ગરીબ ભિખારીનું શરીર પણ તંદુરસ્તીની દષ્ટિએ તેના કરતાં સારું હોય છે. ત્યારે આવા રાંક ભિખારીની પણ તેને અદેખાઈ આવે છે. તેનાં શારીરિક સ્વાથ્યની સામે તેને પિતાની વૈભવ-સંપદા ફીકી લાગે છે. તેને થાય છે, જે પૈસા આપવાથી પણ આ ભિખારીનું સ્વાધ્ય ખરીદી શકાતું હોય તે હું ખરીદી લઉં! પરંતુ જીવનની જટિલતા આટલેથી અટકતી