________________
મહત્ત્વાકાંક્ષાનું મધુ : ૪૩૭ બગડેલું નથી. આપણી રાગદ્વેષ મિશ્રિત દષ્ટિ–દોષને કારણે જ સૃષ્ટિ અમંગલ ભાસે છે. ગુણોની સ્વાભાવિક નિર્મળતાને વિકૃતિને રંગ અર્પનારા રાગદ્વેષ અને સ્નેહના બંધનેને મેં છેદી નાખ્યા છે. એટલે વસ્તુ મને યથાર્થ સ્વરૂપમાં દેખાય છે. હવે તે સારા નરસાના રંગે રંગાતી નથી. રાગદ્વેષના આ આપણે તેના ઉપર ઢળવામાં આવતા નથી. એટલે યથાર્થ સ્વરૂપનો આનંદ લૂંટી શકાય છે.
મહત્વાકાંક્ષાનું મધુ આ જગતમાં અત્ર, તત્ર, સર્વત્ર જ્યાં દષ્ટિ નાખશો ત્યાં ચારે કેર અશાંતિ, ઉદ્વેગ અને પરેશાનીના જ દર્શન થાય છે. શાંતિ, સંતેષ અને સમાધિના તે ભાગ્યે જ દર્શન થતાં હોય છે. જ્યાં જુઓ ત્યાં રુણતા અને બીમારી નજરે પડે છે. નિરેગીતા અને સ્વાસ્થ ભાગ્યે જ દષ્ટિગોચર થાય છે. અશાંતિ, ઉદ્વેગ, ષ્ણુતા, પરેશાની પડછાયાની માફક માણસની સાથે સાથે ફરે છે ! શાંતિ, સંતોષ, સમાધિ, સ્વાથ્ય એક આકસ્મિક ઘટના અથવા સંયોગની ઘટના હોય તેમ દેખાય છે.
કહેવાય છે કે, નાગણ બચ્ચાને જન્મ આપીને તેનું જ ભક્ષણ કરવા માંડે છે. જે બચ્ચાંઓ તેનાં કુંડાળામાંથી છટકી જાય છે તે જ બચી જાય છે, બાકીના બધાં તેના ભક્ષ્ય બની જાય છે. એવી જ રીતે આવડા મોટા આ જગતમાંથી આંગળીના વેઢે ગણાય એટલા બે, પાંચ માણસે જ સ્વસ્થતા અને નિશ્ચિતતાને અનુભવ કરતા જણાય છે. બાકીના મોટા ભાગનાં તે અનેક પ્રકારનાં ભય, દુઃખ, કલેશ, વૈમનસ્યથી પીડિત થઈ, અનેક વિટંબણાઓમાંથી પસાર થઈ રહ્યા હોય છે !
જેમ કેઈ માળી બગીચામાં હજારે ફળફૂલ, છોડ વાવે, તેને પૂરતું પાણી પાય, તેની માવજત પાછળ ખૂબ મહેનત ઊઠાવે, છતાં કેઈ એકાદ છોડ પર જ એકાદ ફૂલ દેખાય છે તેમાં માળીની કુશળતાની કઈ ખામી નથી, પણ પ્રકૃતિનું જ કઈ કારણ છે. અને જે એકાદ છોડ ફૂલેથી લચી પડે છે તે પણ પ્રકૃતિનું જ કારણ છે. પરંતુ જે ગણ્યાં ગાંધ્યા માણસો જ સુખી અને આનંદિત દેખાતા હોય અને મોટા ભાગના દુઃખી અને ત્રસ્ત દેખાતા હોય તે તેમાં પ્રકૃતિ કે બીજું કઈ દેષિત નથી, પરંતુ માણસ પોતે જ પોતાના સુખદુઃખ માટે જવાબદાર છે.
- આટલી મોટી સંખ્યામાં બીમારીનું હોવું જરૂર એક વિચિત્ર ઘટના છે. આટલા લોકોની પરેશાની એ મનુષ્યના મનનું જ કારણ છે. આપણું સેવા સમજવાની પદ્ધતિ જ એવી છે. આપણું જીવન જીવવાની પ્રક્રિયા જ એવી વિકૃત છે, આપણે સામાજિક ઢાંચો જ એ છે કે જેમાં માણસ બીમારીને ભેગા થયા વગર રહેતું નથી.