________________
૪૩૪ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વારા તેમનામાં ન હોય, તેથી ડગલે અને પગલે ગુરુઓએ તેમને રવાના રહે. એટલે જ ગુરુ શિષ્યને પશુમાંથી માણસ બનાવનાર કીમિયાગર ગણાય છે. મનુ સ્મૃતિ તે સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કરે છે કે, બાર વરસ સુધી ગુરુને ઘેર રહી શિષ્ય પશુમાંથી મનુષ્ય બને. ગુરુએ આપેલી આવી કેત્તર સંપત્તિના બદલામાં શિષ્ય ગુરુને શું આપવું? મનું મહર્ષિ કહે છે કે, “ગુરુને એકાદ ફૂલ, એકાદ પંખે, એકાદ પાવડીની જેડ, એકાદ પાણીને ભરેલ કળશ આપજે...આ કાંઈ મશ્કરી કે મજાક નથી. જે કંઈ આપવું તે આત્મિક શ્રદ્ધા અને નિષ્ઠાના પ્રતીક તરીકે આપવાનું છે. વસ્તુ ગમે તેવી નાની કે શુદ્ર હોય પણ ભાવનાથી તે વજનદાર બની જાય છે. અન્યથા એક ફૂલ આપવાનું મહત્વ શું? તેમાં વજન કેટલું ? છતાં તે ફૂલરૂપ પ્રતીકમાં રહેલી ભકિતનું પણ આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે.
પુરાણોમાં ઉલ્લેખ આવે છે કે રૂક્ષમણીએ ગિરધરને એક તુલસીના પાંદડાથી તેવ્યા. સત્યભામાં પણ શ્રીકૃષ્ણના પત્ની હતાં. શ્રીકૃષ્ણ પરત્વેને તેમને પ્રેમ અને સદ્ભાવ પણ અપાર હતા. છતાં રૂકમણીના પ્રેમ અને સદભાવમાં કૃત્રિમતાને અંશ પણ નહોતે. અંતરમાંથી આવિર્ભાવ પામેલી આંતરિક ઉષ્માના તેજસ્વી અંશથી ઓતપ્રેત થયેલું તેમનું હૃદય હતું. સત્યભામા પાસે કૃષ્ણ તરફના સમર્પણની આવી આંતરિક સંપદાને અભાવ હતે. એટલે ગિરધરને તળવા તેમણે પિતાનાં ખાંડી વજનના દાગીના ઊતાર્યા અને પલ્લાંમાં મૂક્યાં. પરંતુ તેનું કશું જ પરિણામ ન આવ્યું. તેળવાનું કામ પાર ન પડ્યું ત્યારે ભાવભકિતથી ભરેલા એક તુલસીના પાંદડાને જેવું રૂક્ષમણીજીએ પલ્લામાં મૂકયું કે સત્યભામાનાં ખાંડી દાગીનાથી જે કામ ન થવા પામ્યું, તે કામ પાર પડ્યું. એ તુલસીપત્ર ભક્તિ ભાવનાની ભીનાશથી નીતરતું હતું. પરિશુદ્ધ પ્રેમના આંતરિક સામર્થ્યથી તે મંતરેલું હતું. તે હવે તુલસીના છોડનું સાદું પાંદડું રહ્યું ન હતું. હવે તે પ્રેમ ભકિતનું પ્રતીક બની ગયું હતું એટલે તેનાથી જે કાર્ય પાર પડયું તે અપૂર્વ હતું
ગંગા નદી તરફની હિન્દુઓની અપૂર્વ ભક્તિ છે. આજે પણ પિતાના વૈભવને ત્યાગ કરી ગંગાને તીરે બેસી આકરી તપશ્ચર્યા આચરનારાઓ ઓછા નથી. ગંગા તરફની આવી ભક્તિ ભરેલી શ્રદ્ધા અને સમર્પણની ભાવનાએ પરાપૂર્વથી ચાલી જ આવે છે. ગંગા જ્યાંથી નીકળે છે ત્યાંથી માંડી, તે જ્યાં સુધી સમુદ્રમાં નથી ભળી જતી ત્યાં સુધીના તેના બન્ને કાંઠાઓ પર મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, મહંતે અને મહાધીશના આશ્રમે, કુટીર અને સાધનાના અગણિત મંદિરોના જે ઠેર ઠેર દર્શન થાય છે તે ગંગાને સામાન્ય જલરાશિને પ્રવાહ માનીને થયેલા નથી. પરંતુ તેની પાછળ તેમની અદ્દભુત ને અલૌકિક શ્રદ્ધા પડી છે જે ગંગાના જલરાશિને અતિ પવિત્ર માની તેને પતિતપાવની મા ગંગાના નામે બિરદાવે છે! પિતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ આકરી તપશ્ચર્યા કરીને પૃથ્વી પર ગંગાનું અવતરણ કર્યું એમ હિન્દુઓની માન્યતા છે. તે તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી