________________
૪૨૨ : ભેઘા પાષાણુ,
ત્યાં દ્વાર
જે આગમને પ્રમાણ ન માનવામાં આવે તે તેનું અવલંબન લઈને કેઈ કામ ન કરવું જોઈએ. જગતના બધા વ્યવહારે તેના આધારે જ ચાલે છે. આગમને અપ્રમાણ માનીશું તે એક ક્ષણ પણ સાંસારિક વ્યવહારે ચાલી શકશે નહિ અને અપ્રમાણતાની સંભાવના તો બધાં પ્રમાણ સાથે સમાન જ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણે પણ આ સંભાવનાથી મુક્ત નથી તે પછી આગમને શો અપરાધ કે તેને અપ્રમાણ મનાય ?
અહીં પ્રશ્ન થાય છે કે, શબ્દ વડે અર્થનું જ્ઞાન કેમ થાય?
તેને જવાબ એ છે કે, શબ્દ વડે અર્થનું જ્ઞાન સંકેતથી થાય છે. એક બાળકની હાજરીમાં કેઈ કહે “ઘટ લાવે !” અને બીજો માણસ જ્યારે ઘડે લઈને આવે છે ત્યારે બાળક તે વાકયને અર્થ સમજી જાય છે. હા, “ઘડે” અને “લ –આ પદે જુદે જુદે અર્થ તે નથી સમજ્યું હતું. પરંતુ બીજી વખત જ્યારે કેઈ કહે “પુસ્તક લા– ત્યારે બાળક વિચારે છે કે બંનેમાં લાવવારૂપ એક જ ક્રિયા છે; પરંતુ વસ્તુ બદલાઈ ગઈ છે. એટલે તે લા ક્રિયાપદને તથા “પુસ્તક” અને “ઘડે' સંજ્ઞાપદને અલગ અલગ અર્થ સમજી જાય છે. આ રીતે તે અન્ય સંકેતને પણ ગ્રહણ કરવા લાગે છે. આ સંકેતે આગમ પ્રમાણના મુખ્ય અને વિશેષ સાધક છે. જે શબ્દોમાં સંકેત ગ્રહણ કરાય છે તે શબ્દ શું સદા ટકી રહે છે? જે ટકી રહેતા હોય તે શ્રવણનેચર કેમ થતા નથી? જે ટકી ન રહેતા હોય તે એકને સંકેત બીજામાં કેમ ઉપગી થાય છે?
હાં, શબ્દ સદા ટકી નથી રહેતા. સદૃશતાને લઈ એક શબ્દને સંકેત અનેક સ્થળે ઉપયેગી થાય છે. એક વાર એક ગાયને જોઈ જેમ અન્ય ગાયને પણ આપણે ગાયે સમજી જઈએ છીએ, તેમ એક ઠેકાણેને સંકેત સદૃશતાનાં કારણે, અન્યત્ર ઉપયુક્ત થાય છે. આ આગમ પ્રમાણ માત્ર વચનરૂપ જ નથી. જે જે કાર્યોથી મનના ભાવે બીજા પર અભિવ્યક્ત કરાય છે તે બધા આગમ સાધક છે. એટલે જે કઈ આપણને હાથ આદિના સંકેતોથી કઈ વાતને સમજાવશે, તે તે ઇશારાઓથી જે જ્ઞાન થશે, તે પણ આગમ પ્રમાણુ ગણાશે. પુસ્તક વાંચવાથી જે જ્ઞાન થાય છે તે તે આગમ પ્રમાણ છે જ. આ રીતે જૈન દષ્ટિથી પ્રત્યક્ષ અને પરોક્ષ અને પ્રમાણે પૂર્ણ થયા.
કઈ કઈ પૌરાણિકે તે પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થાપતિ અભાવ, સંભવ અને અતિધ એવા આઠ પ્રમાણ માને છે. પહેલા ચાર પ્રમાણેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે. બાકીના ચારનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કરું છું. જેનાથી આઠ ભેદ કયાં સુધી સમીચીન છે તે તમે સમજી શકશે.
અપત્તિ : “અર્થાતાપ તિ મળત્તિ, સહુ ધનેy gfsefરત્યુત્તે રજુ થવુ વૃદિર માસિ’ –એક વસ્તુના જ્ઞાનથી બીજી વસ્તુની કલ્પના કરવી પડે અથવા એક વાત કહેવાથી