________________
કર૬ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર
આ દેહ દષ્ટિ માણસને ન કરાવવાનું કરાવે છે, ન ખાવાનું ખવરાવે છે, ન પીવાનું પીવરાવે છે અને ન આચરવાનું આચરાવે છે. પરિણામ એ આવે છે કે, માણસ પિતાનાં શરીરને સંતેષવા માટે બીજાને ભેગે પણ બધું કરવા તૈયાર થઈ જાય છે. પિતાનું શરીર જ જાણે ઘણું કીમતી અને સંરક્ષવા યોગ્ય હોય તેમ તે તેને બચાવવા અને સંપુષ્ટ બનાવવા માંસ જેવા અભક્ષ્ય અને જગુપિસત પદાર્થોનું પણ સેવન કરતાં તે અચકાતે નથી ! પિતાના દેહની કીમત કરતાં સામાના દેહની કીમત તે ઘણી ઓછી આંકતો હોય છે. કીમત આંકવાની તે અરે! વાત જ કયાં કરવી ? પિતાના દેહ પાસે બીજાના દેહની તેને મન કઈ જ કીમત હોતી નથી! પરિણામે આ માણસ માંસાહાર તરફ વળી જાય છે. માંસાહાર કરનાર માણસનું પિટ જીવતા છનું કબ્રસ્તાન બની જાય છે ! પિતાનાં શરીરના વ્યાપેહમાં આ સ્પષ્ટ સત્ય તે જોઈ શકો નથી એ ઘણી દુઃખદ હકીકત છે.
ભગવાન મહાવીરે ભેજનની પસંદગીમાં જે શાકાહારને પ્રાધાન્ય આપ્યું, તે માત્ર અહિંસાને અનુલક્ષીને જ નહિ, શાકાહારની પસંદગીમાં અહિંસા કરતાં બીજા પણ મહત્વપૂર્ણ કારણે હતાં. અને તેમાંથી એક કારણ એ પણ હતું કે, માંસાહાર પચવામાં વધારે શકિત માંગી લે છે અને માંસાહારથી મૂછ અને તંદ્રા પણ વધે છે. પ્રકૃતિ કદી પણ આપણે બુદ્ધિની ચિંતા રાખતી નથી. તે હંમેશાં આપણું પેટની ફિકર રાખે છે. એટલે પેટમાં ભેજન પડતાં જ આખી ઊજા–શક્તિ પેટના ભોજનને પચાવવા માટે દેડી જાય છે. મસ્તિષ્કની જે શક્તિ આપણને જાગૃત રાખે છે તે શકિત પેટ તરફ વહેવા લાગે છે અને ભેજન પચાવવાનાં કામમાં લાગી જાય છે. એટલે જ જમ્યા પછી આપણને તંદ્રાની અસર દેખાય છે. તંદ્રા એટલા ખાતર દેખાય છે કે જે મસ્તિષ્કની ઊર્જા માથામાં કામ આવતી હતી, તે હવે પેટમાં ભેજન પચાવવાના કામમાં લાગી. એટલે જે માણસે બુદ્ધિજીવી છે તેમની આહારની માત્રા રોજેરેજ ઓછી થતી જાય છે. જે શ્રમજીવી છે, બોદ્ધિક કાર્યો સાથે જેને પ્રગાઢ સંબંધ નથી, એવા માણસની આહારની માત્રાઓ વધતી જાય છે. માટે ભગવાન મહાવીરે અનુભવ કર્યો કે જ્યારે શરીરમાં ભેજન નથી હતું, ત્યારે પ્રજ્ઞા પ્રમાણમાં વધારે શુદ્ધ અવસ્થામાં હોય છે. પેટના આહારને પચાવવાની તેને જરૂર નથી રહેતી. તેથી તે બધી શકિત મસ્તિષ્કને મળી જાય છે.
શાકાહાર પાછળ માત્ર અહિંસા એક જ કારણ નહોતું. અહિંસા જ કારણ હોત તે ભગવાન બુદ્ધ મરેલાં જાનવરનાં માંસને ખાવાની જેમ અનુજ્ઞા આપી છે તેમ ભગવાન મહાવીર પણ આપી શક્ત. કારણ, ભગવાન બુદ્ધનું મંતવ્ય હતું કે, કઈ પણ જીવને મારવામાં હિંસા છે, પાપ છે, માંસ ખાવામાં કોઈ હિંસા નથી. કોઈ પશુ મરી ગયું છે, આપણે તેને મારતા નથી, આમ પિતાની મેળે મરી ગએલા પશુનાં માંસને ખાવામાં પછી કોઈ જાતની હિંસા થતી નથી. ભગવાન બુદ્ધની દષ્ટિમાં મરેલા પશુનું માંસ ખાવામાં કઈ હિંસા નથી. કરુણાપ્રધાન