________________
• ૪૨૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
પક્ષધર્માંતા ન હાય તે છતાં અનુમાનમાં સમાવિષ્ટ થઈ શકે છે. પૂર્વીચર, ઉત્તરચર આદિ હેતુવાળા અનુમાનામાં વળી પક્ષધમતા કયાં હોય ? પક્ષધર્મ હોય કે ન હેાય, જ્યાં સાધનથી સાધ્યની સદ્ધિ કરાય છે તે અનુમાન કહેવાય છે. આ રીતે અર્થોંપત્તિ અનુમાનમાં સમાઈ જતાં ચાર જ પ્રમાણ અવશિષ્ટ રહે છે અને તે છે-પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને ઉપમાન, નૈયાયિકા આ ચાર પ્રમાણુ જ માને છે. પરંતુ આ ચારમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન અને તર્ક આદિ પ્રમાણેાના સમાવેશ થતા નથી. માટે બધાંને સ્થાને એક પક્ષ પ્રમાણુ જ માનવું ઉચિત છે કે જેમાં સૌને સમાવેશ થઇ જાય છે. ત્રણ જ પ્રમાણુ માનનાર સાંખ્યા અને પ્રત્યક્ષ તથા અનુમાન એમ એ જ પ્રમાણેા માનનાર બૌદ્ધોને શાબ્દ અને ઉપમાન પ્રમાણને અનુમાનમાં અન્તનિ`વિષ્ટ કરવા ભારે ખેંચતાણ કરવી પડે ઉપભેદાને અનુસરી અથવા પુનરુકિત કરી, પ્રમાણેાની સંખ્યા ગમે તેટલી પણ વધારવામાં આવે પણ તેના મૂળ ભેદ તેા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ ઉચિત છે.
આપ્ત પુરુષના વચનરૂપ આગમના પ્રામાણ્યને સ્વીકારનારા શ્રી કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમસ્વામીના આંતરિક શત્રુ સંબંધી જવાખથી ભારે સંતેષ પામ્યા. શત્રુઓ પર વિજય મેળવવાની ગૌતમસ્વામીની કળા ઉપર તેઓ મુગ્ધ થયા. તેમની પારદશી પ્રજ્ઞાના તેમણે ભારે વખાણુ કર્યાં. વસ્તુના તલસ્પશી જ્ઞાનથી તેઓ અંજાઇ ગયા. તેમને લાગ્યુ કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિના શિખરને સ્પર્શેલા આ અતિ માનવ છે. અવશ્ય એમની પાસેથી મેળવવા જેવું ઘણું છે. આ અક્ષય ભંડાર છે. લૂટી શકાય તે રીતે આ ખજાનાને આત્મસાત્ કરી લેવા જોઇએ. એટલે તેમણે ફરી પ્રશ્નો પૂછવાની આજ્ઞા મેળવી, પ્રશ્ન કર્યાં :
दीसन्ति बहवे लोओ पासबद्धा सरीरिणा । मुक्कपासो लहुमूओ कहं तं विहरसि मुणी ॥ ४०
હૈ પ્રા ! આ સ'સારમાં અનેક જીવા પાશદ્ધ છે. હે મુનિ ! તમે બંધન મુક્ત અને લઘુભૂત–પ્રતિમ ધહીન-હળવા થઇને કેવી રીતે વિહરા છે ?
આ જગતના જીવ આમ તે સ્વતંત્ર અને મુક્ત જેવા દેખાય છે. પરંતુ તેમની સ્વતંત્રતા અને મુક્તિ, ખીલે બાંધેલા લાંખા દોરડાવાળા પશુઓ જેવી છે. જે ઈચ્છા મુજબ ચારે દિશામાં અમુક મર્યાદામાં ફરી શકતા હોઈ પોતાને સ્વતંત્ર અને સ્વૈરવિહારી કલ્પતા હૈાય છે. આ જ રીતે બધા જીવા સ્નેહને ખીલે બધાયેલા એની આજુબાજુ ફર્યાં કરે છે પણ તેના આ આકર્ષક અને માયાવી પાશને તે જોઇ શકતા નથી. એટલે ખરી રીતે તેઓ જાળમાં સપડાએલા જ છે. પરંતુ તે આકર્ષીક જાળમાંથી તમે મુકત અને હળવા ફૂલ જેવા કેમ જણાએ છે તે મારે જાણવુ છે.
One One 215 216