________________
૪ર૮ઃ લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર મૂલ્યવાન, કીમતી ગણુ છે. પરંતુ જે પાયાના કારણથી તેને દેહ કીમતી સાબિત થાય છે, તે જ પાયાના કારણને તે માંસ ખાઈને ફગાવી દે છે.
આ જગતની જીવસૃષ્ટિમાં સૌથી વધારે પ્રજ્ઞાવાન અને વિચારશીલ જે કોઈ પ્રાણી હોય તે તે માણસ છે. પશુઓની માફક તેની વિચારશકિત માત્ર સ્વાર્થ કે વર્તમાનકાળ પૂરતી જ મર્યાદિત નથી હોતી. પ્રકૃતિએ પ્રાણી જગતમાં માણસને સૌથી શ્રેષ્ઠ બનાવે છે. બીજા બધા જીના જીવની સંરક્ષણની જવાબદારી તેણે માણસની મેધા શક્તિ ઉપર છેડી છે. પરંતુ માનવ જ્યારે પિતાના દૈહિક સ્વાર્થને સર્વોપરિ બનાવી લે છે ત્યારે સંયમપૂર્વક જીવનયાપન કરવાની અને ગમે તે ભોગે પણ પિતાથી ઊતરતી કેટિના પ્રાણુંઓનું જતન કરવાની કલાને તે ભૂલી જાય છે. પશુઓની સરખામણીમાં માણસની મેટાઈને જે આ મૂળભૂત આધાર અને વૈશિષ્ટય છે તેના પાયાને જ તે હચમચાવી નાખે છે.
જે કારણોસર મનુષ્ય શરીરને દુર્લભ કહ્યો છે, જે કારણોસર માણસને પ્રાણી સૃષ્ટિમાં મેટો અને શ્રેષ્ઠ ગણ્યો છે, તે જ કારણેને દેહમૂલક દષ્ટિનાં બળે જે તે ઉખેડી નાખવા નીકળે, તે તેની સર્વોપરિતાની ઈમારત કયાંથી ઊભી રહી શકે ?
પ્રાણી જગતની માનસિક શક્તિ મર્યાદિત હોય છે. જીવન સંરક્ષણનાં અમુક જ સાધન પ્રકૃતિએ તેમને સમર્યા છે. તેમની પ્રજ્ઞા અને વિચારશકિતની પણ સીમા છે. એટલે સબળાં પ્રાણીઓ નબળાં પ્રાણીઓનાં શરીરથી પિતાનાં શરીરને પુષ્ટિ આપે છે તે સમજી શકાય છે. પ્રાણી જગત માટે આ બધું સહજ અને અમુક અંશે પ્રાકૃતિક પણ છે, પરંતુ જ્યારે માણસ ઊઠીને પશુઓની ઉપર જણાવેલી પ્રકૃતિને જ અનુસરે અને પશુઓનાં માંસથી પિતાનાં શરીરને સંપુષ્ટ બનાવવા મથામણ કરે, ત્યારે પ્રાણી જગતમાં પ્રતિષ્ઠિત તેની જે વરિષ્ઠતા છે તેને જ ધક્કો લાગે. જે ડાળ ઉપર આપણે બેઠા હોઈએ તે જ ડાળને કાપી નાખવા જેવી મૂર્ખાઈ કહેવાય.
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે નવી નવી ઔષધિઓ અને ઇંજેકશનેની શોધખોળે થઈ રહી છે, તેનાં ઊંડાણમાં ઊતરતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે, માનવતાને કેરે મૂકી દાનવતાની પરાકાષ્ઠાને માનવ સ્પર્શી ગયે છે ! માનવજાતને રેગથી બચાવવા માટે ઔષધિઓના સંશોધનનાં નામે અવનવા ચમત્કારે સર્જાતા જાય છે. આઘાત લાગે એવાં કૃત્યે જોવાનું દુર્ભાગ્ય કરુણ ભરેલાં હૃદયને માટે અસહ્ય અને અકલવ્ય આંચકે આપનાર તે છે જ. તેમાં વળી હૃદયને થંભાવી દે તેવાં સંશોધનની વાત સાંભળવા મળે છે! જાનવરો પર શસ્ત્રકિયા કરી, તે નિર્દોષ, નીરોગી, જીવતાં પશુઓનાં શરીરમાં રોગનાં જંતુઓ ઉત્પન્ન કરવામાં આવે છે અને તે રેગની શી અસર થાય છે, તેનું સૂક્ષમતાપૂર્વક પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવે છે. શીતળાની રસી, સર્પદંશનાં ઇજેકશને, વિગેરે દરેક રેગનિરોધક દવાઓના મૂળમાં આવા ઘાતકી પ્રયોગો માનવતાનાં રક્ષણને નામે છૂપાયેલાં છે. જીવતાં જાનવરના આવા હાલહવાલ કરી, તેમને આમ