________________
દેહાસક્તિ અને વ્યક્તિ
દેહને જ સર્વસ્વ માની ચાલનારાઓની ભાવના દેહની આજુબાજુ જ કેન્દ્રિત થઈ જાય છે. દેહના પિષણમાં થતું આત્માનું શેષણ તેઓ જોઈ શકતા નથી. દેહનાં સંરક્ષણ અને સંપુષ્ટિ માટે વિવિધ જાતનાં સાધનનું તેઓ નિર્માણ કરે છે. દેહરૂપ તાબૂતને શણગારવા, પોષવા અને સાબૂત રાખવા તેમના વિવિધ પ્રયત્ન હોય છે. એ માટીના પિંડને ટકાવવા માટે, એ છાલ અને કાચલીનાં રક્ષણ માટે, આટલા બધા જોરદાર પ્રયાસે વૈજ્ઞાનિક સંશોધન અને વિવિધ ઔષધિઓને આવિષ્કાર, તેને ટકાવી શકશે ખરાં? તેને અમર બનાવી શકશે ખરાં? પ્રતિપળ જીર્ણશીર્ણ થતા જતા આ દેહને આ સાધને કેટલું અવલંબન આપી શકશે? આમ છતાં આજની વૈજ્ઞાનિક શોધ દેહની આસપાસ જ વિસ્તરેલી છે. પાણીના પરપોટાની માફક એક ક્ષણમાં વિલય પામનાર, ફુગ્ગાની જેમ આકસ્મિક ફૂટી જનાર આ ક્ષણભંગુર દેહની માણસ દિનરાત ચિંતા કર્યા જ કરતે હોય છે. એની જ સુશ્રષા પાછળ પિતાની મોટા ભાગની શક્તિ અને સંપત્તિ વેડફી નાખતું હોય છે. આ તાજિયાને શણગારવાના પ્રતિદિન કેટકેટલા અદ્યતન સાધનોને આવિષ્કાર થાય છે તેની કેઈ ગણતરી છે ખરી? દેહને પિષવા અને તેને સંરક્ષવા ગમે તેવા ભયંકર પાપ કરતાં પણ માણસને મનને આંચકો લાગતો નથી. આ શરીરની સંપુષ્ટિ માટે માણસ મજથી અપેયને પીવા અને અભક્ષ્યને ખાવા તૈયાર છે. તેની તુષ્ટિ જ દેહ પુષ્ટિમાં છે! દેહની પેલે પાર કઈ કીમતી તત્ત્વ જ ન હોય તેમ નિષ્કિકર પણે દેહની આસપાસ જ તે વિહરી રહ્યો છે! દેહની આટલી કાળજીભરી ચિંતા છતાં પણ તેનું આખરી પરિણામ શું આવે છે? આપણાં સારાનરસા અનેક પ્રયત્ન છતાં આપણે આ શરીરનું રક્ષણ કરી શકીએ છીએ ખરા? મૃત્યુના મુખમાંથી આ શરીરને બચાવી શકીએ છીએ ખરા? મૃત્યુ સામે માણસ નાઇલાજ બની જાય છે. તેનું અભિમાન ઓસરી જાય છે. મરણની ઘડી આવે છે પછી એક ક્ષણભર પણ આ શરીરને ટકાવી શકાતું નથી. છતાં આશ્ચર્યની વાત એ છે કે માણસ પિતાના મૃત્યુને જોઈ શકતું નથી. તેની આ નબળાઈ જ તેને શરીરમૂલક બનાવી દે છે. પરિણામે દેહ જ હું”—એવી ભાવના તેનામાં પ્રબળ અને પ્રગાઢ બની જાય છે
શરીરને અવયંભાવી નાશ છે એમ આપણે બેલીએ છીએ ખરા; પરંતુ આ સત્ય આપણું પ્રાણેને સ્પર્યું નથી હોતું. આપણે બીજાને મૃત્યુ પામતાં જોઈએ છીએ એટલે આપણે માટે પણ એ કલ્પનાનું આરોપણ અવશ્ય કરી લઈએ છીએ, પરંતુ ઊંડે ઊંડે પણ આપણાં અચેતન મનને એવો ખ્યાલ કદી આવતું નથી કે, આપણે એક દિવસ મરી જઈશું. આપણે આપણું મૃત્યુ જોઈ શકતા નથી એ પણ એક કમનસીબી છે. આ કમનસીબી જ દેહની સાથે આપણું એવું તાદાસ્ય જોડી દે છે કે અનિચ્છયા પણ આપણે દેહની આસપાસ જ ફરતા થઈ જઈએ છીએ.