________________
આગમ શબ્દપ્રમાણ : ૪૨૧
અસત્યને ઉચ્ચાર સદા જ્ઞાનની અલભ્યતા અને કષાયની સંભવિતતા ઉપર આધારિત છે. જેમકે, કેઈ અજાણ્યા સ્ટેશન ઉપર પહોંચી તમે કઈ ઘોડાગાડીવાળાને પૂછો કે, “અમુક સ્થાન કેટલું દૂર છે?—તે તે વધારે ભાડાના પ્રભનથી નજીકના સ્થાનને પણ દૂર જ બતાવશે. લેભ કષાયના કારણે ખોટું બોલવાની આ વાત થઈ. પિતાના દુશ્મનને એમ કહેવું કે, તમને થએલી હાનિથી મને દુઃખ થયું–તે તે માથાકષાયયુકત અસત્ય કહેવાય. એક શાકાહારી માણસ જ્યારે એમ બોલે કે “હું તારું લેહી પી જઈશ ત્યારે તે કેધ સંબંધી અસત્ય થયું. “મારી સામે તેની શી વિસાત છે? હું ધારું તે તેને ચપટીમાં ચાળી નાખું—આ માનકષાયમૂલક અસત્ય છે. રસ્તામાં ચાલતાં માણસને મશ્કરીમાં કઈ કહે કે “તારે દુપટ્ટો પડી ગયે’–તે તે હાસ્ય સંબંધી અસત્ય છે. પેટ ભરીને જમી લીધા પછી પણ પુત્રને તેની માતા કહે કે “તેં કાંઈ જ ખાધું નથી. ખાનારા તે આટલું એક કેળિયામાં ખાઈ જાય છે–તે આ રતિ સંબંધી અસત્ય છે. કોઈ માણસ ઉગ અવસ્થામાં બોલે “આથી તે મરી જવું સારું છે તે શેક સંબંધી અસત્ય છે. કઈ માણસને કઈ વસ્તુ ન ભાવતી હોય અને તે કહે કે “આ વસ્તુ માણસને ખાવા જેવી નથી–તે તે અરતિ સંબંધી અસત્ય છે. કેઈ કરે તોફાન કરી ઘેર આવે અને પિતા તેને તે ઉપદ્રવ સંબંધે પૂછે તે તે બોલે હું ત્યાં ગયે જ નથી–તે એ ભય સબંધી અસત્ય છે. જગ્યા હોય છતાં ગંદા માણસને જોઈ આપણે કહીએ કે “આવશે નહિ, જગ્યા નથી’—તે એ જુગુપ્સા (ઘણા) સંબંધી અસત્ય છે. કામવાસનાને વશ થઈ છેટું બોલવું તે વેદ સંબંધી અસત્ય છે.
ઉપરના ઉદાહરણોથી પ્રતીતિ થાય છે કે, જ્યારે વકતામાં કોઈ કષાયની સંભાવના અથવા નિશ્ચય હોય ત્યારે તેની વાતને વિશ્વાસ ન કરે જોઈએ. કયારેક એમ પણ બને છે કે તેનામાં કષાય તે હોય, પરંતુ તે જે વાત કરી રહ્યો છે તેની સાથે તે કષાયને કેઈ સંબંધ ન હોય. આવી સ્થિતિમાં કષાય હેવા છતાં તેની પ્રામાણિકતામાં કોઈ અડચણ દેખાતી નથી. કાના વશવર્તી થઈ જેમ અસત્ય બેલાય છે તેમ અજ્ઞાનના વશવત થઈને પણ ખોટું બોલાય છે. અમુક ગામ અહીંથી કેટલું દૂર છે?—એમ પૂછવા પર કેઈએ જવાબ આપે, “આઠ માઇલ દૂર છે. જો કે હકીકતે તે ગામ દસ માઈલ દૂર હતું. પરંતુ જવાબ આપનારને આઠ માઈલને જ ખ્યાલ હતું. એટલે આ અજ્ઞાન સંબંધી અસત્ય કહેવાય. જ્યાં આ બન્ને કારણમાંથી એક પણ કારણની સંભાવના ન હોય ત્યાં મિથ્યા ભાષણ સંભવી શકે નહિ. જેમકે, આપણે કોઈ સ્ટેશન માસ્તરને પૂછીએ કે, અમુક ગામની ટિકિટના કેટલા પૈસા થાય છે? તે તે જે જવાબ આપશે તેના પર આપણે વિશ્વાસ કરી લઈશું. કારણ ટિકિટના દામ બતાવવામાં અજ્ઞાન અથવા કાયની સંભાવના નથી. આ જ્ઞાનને આગમ અથવા શાબ્દ પ્રમાણુ કહીશું.
જે કે એમ કહી શકાય એમ છે કે, એગ્ય પરીક્ષણ પછી પણ કેઈન સત્ય બોલવા પર વિશ્વાસ કરી શકાય નહિ. એટલે જે આગમને પ્રમાણ જ ન માનવામાં આવે તે શી હાનિ?