________________
પ્રમાણુ ઐશ્વર્યા
પરોક્ષ પ્રમાણના ભેદની વાત ચાલી રહી છે. વિષય દાર્શનિક છે. પરંતુ સમજ જરૂરી છે. આ બધાને યથાર્થ સમજ્યા વગર જૈનદર્શનની મૌલિકતા અને પ્રાણને સંસ્પર્શ થાય નહિ. એટલે દરેક જેને આ બધાં જૈનદર્શનના હાર્દ સમા તત્ત્વજ્ઞાનને રસભરી દૃષ્ટિથી અભ્યાસ કરે જોઈએ. આ વિષયે આમજનતા માટેના જાહેર પ્રવચનમાં મૂકવા જતાં થોડી તકલીફનો પણ અનુભવ થાય છે. તેમને આ વિષયે નિરસ લાગે છે; દરેકને તેમાં રસ પડતો નથી. આમ છતાં આવાં તત્વજ્ઞાનથી વંચિત રહેવામાં પણ બેટને બંધ ગણાય. તેથી તમારી અભિરૂચિ તરફ ઉપેક્ષા રાખીને પણ આ વિષયે હાથ ધરી રહ્યો છું.
પક્ષ પ્રમાણના બે ભેદ- સમરણ અને પ્રત્યભિજ્ઞાનની વાત થઈ ગઈ છે. બની શકે તેટલે આ વિષય સરળ અને સરસ બનાવવાની મારી આંતરિક ભાવના છે, આમ છતાં ગંભીર વિષયની ગંભીરતા કાંઈ ઓછી થઈ જતી નથી. તમે આવા ગંભીર વિષયે પણ શાંતિપૂર્વક સાંભળે છે એ જ આનંદની વાત છે. હું માનું છું ત્યાં સુધી આજે જ હવે આ વિષય પૂરે થઈ જશે.
તર્ક: પક્ષ પ્રમાણને ત્રીજો ભેદ તર્ક છે. વ્યાપ્તિ-અવિનાભાવ સંબંધનાં જ્ઞાનને તક કહેવાય છે અને અન્વય-વ્યતિરેકને વ્યાપ્તિ કહે છે. સાધનના હોવા પર સાધ્યનું હોવું અન્વય છે અને સાધ્યના અભાવમાં સાધનને અભાવ વ્યતિરેક છે. ધૂમાડાને જોઈ અગ્નિનું જ્ઞાન થાય છે, તેમાં ધૂમાડો સાધન છે અને અગ્નિ સાધ્ય છે. આ બન્નેમાં અન્વય-વ્યતિરેક મળે છે. કારણ જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે (અન્વય), અને જ્યાં અગ્નિ નથી હોત ત્યાં ધૂમાડે પણ ન હોય (વ્યતિરેક).
તર્કને પ્રત્યક્ષ પ્રમાણમાં અન્તહિંત કરી શકાય નહિ. કારણ તર્કમાં બે વસ્તુના સંબંધનું જ્ઞાન હોય છે. પ્રત્યક્ષ પ્રમાણથી બે વસ્તુઓ જોઈ શકાય ખરી, પરંતુ તેના વિષયમાં કેઈ નિયમ બાંધી શકાય નહિ. અવિનાભાવ સંબધના નિયમને નિર્ણય કરવાનું કામ તર્કનું છે. તર્ક હંમેશાં પ્રત્યક્ષ, સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સહાયતાથી ઉત્પન્ન થાય છે એટલે તે આ ત્રણમાંથી કઈમાં પણ સમાવિષ્ટ થઈ શકે નહિ. અનુમાનમાં પણ તર્ક અન્તર્નિવિષ્ટ થાય એમ નથી. કારણ અનુમાન તે તર્કનું કાર્ય છે. તર્ક વડે નિશ્ચિત કરવામાં આવેલા નિયમના આધારે અનુમાનની ઉત્પત્તિ થાય છે. -
અનુમાનઃ સાધનથી થતા સાધ્યના જ્ઞાનને અનુમાન કહેવાય છે. જેમ ધૂમાડાને જોઈ અગ્નિનું જ્ઞાન થવું. અત્રે ધૂમાડે સાધન છે અને અગ્નિ સાધ્ય છે. જે વસ્તુને આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ તે સાધ્ય કહેવાય છે. ઉપરના અનુમાનમાં આપણે અગ્નિને સિદ્ધ કરવા