________________
૪૧૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યા દ્વાર
લઈ એકતાની પ્રતિષ્ઠા થાય છે. એટલે ખીજા જ્ઞાનની સહાયની અપેક્ષા રાખનારુ પ્રત્યભિજ્ઞાન અસ્પષ્ટ જ્ઞાન છે અને તેથી તે પરાક્ષ પ્રમાણના એક સ્વતંત્ર ભેદ છે.
પ્રત્યભિજ્ઞાનના ઉપર્યુકત સ્વરૂપને જોઇ, ઘણા દાર્શનિકા, સ્મૃતિ અને પ્રત્યક્ષમાંથી તે જન્મ પામતું હાઈ, તેને તે બન્નેમાં વિભાજીત કરી નાખવાની અથવા તે બન્નેમાં વહેંચી નાખવાની વાતથી શી હાનિ છે તેમજ તેનુ પૃથક્ વ્યકિતત્વ માનવાનું કારણ પણ શું છે તેમ પ્રશ્ન કરે છે.
આના જવાખમાં જણાવવાનુ કે અનુમાન અને તર્ક અવિનાભાવ સંબંધના જ્ઞાનને મેળવીને થાય છે પરંતુ તેથી તેનું સ્વતંત્ર વ્યકિતત્વ ઝૂંટવાઈ જતુ નથી. માતાપિતાથી જન્મનાર સંતાનનું વ્યકિતત્વ માતાપિતામાં સમાઈ નથી જતું, પરંતુ તેનુ પૃથક્ અને સ્વત ંત્ર વ્યકિતત્વ હાય છે તેમ પ્રત્યભિજ્ઞાનનું વ્યક્તિત્વ પણ પ્રત્યક્ષ અને સ્મૃતિથી ભિન્ન છે.
પ્રત્યભિજ્ઞાનના અનેક ભેદ છે. એકત્વ, પ્રત્યભિજ્ઞાન, સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન, વૈસાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન આદિ.
એકત્વ પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ ઉપર જણાવેલ આ તે જ માણુસ છે, જેને કાલે જોયા હતે “એના વડે એકતા બતાવવામાં આવે છે. જયાં એ પદાર્થોની સમાનતા બતાવવામાં આવે છે સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન છે. એનું ઉદાહરણ પણ ઉપર બતાવેલ છે તેમ રોઝ પ્રાણી ગાય જેવુ છે. માઢું ચંદ્ર સમાન છે. અત્રે એક વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષ છે અને બીજી વસ્તુનું જ્ઞાન પરીક્ષ છે. બંનેની સમાનતા તે સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાનના વિષય છે.
કોઈ કાઈ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાનનાં સ્થાને ઉપમાન પ્રમાણના પ્રયાગ કરે છે. આમ તો આ રીતે કરવાથી કોઈ વિશેષ હાનિ થતી નથી. પરંતુ ઉપમાનમાં બધા ભેદને સમાવેશ થશે નહિ. બીજી વાત એ પણ છે કે
उपमान' प्रसिद्धार्थ साधर्म्यात् साध्यसाधनम् । दुवैधर्म्यात् प्रमाण किं स्यात् संज्ञिप्रतिपादनम् ॥
इदमल्पं महद्द दूरं भासन्न प्रांशु नेति वा । व्यपेक्षातः समक्षेऽर्थे विकल्पः साधनान्तरम् ॥
અર્થાત્ કોઇ પ્રસિદ્ધ પદાની સાદૃશ્યતાથી અપ્રસિદ્ધ પદાર્થને જાણવા. જે ઉપમાન પ્રમાણ હોય તે પ્રસિદ્ધ પદાર્થના વૈધમ્ય (વિલક્ષણતા)થી અપ્રસિદ્ધ પદાર્થને જાણનારૂં કયુ પ્રમાણ કહેવાશે ? આ સિવાય પશુ–આ એનાથી અલ્પ છે; આ એનાથી મહત્ છે; આ એનાથી દૂર છે; આ એનાથી લાંબું છે; આ એનાથી ટૂંકું છે– આ પ્રકારના જે સાપેક્ષ જ્ઞાનેા છે તે માટે પૃથક્ પ્રમાણેા માનવા જોઈશે. કદાચ ઉપમાન પ્રમાણથી સદૃશતા અને વિદૃશતાનુ' ગ્રહણ કરી લેવાય, તા પણ એકત્વ તા રહી જ જાય છે. એકત્વ એ જ પ્રત્યભિજ્ઞાનનું મૂળ છે.