________________
જ્ઞાનનુ સૌંદય
પ્રત્યક્ષના બે ભેદ્દા સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષમાંથી પારમાર્થિક પ્રત્યક્ષની વાત ગઈ કાલે આપણે પૂર્ણ કરી. આજે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદ–પ્રભેદોની વિસ્તૃત સમજણુ માટેના પ્રયત્ન પ્રારંભ કરીએ. પરંતુ આપણે તેની વિસ્તૃત સમજણુ માટેના પ્રયત્ન પ્રારંભ કરીએ ત્યારે આપણે એ હકીકત ભૂલવી ન જોઇએ કે, સાંવ્યવહારિક પ્રત્યક્ષ લૌકિક દૃષ્ટિએ જ પ્રત્યક્ષ જ્ઞાન છે; આધ્યાત્મિક દૃષ્ટિથી તા તે પરાક્ષ જ છે. જે જ્ઞાન આત્મા અને વિષયેાના સંબંધથી સીધુ' ઉત્પન્ન થાય છે, વચ્ચે ઇન્દ્રિયા કે મનના માધ્યમની અપેક્ષા નથી રાખતું, તે જ પારમાર્થિક દૃષ્ટિએ પ્રત્યક્ષ જ્ઞાન છે. જે જ્ઞાનમાં ઇન્દ્રિયા કે મનના માધ્યમની અપેક્ષા છે તે લૌકિક દૃષ્ટિથી પ્રત્યક્ષ જ્ઞાન ગણાય છે; લેાકેાત્તર દૃષ્ટિમાં તે તે પરોક્ષ જ્ઞાન જ છે.
સાંવ્યવહારિક પ્રત્યક્ષના ચાર ભેદ છે. (૧) અવગ્રહ (ર) ઇહા (૩) અવાય અને (૪) ધારણા.
અવગ્રહ : ઇન્દ્રિયાક્રિકા વડે જ્ઞાન પદાને સામાન્ય રીતે ગ્રહણ કરે છે તે જ્ઞાન તે અવગ્રહ છે. જેમકે, દૂથી કોઈ લાંખી વસ્તુનું સામાન્ય જ્ઞાન થવું. અવગ્રહથી જાણેલી વસ્તુમાં વિશેષ આકાંક્ષારૂપ જ્ઞાન ઇહા છે. જેમકે, તે દૂરથી લાંખી જણાતી વસ્તુ માણસ હોવી જોઇએ. આમ ઇહા થવાથી સશય નષ્ટ થઈ જાય છે. સ`શયમાં હાલક ડોલક સ્થિતિ હોય છે. બન્ને માજુ નમતું જ્ઞાન હોય છે. કોઈ નિય હોતા નથી. જેમકે, સંશયમાં આ માણસ છે કે હું હું'– એવી જ્ઞાનની અનિણયાત્મક સ્થિતિ રહે છે. પરંતુ ઇહામાં બન્ને બાજુ ઝૂકાવ રહેતા નથી. તે માણસ હાવા જોઇએ એમ માણસ ખાજુ આ જ્ઞાન નમે છે; ઠૂંઠાની પ્રતીતિ તેમાં હેાતી નથી. ઇહાથી જાણેલા પદાર્થના પૂર્ણ નિશ્ચય થઈ જવા તે અવાય છે. જેમકે, ‘આ માણસ જ છે.' અવાયજ્ઞાનની આવી દ્દઢતા થઈ જાય કે જેથી કાલાંતરમાં પણ તેની સ્મૃતિ થઇ શકે, તે ધારણા છે. આ ચારે જ્ઞાન પાંચ ઇન્દ્રિયા અને મનથી થાય છે. એટલે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ૬×૪=૪ ભેદ માનવામાં આવે છે.
અવગ્રહના બે ભેદ કરવાથી ચાર ભેદ બીજા વધી જાય છે. અવગ્રહના એ ભેદ છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વ્ય ંજન શબ્દને અથ છે, અવ્યકત અથવા અપ્રગટ. આપણે ઊંઘમાં હાઇએ અને કોઈ આપણને જગાડવા માટે સાદ પાડે તે આપણે પ્રગાઢ નિદ્રામાં હાવાથી, પાડવામાં આવેલા તે સાદો આપણે સાંભળી શકતા નથી. છતાં તેની ન જણાતી પણુ સામાન્ય અસર તે થાય જ છે. આવી અવ્યકત અસર, જે અર્થાવગ્રહનું પૂર્વવર્તી અતિ અસ્પષ્ટ જ્ઞાન છે અર્થાત્ આપણાં જાગતાં પહેલાં જે એ ત્રણ અવાજો આપણને જગાડવા માટે કરવામાં આવેલા તે અવાજો આપણે સાંભળી શકયા નહિ, પણ તે અવાજેએ આપણને જગાડવામાં,