________________
૪૦૬ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર સ્પર્શની પ્રક્રિયા છે તેમ સાંભળવું તે કાનના સ્પર્શની પદ્ધતિ છે અને સ્પર્શ એ હાથના સ્પર્શને ઢંગ છે. ઇન્દ્રિયને અર્થ જ છે-સ્પર્શની વ્યવસ્થાનું ઉપકરણ. ઈન્દ્રિયે સદા સ્પર્શવા આતુર હોય છે. જે વ્યકિત ઈન્દ્રિયોને વિષયે સુધી જતાં અટકાવવા ઈચ્છતી હોય તેણે ઇન્દ્રિયેની આ સૂફમ સ્પર્શી વ્યવસ્થા પ્રત્યે જાગૃત રહેવું પડશે. કારણ આ સ્પર્શવ્યવસ્થા અતિ સૂક્ષ્મ છે. ઈન્દ્રિયેના સ્પર્શની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે તેની પ્રતીતિ ત્યારે જ જણાય છે જ્યારે તે ઘટિત થઈ જાય છે.
સંયમીને અર્થ જ એ છે કે ઇન્દ્રિયથી ઉપકરણનું કામ લેવું, ભેગનું નહિ. સંયમીને અર્થ જ એ છે, જે ઈન્દ્રિયોથી ભગતે નથી કેવળ તેને ઉપગ લે છે. અસંયમીને અર્થ એ છે કે જે ઈન્દ્રિયથી ઉપયોગ ઓછો લે છે અને ભોગ વધુ લે છે. આંખથી દેખવું તે ઉપગ છે. આંખથી ભેગવું કે સ્પર્શવું ઉપગ નથી. ભોગ બંધન છે. ઉપગ બંધન નથી.
શ્રી કેશીકુમાર શ્રમણને પ્રશ્ન અસ્પષ્ટ હતું એટલે શ્રી ગૌતમ સ્વામીએ પિતાની પ્રજ્ઞાથી તેનું તાત્પર્ય સમજી તે જ રીતે તેને ઉત્તર વાળવા પ્રયત્ન કર્યો. પ્રશ્નને જવાબ સચોટ અને અસરકારક હતું, પરંતુ જે જાતને પ્રશ્ન હતું તે જ જાતને નામ-નિર્દેશન્ય છતાં પ્રશ્નને લગતે જ તેને જવાબ હતે. અંતે કેશકુમારને ફરી પ્રશ્ન કરવો પડયે હે પ્રભે! જે હજારે શત્રુઓ વચ્ચે તમે ઊભા છે તે બધા તમને જીતવા ઇચ્છે છે, તમે તેને કેવી રીતે જીત્યા? આ મૂળભૂત પ્રશ્નને વધારે સ્પષ્ટતાથી ખ્યાલમાં લેવા તે જ સંબંધમાં પુનઃ પૂછે છે.
सत्तूय इहके वुत्ते केसीगोयममब्बवी ।।
तओ केसिं बुवंतं तु गायमा इणमब्बधी ॥ ३७ કેશીકુમાર શ્રમણે ગૌતમ પ્રભુને પૂછયું તે શત્રુ ક્યા?—આ રીતે કેશીશ્રમણ વડે પૂછવામાં આવતાં, શ્રી ગૌતમ સ્વામી જવાબ આપે છે
આપણે શત્રુઓ વચ્ચે ઘેરાયેલા છીએ. આ બધા શત્રુઓ શરીરને હાનિ પહોંચાડતા જણાતાં નથી. આત્મા ઉપર તેમના અનવરત પ્રહારે ચાલુ છે. તે શત્રુઓ અને તેમની શકિતઓને જે યથાર્થ રીતે ઓળખી લેવામાં ન આવે તે આપણે તેના વશવર્તી અને શિકાર બની જઈએ. પરંતુ આપણે તેમને યથાર્થ રીતે ઓળખી લઈએ તે શત્રુઓને હાંકી કાઢવાનું કામ ડાબા હાથનું બની જાય.