________________
૪૦૪: ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વારા
અનુગામી ઃ સૂર્યના પ્રકાશની માફક પિતાના ઉત્પત્તિ ક્ષેત્રથી અન્યત્ર પણ સાથે જનારું અવધિજ્ઞાન અનુગામિક અવધિજ્ઞાન કહેવાય છે. પિતાના ઉત્પત્તિ સ્થાન પર જ વિષયને બોધ કરાવનારૂં અને અન્યત્ર ન કરાવનારૂં જ્ઞાન અનાનુગામિક અવધિજ્ઞાન કહેવાય છે. જેમકે, પ્રશ્નાદેશ પુરુષનું જ્ઞાન પ્રશ્નાદેશ પુરુષ કઈ ખાસ સ્થાન પર જ પૂછેલા પ્રશ્નને સાચે જવાબ આપી શકે છે; પરંતુ બીજા સ્થાને પર આપી શક્તિ નથી. તેવી જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ જ્ઞાનત્પત્તિના સ્થાન પર જ્ઞાન કરાવે છે, અન્યત્ર નહિ. જે જ્ઞાન પિતાના ઉત્પત્તિ ક્ષેત્રથી ક્રમશઃ પદાર્થોને જાણતું અને વધતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન છે. અરણિક નામના બે કાઠેને ઘસવાથી ઉત્પન્ન થએલે અગ્નિ બળતણને સંગ મળતાં જેમ વર્ધમાન થાય છે, તેવી રીતે જે અવધિજ્ઞાન પરમ શુભ અધ્યવસાયના નિમિત્ત પામી વધતું જાય છે તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. સળગતા અગ્નિમાંથી બળતણ કાઢી નાખતાં જેમ અગ્નિ મંદ, મંદતર અને મંદતમ થતું જાય છે તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિ સમયે જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરતું હતું, તે ક્રમશઃ હીન હીનતર અને હીનતમ થતું જાય, તે હીયમાન અવધિજ્ઞાન છે. જેમ જળમાં ઉત્પન્ન થએલા તરંગ સમૂળ વિનષ્ટ થઈ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિ પછી સમૂળ નષ્ટ થઈ જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન છે. જેમ પુરુષવેદ (પુરુષ ચિહન) જ્યાં સુધી પુરુષ પર્યાય રહે છે ત્યાં સુધી ટકી રહે છે તેમ જ અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અથવા યાજજીવન ટકી રહે છે તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
મન:પર્યવજ્ઞાન : મન માત્ર સાક્ષાત્કારિ મન પર્વવજ્ઞાન- ઇન્દ્રિયાદિકની સહાયતા વગર મનને સાક્ષાત્ કરનારું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. મન:પર્યવજ્ઞાન મનની પર્યાને ચિંતનીય પદાર્થના નિમિત્તથી ઉત્પન્ન થનારી આકૃતિઓ, અવસ્થાઓ, પરિણામોને પ્રત્યક્ષરૂપે જાણવામાં સમર્થ છે. મનમાં જે બાહ્ય પદાર્થોનું ચિંતન કરાય છે તે પદાર્થો અનુમાનથી જ જણાય છે. મન:પર્યવજ્ઞાની આવી જાતનું અનુમાન કરે છે કે “અમુક પદાર્થોનું ચિંતન કર્યા વગર મનની અમુક આકૃતિઓ થઈ શકે નહિ.” આવી જાતની અન્યથાનુપપત્તિથી તે બાહ્ય ઘટ-પટાદિ પદાર્થોને જાણી લે છે.
મન:પર્યવસાન બે પ્રકારનું છે (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ. અજુ એટલે સામાન્ય અને સામાન્યને ગ્રહણ કરનારી મતિ તે ત્રાજુમતિ. સામાન્ય અર્થ દર્શન અભિપ્રેત નથી. સામાન્ય એટલે વિપુલમતિની અપેક્ષાએ થેડા વિશેષ ધર્મો ઈષ્ટ છે. અન્યથા જો બાજુમતિ વિશેષ ધર્મને ન જાણે અને માત્ર સામાન્યને જ જાણે છે તે મનઃપર્યવ દર્શન થઈ જશે.
વિપુલમતિઃ ઘણા વિશે જાણનારી મતિને વિપુલમતિ કહેવાય છે. જુમતિથી માત્ર એટલી જ પ્રતીતિ થાય છે કે એણે ઘટનું ચિંતન કર્યું છે. પરંતુ વિપુલમતિથી તેજ ઘટ સેંકડો પર્યાયે સહિત જણાય છે. અભિપ્રાય આ છે કે જજુમતિ મનની ચૂલ પર્યાયને પ્રત્યક્ષ કરે છે