________________
પ્રમાણવાદના વિજય : ૩૯૭ વિશેષતા આપણી દૃષ્ટિમાં ભલે ન આવે, પણ તેટલા માત્રથી તેને અજ્ઞાન માની શકાય નહિ. શ્રી હેમસૂરિએ એને પ્રમાણ માનેલ છે જ્યારે માણિકયની અને અન્ય પશ્ચાદ્વી જૈનાચાર્યોએ એને અપ્રમાણ માનેલ છે. માણિકયનદીનું ‘પૂર્વીય વ્યવસાયારમ` જ્ઞાન' પ્રમાળમ્'—આ સૂત્ર અકલંક દેવની નિમ્નકારિકાના આધારે નિર્મિત થએલુ છે–
व्यवसायात्मकंज्ञानमात्मार्थग्राहक' ग्रहण निर्णयस्तेन मुख्यं प्रामाण्यमश्नुते ॥
મતમ્ ।
માણિકયનદીના સૂત્રમાં પ્રમાણને અપૂર્વાગ્રાહી માની ધારાવાહિક જ્ઞાનને અપ્રમાણ માનેલ છે. પરંતુ અકલંક દેવના પ્રમાણના લક્ષણમાં અપૂર્વાગ્રાહી વિશેષણ આપવામાં આવ્યું નથી. તે પૂર્વેના કોઈ જૈનાચાર્ય)એ પણ આવા વિશેષણના ઉલ્લેખ કર્યો નથી.
વિદ્યાની તેા લખે છેઃ
तत्त्वार्थ व्यवसायात्मज्ञानंमानमितीयता । लक्षणेन गतार्थत्वाद् व्यर्थमन्यद् विशेषणम् ॥
गृहीतमगृहीत वा स्वार्थ यदि व्यवस्यति । तन्न लोके न शास्त्रेषु विजहाति प्रमाणताम् ॥
અર્થાત્ વાસ્તવિક અને જાણનારૂ જ્ઞાન પ્રમાણુ છે. પ્રમાણુનાં લક્ષણમાં ખીજા વિશેષણા મૂકવાની જરૂર નથી. ભલે તે ગૃહીત હોય કે અગૃહીત, જે પોતાના અને જાણે છે તે પ્રમાણુ છે. આના હું તો બહુ સંક્ષેપમાં ઉલ્લેખ કરી રહ્યો છું. આ વિષે વિદ્વાનાએ વધારે ગંભીરતાપૂર્વ કે વિચાર કરવા જોઇએ.
આટલું સમજ્યા પછી આ શંકા થવા સંભવ છે કે, જ્યારે પ્રમાણુને જ્ઞાનસ્વરૂપ માનવામાં આવ્યુ છે ત્યારે જ્ઞાન અને પ્રમાણમાં કાંઈ અંતર છે કે નહિ ?
આ તે સીધી અને કહેવાઈ ગએલી વાત છે કે, જ્ઞાન સાચું પણુ હાય છે અને ખાટુ પણ હેાય છે. સાચું જ્ઞાન પ્રમાણ કહેવાય છે અને ખાટુ' જ્ઞાન પ્રમાણ ગણાતું નથી. એટલે એટલુ તા સ્પષ્ટ છે કે જ્ઞાન વ્યાપક (વધારે ક્ષેત્રમાં રહેનારૂ) અને પ્રમાણ વ્યાખ્ય—અલ્પદેશમાં રહેનારૂ છે. આ રીતે પ્રમાણ અને જ્ઞાનમાં વ્યાખ્ય—બ્યાપક સબંધ છે. આ જ જાતને! વ્યાપ્ય– વ્યાપક સબંધ જ્ઞપ્તિ અને પ્રમિતિમાં, જ્ઞેય અને પ્રમેયમાં અને જ્ઞાતા અને પ્રમાતામાં પણ છે. જ્ઞપ્તિ, જ્ઞેય, અને જ્ઞાતા સમ્યક્ અને મિથ્યા અને હાઈ શકે છે એટલે વ્યાપક છે; પ્રમિતિ, પ્રમેય અને પ્રમાતા સાચાં જ હાય છે એટલે વ્યાપ્ય છે.
હવે પ્રમિતિ, પ્રમાતા અને પ્રમેયનુ સ્વરૂપ પણ સમજવા જેવું છે. પ્રમાણુ વડે જે જાણવારૂપ ક્રિયા થાય છે તે પ્રમિતિ અથવા પ્રમાણ કહેવાય છે. પ્રમિતિ પ્રમાણુ વડે ઉત્પન્ન થાય છે એટલે પ્રમાણનું સાક્ષાત્ ફળ પ્રમિતિ છે. આવું જ ખીજું નામ અજ્ઞાન નિવૃત્તિ પણ છે. ત્યાર