________________
૩૯૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
भावप्रमेयापेक्षायां प्रमाणाभास निवः ।
बहिः प्रमेयापेक्षायां प्रमाण तन्निम च ते ॥ જ્ઞાનમાં પ્રામાણ્ય અથવા અપ્રામાણ્ય પદાર્થના સાચાપણું અને બટાપણ ઉપર આધારિત છે. જેમકે, સાપમાં દેરડાનું જ્ઞાન થવું એ મિથ્યાજ્ઞાન છે. કારણ કે આ જ્ઞાનને વિષય દોરડું છે, જે મિથ્યા છે. આ જ્ઞાનના આધારે જે દેરડાને લેવા જઈશું તે ત્યાં દેરડાને બદલે સાપ મળશે. અત્રે દેરડાનું અસ્તિત્વ તે મિથ્યા છે. પરંતુ જ્ઞાનનું અસ્તિત્વ મિથ્યા નથી. એટલે આ મિથ્યાજ્ઞાન હોવા છતાં પણ સ્વપરિચ્છેદક–સ્વવ્યવસાયાત્મક છે અને તે સાચું છે.
વળી પ્રશ્ન થાય કે, જે મિથ્યાજ્ઞાનના સ્વપરિચ્છેદને પણ સાચું માનવામાં આવે તે તે મિથ્યાજ્ઞાન કેમ કહેવાય? આ પ્રશ્નના ઉત્તરમાં હું પહેલાં જ કહી ગયો છું કે- “જ્ઞાનસ્થ પ્રમાણમાં મgિ afથfક્ષચૈવ ન થurvસયા' જ્ઞાન વિષયની અપેક્ષાથી મિથ્યા થાય છે, પણ સ્વરૂપને જાણવાની અપેક્ષાથી નહિ. સંશયજ્ઞાન પ્રમાણ નથી કારણ એમાં પદાર્થની યથાર્થ પ્રતીતિ થતી નથી. પરંતુ આપણને સંશયને જે અનુભવ થાય છે તે તે પ્રમાણ જ છે. કારણ સંશયને અનુભવ મિથ્યા થતું નથી.
પ્રમાણુનું સ્વરૂપ સમજ્યા પછી પણ આ શંકા તે થાય જ છે કે જાણેલા પદાર્થને ફરી જાણનારૂં જ્ઞાન પ્રમાણ છે કે નહિ?
યાદ રાખજો કે જાણેલા જ્ઞાનને ફરી જાણવામાં કાંઈક વિશેષતા અથવા ન્યૂનાધિતા આવી જ જાય છે, તેથી તે જ્ઞાન નિરર્થક થતું નથી. આવું જ્ઞાન ધારાવાહિક જ્ઞાનના નામથી ઓળખાય છે. કેઈ વિદ્યાર્થી એક જ પાઠને વારંવાર જ્યારે યાદ કરે છે ત્યારે તે જ્ઞાનની વિશેષતા ભલે આપણને દષ્ટિગોચર ન થાય, પરંતુ તેની વિશેષતાનું ફળ ધારણની પ્રબળતા તે દેખાય જ છે.
ધારાવાહિક જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાના સંબંધમાં અનેક શંકાઓ છે. તે નિરર્થક હોવાથી એટલે કે જાણેલાને જાણવામાં કઈ લાભ, ફળ કે વિશેષતા ન હોવાથી, તે અપ્રમાણ કહેવાય છે. પરંતુ ધારાવાહિક જ્ઞાન નિરર્થક નથી. પ્રથમ સમયનું જ્ઞાન પ્રથમ સમયવર્તી અજ્ઞાનને દૂર કરે છે તે બીજા સમયનું જ્ઞાન દ્વિતીય સમયવર્તી અજ્ઞાનને દૂર કરે છે. આવી સ્થિતિમાં પ્રથમ સમયના જ્ઞાનને પ્રમાણ માનવું અને દ્વિતીય સમયના જ્ઞાનને અપ્રમાણ માનવું એ યુકિતસંગત નથી. આપણે ત્યાં તે પ્રમાણની સાથે પ્રમિતિનું હોવું અનિવાર્ય છે, કારણ પ્રમાણે કરણું છે. આજ રીતે જ્ઞાનની સાથે જ્ઞપ્તિનું હોવું પણ અનિવાર્ય છે, કારણ જ્ઞાન કરણ છે. પ્રમિતિ ન જન્મે તે પ્રમાણુની સત્તા ન મનાય, તેમજ જે જ્ઞપ્તિ ઉત્પન્ન ન થાય તે જ્ઞાનની સત્તા પણ ન મનાય. ધારાવાહિક જ્ઞાનમાં પણ જે જ્ઞપ્તિ ન જન્મતી હોય તે તે જ્ઞાન કહી શકાય નહિ અને જે ધારાવાહિક જ્ઞાનમાં જ્ઞપ્તિ જન્મતી હોય તે તે જ્ઞપ્તિ જ અજ્ઞાનની નિવૃત્તિ છે. માટે ધારાવાહિક જ્ઞાન નિરર્થક કહી શકાય નહિ. આ રીતે ધારાવાહિક જ્ઞાનના વિષયની