________________
૩૯૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યા દ્વાર પછી જે પ્રમાણનું ફળ હાન બુદ્ધિ (ત્યાગ-દ્વેષ), ઉપાદાન બુદ્ધિ (ગ્રહણ–રાગ) અને ઉપેક્ષા બુદ્ધિ (રાગ અને દ્વેષ બંનેનું ન હોવું) પણ મનાય છે. તે ફળોને વિચાર કરવાથી, તે આત્માથી કથંચિત્ અભિન્ન દેખાય છે. એટલે જૈનદર્શનમાં પ્રમાણ અને ફળને અભિન્ન સ્વીકારેલ છે. જે તેમને સર્વથા અભિન્ન માની લેવામાં આવે તે પ્રમાણ અને ફળ એવા ભિન્ન ભિન્ન નામ અને ભિન્ન ભિન્ન લક્ષણો સંભવી શકશે નહિ. એટલે પ્રમાણુથી પ્રમાણેનું ફળ “મામિન fમજ ર’ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન માનેલ છે. પ્રમાણ વડે જે પદાર્થ જણાય તે પ્રમેય કહેવાય છે. પ્રમાણને આધાર અથવા કર્તા પ્રમાતા કહેવાય છે.
જૈન દર્શનમાં પ્રમેય-પ્રમાણને વિષય સામાન્ય વિશેષાત્મક માનવામાં આવેલ છે. “નામાર્થે વિરોઘારમાં તર વિષયઃ ” કારણ વસ્તુ માત્ર સામાન્ય - વિશેષાત્મક છે. જેમ પ્રત્યેક માણસ ખાસ ગુણો અને આકારોને રાખે છે છતાં તેનામાં એવી પણ કાંઈક સમાનતા છે કે જેના વડે બધા મનુષ્ય એક જ મનુષ્યજાતિમાં સમાવિષ્ટ થઈ જાય છે. જ્યારે આપણે કઈ પણ વ્યકિતને
ઈશું તે તેનામાં બીજાથી કાંઈક વિશેષતા અથવા બીજા સાથેની કાંઈક સમાનતા અવશ્ય જેવા મળશે જ, સમાનતાને છોડી વિશેષતાને અને વિશેષતાને છોડી સમાનતાને વિષય કરી શકાય નહિ.
તમે પૂછશે કે પ્રમાણમાં સત્યતા શું છે? વળી તે સત્યતા સ્વયંભૂ હોય છે કે તેના માટે અન્ય કારણોની અપેક્ષા રહે છે?
તેને જવાબ આ પ્રમાણે છે. પ્રમાણ વડે જે વસ્તુ જેવી હોય છે તેવી જ તે જણાય છે અને તે જ પ્રમાણનું પ્રામાણ્ય છે. આ સત્યતા માટે ચેડા વિશેષ ગુણની જરૂર પડે છે. જ્યારે પ્રમાણમાં જ્ઞાનથી કાંઈક વિશેષતા છે, ત્યારે જ્ઞાનનાં કારણેથી પ્રમાણનાં કારણોમાં પણ કાંઈક વિશેષતા રહે જ. વિશેષતા માત્ર પ્રમાણમાં જ નહિ, અપ્રમાણમાં પણ હોય છે. જ્ઞાન એક સામાન્ય વસ્તુ છે. સમ્યજ્ઞાન તથા મિથ્યાજ્ઞાન આ બંને તેની વિશેષ અવસ્થાઓ છે. આ વિશેષ અવસ્થાઓ માટે વિશેષ કારની અપેક્ષા હોય છે. જેમ લાકડાથી ટેબલ બનાવવામાં વિશેષ કારણેની આવશ્યકતા છે તે ખુરસી બનાવવામાં બીજા વિશેષ કારણેની આવશ્યકતા રહે છે. આ રીતે સારી અને નરસી વસ્તુઓ બનાવવામાં વિશેષ કારણની જરૂર રહેશે જ. વિશેષ કારણોની અપેક્ષા હોવાથી જ પ્રમાણની ઉત્પત્તિ પરતઃ મનાય છે. જ્ઞાનની સામાન્ય સામગ્રીથી કાંઈક વધારે સામગ્રીની જરૂરિયાત જ પ્રમાણનું પરતત્વ છે, અને વધારે સામગ્રીથી નિરપેક્ષ સામાન્ય સામગ્રીથી ઉત્પત્તિ એ જ પ્રામાણ્યનું સ્વતત્ત્વ છે. પ્રામા ચ સર્વત ઉત્પત્તિરિત જ્ઞાન સામાન્યસામગજપ ” ઉપર્યુકત કારણોથી જૈન દાર્શનિક વિદ્વાને પ્રમાણ અને અપ્રમાણની ઉત્પત્તિ સ્વતઃ માનતા નથી.
પ્રમાણુના સંબંધમાં આટલું સમજી લીધા પછી પણ એ પ્રશ્ન તે ઊભે જ રહે છે કે પ્રમાણની જ્ઞપ્તિ કેમ થાય છે? અર્થાત્ આપણને કેમ ખબર પડે કે આપણને જે જ્ઞાન થયું છે તે સાચું જ્ઞાન થયું છે?