________________
જીવનનાં ધ્રુવ સત્ય : ૧૪૭ પરિવર્તનશીલ પરિસ્થિતિમાં ચોક્કસ નિર્ણય કેમ કરી શકાય કે કોણ મિત્ર છે, અને કેણ શત્રુ છે? જે આજે મિત્ર છે, તે આવતી કાલે શત્રુ પણ બની શકે છે અને જે આજે શત્રુ છે, તે સમય જતાં મિત્ર પણ થઈ શકે છે. ક્ષણને પણ વિશ્વાસ નથી. આવતી કાલની કશી જ સુનિશ્ચિતતા નથી. ક્ષણ બદલાય એટલે બધું બદલાય.
આ સત્યને સમજવા માટે મહાભારત તરફ સૂક્ષમતા અને ગંભીરતાપૂર્વક દષ્ટિપાત કરીએ. મહાભારતના આ યુદ્ધમાં કુરુક્ષેત્રની ભૂમિ પર મિત્રો, સ્વજને, ગુરુ અને શિષ્ય બધા એક બીજાની સામે ઊભા છે. દ્રોણાચાર્ય પાસેથી જેણે ધનુર્વિદ્યામાં કુશળતા મેળવી છે એ અર્જુન પણ એ જ ધનુષ અને એ જ બાણને લઈને તેમની સામે ઊભે છે. ભીષ્મ કે જેઓ પિતામહ છે, ધર્માવતાર છે, જેમની પાસેથી જીવન અને ધર્મનાં તો ડગલે ને પગલે મેળવ્યાં છે, તેમને જ હણવા માટેની પાંડવ પક્ષની તત્પરતા છે. જીવનમાં કશું જ સુનિશ્ચિત નથી એ સત્યનું મહાભારત આપણને અહીં સ્પષ્ટ દર્શન કરાવે છે. દરેક વસ્તુ બદલતી અને પરિવર્તન પામતી રહે છે. જે કાલે ભાઈ ભાઈ હતા તે આજે શત્રુઓ બન્યા છે. જે ગઈ કાલના મિત્ર હતા તે આજે સામે પક્ષે શત્રુ બની લડવા અને એકબીજાને કાપી નાખવા તૈયાર થયા છે. જે ગઈ કાલ સુધી ગુરુ હતા, જેમનાં ચરણોની રજ માથે ચઢાવી ધન્યતા અનુભવાતી હતી, જેમની સેવા આંતરિક ઐશ્વર્યની ઉપલબ્ધિ માટે મેવા હતી, આજે તેમની જ સાથે લડવામાં કર્તવ્યનાં પાલનને સંતેષ દેખાય છે. એટલે જ હું કહું છું કે સામાન્ય અંદગી સંજોગો અને પરિસ્થિતિઓની વશવર્તી છે.
મહાભારતની ઉપર્યુક્ત ભૂમિકા જેમ અવનવી વિચિત્રતા અને આશ્ચર્યથી ભરેલી છે, તેમ એનાથી પણ હેરત પમાડે એવી બીજી અનેક વાતો તેમાં છે. એટલે મહાભારત હિન્દુ સંસ્કૃતિને સર્વાગ પરિપૂર્ણ અને પરમ અદ્ભુત મહાગ્રંથ ગણાય છે.
આ મહાભારતમાં આશ્ચર્ય ઉપજાવનારી વાત તો એ છે કે, કાર અને પાંડેના બંને પક્ષે, સાંજ સુધી એકબીજાનાં માથાં ઊતારી લેવાનાં ભયંકર યુદ્ધમાં સમગ્રતાથી પડયા હોય છે, અને સૂર્યાસ્ત થતાં, બંને પક્ષના લેકે એકબીજાની છાવણીમાં, એકબીજાના કુશળક્ષેમ પૂછવા જાય છે કે જેમની સાથે દિનભર તેમણે ખૂનખાર જંગ ખેલ્ય છે
આ યુદ્ધ ઇમાનદારીનું યુદ્ધ હતું. આ લડાઈમાં દગો ફટક, કે બેઈમાનીને કયાંય અવકાશ રહેતો. યુદ્ધનાં મેદાનમાં ચાહે દ્રોણાચાર્ય જેવા ગુરુ સામે આવે કે ભીષ્મ પિતામહ જેવા ધર્માવતાર, પણ શસ્ત્ર ઉપાડવું એ જ ધર્મ બની રહે અને સાંજે યુદ્ધ પૂરું થતાં સૌ વૈરવૃત્તિને ભૂલી પણ જતા. ભીષ્મ અને દ્રોણ જેવી વ્યક્તિના નિધન ઉપર સાથે મળીને શેક મનાવવામાં પણ તેમને કશી જ અડચણ આવતી નહિ. આ હતે એ સમયના યુદ્ધને મિત્રતાભર્યો વ્યવહાર !