________________
અમરતાને રાજમાર્ગ : ૨૬૧
શરીર અને પદાર્થોને સ્વભાવ અધે દિશામાં ગતિ કરવાને છે પરંતુ ચેતનાનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાને છે. તે ઉપર, ઉપર અને ઉપર જ જાય છે.
અમરતાના રાજમાર્ગ સંબંધની ઊર્ધ્વગામી વાતે ઘણી માર્મિક અને ગંભીર છે. ગંભીર વાત સાંભળવા તમે બહુ ટેવાયેલા નથી, એટલે હવે એક નાજુક વાર્તા આજ સંબંધમાં કહી બતાવું છું.
એક નિર્મોહી નામની નગરી હતી. તેના રાજાનું નામ પણ નિર્મોહી હતું. માત્ર નામ માત્રથી જ નગરી નિર્મોહી નહતી, તે રીના નાગરિકે અને આ પરિવાર પણ મહિના સંસ્પર્શથી શૂન્ય હતે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંતુલન ટકાવી રાખવાની તેમની શક્તિ આશ્ચર્ય પમાડે એવી હતી. આ રાજાને એકજ દીકરે હતું. તેનું નામ શ્યામ હતું. આ રાજકુમારનાં લગ્ન પણ સારા એવા રાજપરિવારમાં થયા હતા. આવી નગરી અને આ રાજા જ્યાં હોય ત્યાં પ્રજાનાં સંરક્ષણ અને પાલનના સંબંધમાં તે ભાગ્યે જ કાંઈ કહેવા જેવું રહે!
એક વખત રાજકુમાર શ્યામ વન વિહાર માટે રાજધાનીથી દૂર નીકળી ગયે હમણાંજ આવી જઈશું એવી કલ્પનામાં માર્ગ ભૂલી જતાં, પાછા ફરતાં તેને ભારે વિલંબ થયે. જંગલના અટપટા માર્ગો હતા. રાજમાર્ગોથી ટેવાએલા આ રાજકુમાર માટે એ અટપટા માર્ગોએ મુશ્કેલી ઊભી કરી. માર્ગ ભૂલી જતાં અને પાણીની આકરી તરસ લાગતાં, તે જંગલમાં એક ઋષિના આશ્રમમાં પહોંચી ગયે. આશ્રમના અધિપતિએ આગંતુકનું સ્વાગત કર્યું અને પૂછયું: “તમે કેણુ છે ? અને કયાં છે ?” રાજકુમાર શ્યામે શાંત દિલે જવાબ આપેઃ “હું નિર્મોહી રાજાનો પુત્ર શ્યામ છું.” ત્રાષિએ વિચાર કર્યો તેમને થયું કે, રાજવૈભવની મોજ માણનાર વળી નિર્મોહી હોઈ શકે ખરો ? ખરેખર નામ જ નિર્મોહી છે કે સ્વભાવથી પણ તે નિર્મોહી છે, તેની પરીક્ષા કરવી અનિવાર્ય છે. એટલે એક પિટલીમાં રાખ બાંધી, નિર્મોહી નગરીના રાજા નિર્મોહીને મળવા અને એની મહાતીત સ્થિતિને અભ્યાસ કરવા તેઓ આશ્રમમાંથી રવાના થયા. કમશઃ ચાલતા તે દરબારમાં પહોંચ્યા. ત્યાં દરવાજે એક દાસી ઊભી હતી. તેને ઉદેશીને ઋષિએ કહ્યું: “તમારા રાજકુમાર શ્યામને સિંહે ફાડી નાખે છે.”
तू सुन चेरी श्यामकी बात सुनाव तोहि ।
कुंवर विनास्या सिंहने आसन परयो मोहि ।। પિતાના સ્વામીના રાજકુમારના મૃત્યુના સમાચાર જેવા તેવાની પાસેથી નહિ, પરંતુ એક ઋષિને મોઢેથી સાંભળ્યા છતાં તેને કશે જ આંચકે ન લાગે. હિમ્મત અને સમજણપૂર્વક તેણુએ ઋષિએ આપેલા આ દુઃખદ સમાચારને આ રીતે જવાબ વાળે :
ना मैं चेरी श्यामकी नहि कोई मेरा श्याम । प्रारब्ध वश मेल यह सुनो ऋषि अमिराम ॥