________________
ભગવાન મહાવીર ઃ ૨૭૯
- આ બનાવે વિશ્વતિના સંસાર વિષયક રાગને ઉડાડી દીધું. તેમણે આર્ય સંભૂતિ સ્થવિર પાસે સંયમ સ્વીકાર્યો અને ઉત્કૃષ્ટતમ તધર્મની પરમ આરાધનાથી પરમ લબ્ધિઓ મેળવી.
એક વખત વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ મથુરા પધાર્યા. રાજકુમાર વિશાખાનંદી પણ રાજકન્યાઓ સાથે વિહાર કરવા ત્યાં આવ્યું હતું અને રાજમાર્ગના રાજમહેલમાં રોકાયો. એકાએક વિશાખાનંદી રાજકુમારની દષ્ટિ મુનિ વિભૂતિ ઉપર પડી અને ઈર્ષ્યાને અગ્નિ ક્રોધ ને તિરસ્કારના રૂપમાં ભભૂકી ઊઠશે. મુનિ તપશ્ચર્યાથી ક્ષીણુકાય બની ગયા હતા એટલે તરત જ વિયાયેલ ગાયના સાધારણ ધક્કાથી ગેકું ખાઈ ગબડી પડ્યા. ઉપહાસ માટે આ પ્રસંગ વિશાખાનંદીને હાથ લાગી ગયે. તેમણે હસતાં હસતાં કહ્યું: “કોઠાના વૃક્ષને મુક મારી બધાં ફળોને ટપટપ નીચાં પાડી દેનાર કેવા પરાક્રમી કે ગાયના ધક્કાથી પણ ગબડી જાય છે! એમ કહી તે ખડખડાટ હસી પડશે. આ સાંભળી વિશ્વતિ અણગાર આવેશમાં આવી ગયા. ગાયનાં શિંગડાને પકડીને ચક્રની માફક ફેરવીને, ગાયને આકાશમાં ઊછાળતાં તેમણે કહ્યું શું દુર્બળ સિંહ શિયાળથી પણ ઊતરતે હોય છે? આ દુરાત્મા આજે પણ મારા તરફ ભારે દુર્ભાવ ધરાવે છે. એટલે મારાં તપ, જપ, બ્રહ્મચર્યનું જે કંઈ ફળ હોય તે આગામી ભવમાં હું અપરિમિત બળવાળો બનું. આમ નિયાણું કરી આચના કર્યા વગર તેમણે આયુષ્ય પૂર્ણ કર્યું. ૧૭. મહાશુક દેવલોક :
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી નયસારને મુનિ વિશ્વભૂતિરૂપ છવ મહાશુક કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયો. ૧૮. ત્રિપૃષ્ઠ વાસુદેવ :
- દેવલેકમાંથી આવી પિતનપુર નામના નગરમાં પ્રજાપતિ નામના રાજાને ત્યાં રાણી મૃગાવતીની કુક્ષિમાં જન્મ લીધે. દેવના ભવથી ચવેલ વિશ્વભૂતિને આત્મા જે અવતર્યો કે કે રાણી મૃગાવતીને સુંદર સાત સપનાં આવ્યાં. આ સપનાં વાસુદેવના અવતરણના સૂચક હતાં. કારણ ચૌદ તેજસ્વી સપનાં તીર્થકરની માતા જુએ છે. તે જ સપનાં જરા ઝાંખા ચક્રવર્તીની માતાને આવે છે અને વાસુદેવની માતા સાત સપનાં જોઈ પ્રબુદ્ધ થાય છે.
વિશ્વભૂતિને આ આત્મા જ્યારે જન્મે ત્યારે વાંસામાં ત્રણ પાંસળીઓ હતી, એટલે એનું નામ ત્રિપૃષ્ઠ રાખવામાં આવ્યું. ત્રિપૃષ્ઠ રાજકુમારના પિતા પ્રજાપતિ અશ્વગ્રીવ-પ્રતિ વાસુદેવના અધીનસ્થ માંડલિક રાજા હતા.
એક દિવસે અશ્વગ્રીવ-પ્રતિવાસુદેવે એક જતિષીને પૂછયું કે મારું મૃત્યુ કેમ થશે ? તિષીએ ગણિત ગણી જણાવ્યું કે જે તમારા દૂતનું અપમાન કરશે અને તું ગિરિના કેસરીસિંહનું વિદારણ કરેશે, તેના હાથે તમારું મૃત્યુ થશે. તે સાંભળી અશ્વગ્રીવ સચિંત બન્યો.