________________
આપણાં શાસ્ત્રા : ૩૩૫
સમર્પિત હેાય તે માણુસ બધાં કર્મ કરવા છતાં અદૃષ્ટ અને અલિપ્ત હાય છે. ઉપનિષદ્ કહે છે.
कुर्वन्नेवेह कमणि जिजीविषेच्छ સમઃ | अव त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ||
કના ભાર ઉપાડયા વગર તેમજ કતૃત્વના ભાવથી શૂન્ય, નિરRsકાર થઇ, આલેાકમાં ક કરતાં પૂર્ણ આયુષ્ય જીવવાની ઇચ્છા રાખે છે.
આ રીતે મનુષ્યત્વનું અભિમાન રાખનારા ! તારે માટે કનો લેપ ન લાગે તે માટેના આ સિવાય બીજે કેાઇ માર્ગ નથી. આજના આખા પ્રવચનની આ નિષ્પત્તિ છે.
આપણાં શાસ્ત્ર
આપણા વ્યકિતત્વમાં ધારવાળી તીક્ષ્ણ અણીએ છે. તે અણીએ
આપણા સંબંધમાં આવતી વ્યક્તિઓને ખૂંચ્યા કરે છે. આપણામાં રહેલી તીક્ષ્ણ અણીની તીક્ષ્ણતાને લઈને જ આપણે બીજાને ખૂંચીએ છીએ. પરંતુ વિચિત્રતા છે કે આપણાં વ્યક્તિત્વની ધારવાળી અણી બીજાને આઘાત પહેાંચાડી રહી છે તેની આપણને કાઇ જ ખખર હાતી નથી. તે તરફ આપણી જાણ્યે-અજાણ્યે ઉપેક્ષા પણ રહેતી હૈાય છે. બીજાની ધારદાર અણી જ્યારે આપણને સ્પર્શે છે ત્યારે આપણા ઉપર તેની ભારે અસર થાય છે. આપણાં વ્યક્તિત્વને તે તરત ખેંચવા લાગે છે. રા જેવા તીક્ષ્ણ શસ્રાને પાતાની તીક્ષ્ણ અણીઓને ખ્યાલ હાતા નથી, તેને ખ્યાલ તે જેના શરીરમાં તે પ્રવેશે છે તેને જ આવે છે.
આ જ કારણે માણસ પેાતાને વિષે ભારે ભ્રાંતિમાં રહેતા હોય છે. જગતમાં બધા કલાનુ મૂળ જ એ છે કે, દરેકને પોતાની તીક્ષ્ણ અણીની માહિતી હોતી નથી અને બીજાની અણીના તે બરાબર ખ્યાલ રાખે છે. એટલે બીજાની અણીની ઝાટકણી કાઢવામાં માણસ કશી જ કચાશ દાખવતો નથી અને પેાતાની ધારદાર અણી વિષેનું અજ્ઞાન છેડી શકતા નથી.
તાત્પર્ય એ છે કે આપણને આપણી પોતાની અણીએની કશી જ માહિતી નથી. અને બીજાની પ્રતિક્ષણ ખૂંચી રહેલી અણીની ખરાખર માહિતી છે. એટલે જાણ્યે-અજાણ્યે પણ આપણે આપણાં વ્યક્તિત્વની ધારદાર અણીઓને વધારે તીક્ષ્ણ અને તીક્ષ્ણતર બનાવતા જઈએ છીએ અને બીજાની ખૂંચતી અણીએને તેડવાના પ્રયત્ન કરતાં રહીએ છીએ.
જેટલે અંશે આપણે ખીજાની ખૂંચતી અણીઓને તેડવાના પ્રયત્ન કરીએ છીએ તેટલે અંશે આપણે આપણી અણીને વધારે જોરદાર બનાવવી પડે છે. બીજાની અણીએને તાડવી હાય