________________
સ્વયંભૂ પરમતત્ત્વ : ૩૪૫
વસ્તુ રહી નહિ. વીજળીના તારમાં વહેતી વિદ્યુત અને પત્થરમાં સામાન્યતયા ભારે ભેદ દેખાશે. પરંતુ વૈજ્ઞાનિકેની માન્યતા છે કે પદાર્થના તૂટવાથી અંતે તે જ વિદ્યુત મળી આવે છે જે વિદ્યતન તારામાં વહે છે. હીરાશિમા અને નાગાસાકીમાં લાખો માણસોને જે સંહાર થયે તેનું કારણ અણુ વિશ્લેટમાંથી જન્મેલી વિદ્યુત હતી. પદાર્થને વિખંડનથી, એક નાનકડા અણુના વિશ્લેટથી જે શકિત પેદા થઈ તેનું આ પરિણામ હતું. તે કણ વિજળી થઈ ખવાઈ ગયું. જ્યારે વિજ્ઞાન ઊર્જામાંથી પણ ચેતના ઉપર આવી જશે ત્યારે એકજ તત્વ અવશિષ્ટ રહેશે અને તે આત્મતત્વ. આત્મતત્ત્વનું નામ સચ્ચિદાનંદ છે. સને અર્થ થાય છે–જે છે, જે ક્યારેય જન્મતું નથી, જે સદાથી છે. ત્રિકાળમાં પણ જેને અભાવ ન થાય, બધું બદલાય છતાં જે અવશ્ય અવસ્થિત રહે તે. ચિને અર્થ થાય છે ચૈતન્ય. તે માત્ર છે જ એમ નથી પરંતુ તેને ખબર પણ છે કે હું છું. જેમ એક શિલા પડી હોય, તે તેનું અસ્તિત્વ તે હોય પરંતુ તે તે માત્ર અસ્તિત્વ જ છે. જે તે શિલાને એ ખબર પડતી હોય કે “છું” તે તે ચિત પણ કહેવાય. પણ જે ખબર ન પડે તે માત્ર સત્વ જ કહેવાય. ત્રીજો શબ્દ છે આનંદ. માત્ર એટલું જ નથી કે તે આત્મતત્ત્વ છે, એટલું પણ નથી કે તે ચૈતન્ય છે એટલે કે “તે છે અને તેને જ્ઞાન છે કે હું છું એનાથી પણ આગળ તે આનંદતત્વ છે એટલે કે “તે છે, તેને ખબર છે કે હું છું અને તેને એવી અનુભૂતિ છે કે હું આનંદરૂપ છું. આનંદ એ જ મારે સ્વભાવ છે.'
આ આત્મતત્વને સ્વયંભૂ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તેને વિનાશ નથી. કારણ તે અમૃત છે. એ અમૃતત્વ ગુણને સાક્ષાત્ અનુભવ કસ્નારા શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી શ્રાવસ્તી નગરીના તિન્દક ઉદ્યાનમાં એકત્રિત થઈ, શિષ્યની માનસિક આશંકાઓને વિલીન કરવા અને પરમાર્થમાં ઉદ્યમવંત કરવા ધાર્મિક વિચાર વિનિમયને જે શુભ પ્રારંભ થયો છે તેના અનુસંધાનમાંજ હું આગળ બેલી રહ્યો છું. તદનુસાર
साहु गोयम ! पन्नाते छिन्नो मे ससओ इमा।
મન્ના રિ સંતા અન્ન ત છે હજુ સુથમા ! | ૨૪ ચતુર્યામ અને પંચયામ સંબંધેની પ્રરૂપણાની ભિન્નતાનાં કારણોની સૂક્ષ્મતામાં ઊતરી ગૌતમ સ્વામીએ પિતાની પારદર્શી પ્રજ્ઞાથી યુક્તિ અને તર્કસંગત જે સમાધાન કર્યું તે માત્ર તક અને યુકિત સુધી જ સીમિત ન રહ્યું પણ બને બાજુઓના શિષ્ય સમુદાયના હૃદય અને પ્રાણેને પણ સ્પર્શી ગયું. પ્રરૂપણાની જે વિવિધતા દેખાય છે તે સમયની બદલાતી ગતિના કારણે છે. કારણ કાળને અનુસરી લોકો, લોકોના વિચારે અને બાહ્યાચાર તેમજ વેષભૂષા પણ બદલાય છે. ભગવાન મહાવીરે આજના દેશ કાળ પ્રમાણે ધર્મસાધનાનું વિશુદ્ધરૂપ જણાવેલ છે. જો દેશ કાળને અનુસરીને પ્રરૂપણામાં વિવિધતા ન કરાય તે ધર્મ તે કાળના માણસો માટે સર્વગ્રાહી અને ઉપયોગી ન નીવડે. માટે ભગવાન મહાવીરે જે દેશ કાળ મુજબ ભિન્નતા દર્શાવી તે અનિવાર્ય અને ઉપકારક જ છે.