________________
૩૭૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં કાર દ્રવ્યાર્થિનમાં અંતહિત થાય છે અને અશુદ્ધનિશ્ચયનય, કર્મોપાધિસાપેક્ષઅશુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં સમાવિષ્ટ થાય છે. ઉપચરિતસદુભૂતવ્યવહારનય, અશુદ્ધસદ્દભૂત વ્યવહારનયમાં, અનુપરિત ભૂતવ્યવહારનય, શુદ્ધભૂતવ્યવહારનયમાં, ઉપચરિત અને અનુપચરિતઅભૂત વ્યવહારનય, ઉપચરિત વ્યવહારનયમાં સમાવિષ્ટ થાય છે.
આ રીતે સૂક્ષમતાપૂર્વક વિચારીએ તે નાના અસંખ્ય ભેદ થઈ જાય છે. એટલે જ જાવ વવન વિસ્તારના રા'—જેટલી જાતના વચને અથવા વચનના અભિપ્રાય છે તેટલી જ જાતના નયે છે. કઈ પણ વચનને પ્રવેગ કરતી વખતે મુખ્ય વાત આ ધ્યાનમાં રાખવી જોઈએ કે હું કહું છું તેવી જ વસ્તુ નથી; બીજી દષ્ટિથી બીજી જાતની પણ તે છે.
નયના રહસ્યને સમજનાર માણસ ઉદાર અને વિચારસહિષ્ણુ થઈ જાય છે. સામાન્યતયા માણસ પિતાના જ જ્ઞાનને સાચું માને છે. આ રીતે માણસમાં એક જાતની અહંજન્ય સર્વસંમન્યતા છુપાએલી હોય છે. આ માણસ મહા અજ્ઞાની છે. કારણ તેને પિતાની અજ્ઞાનતાને પણ ખ્યાલ નથી. નયદષ્ટિ તેનાં અજ્ઞાનને હટાવે છે, તેનાથી તેને વિવિધ મતે અને વિચારમાં સમન્વય કરવાની યોગ્યતા ઉપલબ્ધ થાય છે તે ઉદાર, સહિષ્ણુ, જિજ્ઞાસુ અને સત્યને સંશોધક બને છે.
શ્રી કેશીકુમાર શર્માણ અને ગૌતમસ્વામી આ રહસ્યને જાણનારા અને સત્યના સંશોધક પવિત્ર કટિના પરમ આત્માઓ છે. એટલે ગૌતમસ્વામી ફરમાવે છે કે, બાહ્ય વેશભૂષા એ તે લોકપ્રતીતિ અને સંયમયાત્રાના નિર્વાહક બાહ્ય, સ્થૂલ અને વ્યવહાર સાધક ચિહન છે. એનાથી આંતરિક ઉપાસનાને બહુ નિકટને સંબંધ નથી. એને પણ એના સ્થાને મહત્ત્વ છે ખરું, પરંતુ એ કાંઈ આત્યંતિક વસ્તુ નથી. નિશ્ચયથી તે પાર્શ્વ પરંપરા અને મહાવીર પરંપરામાં કશું જ ભેદ નથી. જે ભેદ જણાય છે તે તે પરિધિને છે, કેન્દ્રને નહિ.
पच्चयत्थ च लोगस्स नाणाविह विगप्पण।
जत्तत्थ' गहणत्थ च लोगे लिंग पओयण ॥ ३२ અનેક પ્રકારના ઉપકરણની પરિકલ્પના લેકેના વિશ્વાસ માટે છે. તે સંયમ યાત્રાના નિર્વાહ માટે છે અને હું સાધુ છું” એવું સ્મરણ સાધુને પ્રસંગે પાત્ત બની રહે એટલા માટે લેકેમાં તે ચિહ્નરૂપે રખાયાં છે.
નની આવી વિસ્તૃત વ્યાખ્યા કરવાનું પ્રજન એ છે કે તમારી સમજમાં આ બધા વ્યવહારો યથાર્થ રીતે ઊતરે તે શાસ્ત્રોના રહસ્ય સમજવામાં તમને સરળતા રહે. ઘણી વખત માત્ર વેષની પૂજાને સાધુતાની ઉપાસના માની લેવાની ભૂલ પણ થઈ જાય છે. નાનું યથાર્થ જ્ઞાન હોય તે વેશભૂષાને, વેશભૂષાની જગ્યા ઉપર સ્થાન મળે અને નૈઋયિક ચારિત્રને પિતાનું મૂળ સ્થાન પ્રાપ્ત થાય.
– 9 –