________________
નિક્ષેપ ધર્મ : ૩૮૭
યુવરાજને રાજા કહે છે એટલું જ નહિ, પણ તે યુવરાજના દિવંગત થયા પછી તેના મૃતદેહને, તેની નનામીને પણ રાજાના દેહ અને રાજાની નનામી તરીકે ઓળખાવે છે. આ નિક્ષેપ યુવરાજને તે રાજા માને જ છે પરંતુ આત્મશૂન્ય, નિર્જીવ તેના દેહને પણ રાજા તરીકે જ સંબંધે છે. આ નિક્ષેપ આટલેથી પણ અટકતું નથી. એનું ક્ષેત્ર વધારે સૂક્ષ્મ અને વિસ્તીર્ણ છે. તમે કલ્પી ન શકો તેવી આ વાત છે. આ નિક્ષેપ કયારેક જ્ઞાનને પણ રાજા કહી દે છે. તમે પોતે પણ આમ કરે જ છો. તમારા વ્યવહાર પણ દ્રવ્યનિક્ષેપમૂલક હોય છે. પરંતુ દ્રવ્ય નિક્ષેપના
સ્વરૂપની તમને યથાર્થ પ્રતીતિ નથી તેથી દ્રવ્યનિક્ષેપ રૂપે તમારાથી કરાતા વ્યવહારને તમે દ્રવ્યનિક્ષેપ તરીકે ઓળખી શકતા નથી. જ્યારે તમે આનું સુસ્પષ્ટ સ્વરૂપ જાણશે ત્યારે તમે પિતે તમારી અજ્ઞાનતા ઉપર હસશે અને કહેશે કે, એહ ! આવા વ્યવહારે તે અમારે માટે રોજના છે. જુઓ, દ્રવ્યનિક્ષેપ ક્યારેક જ્ઞાનને પણ રાજા કહી આપે છે. જેમકે, “રાજા તો એને હૃદયમાં વસ્યા છે.” ખરેખર તે, હૃદયમાં રાજાનું જ્ઞાન વસ્યું હોય, રાજા નહિ; છતાં દ્રવ્ય નિક્ષેપથી જ્ઞાનને રાજા તરીકે ઓળખવામાં આવેલ છે. આ જ રીતે અન્ય પદાર્થોમાં દ્રવ્યનિક્ષેપની અપેક્ષાથી શબ્દવ્યવહારે થાય છે. આ બધા પ્રભેદને સમાવી લેવા વ્યનિક્ષેપના મુખ્ય બે ભેદ કહેવામાં આવ્યા છે. (૧) આગમ દ્રવ્યનિક્ષેપ અને (૨) ને આગમ દ્રવ્યનિક્ષેપ. આગમ દ્રવ્યનિક્ષેપ
आत्मा तत्प्रामृतज्ञायी यो नामानूपयुक्तधीः ।
सेोऽत्रागमः समान्नातः स्याद् द्रव्य लक्षणान्बयात् ॥ કઈ પણ વસ્તુને જાણનારને તે શબ્દથી ઓળખે તે આગમનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપને સંબંધ ભૂત અને ભવિષ્યત્ સાથે છે. તેથી તે જાણનારને ઉપગ જે તે વસ્તુમાં નહિ હોય તે તે આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાશે. જાણનારને જે ઉપગ પણ વર્તતે હોય, તે ઉપગના કારણે વર્તમાનતા આવી જાય છે. તેથી તે દ્રવ્યનિક્ષેપની મર્યાદાને અતિક્રમી જાય છે અને ભાવનિક્ષેપ બની જાય છે. જો કે આ નિક્ષેપ જ્ઞાનમાં કરાય છે. પરંતુ જ્ઞાની (આત્મા)ને છેડી જ્ઞાનમાં વ્યવહાર કરે મુશ્કેલ છે. એટલે યત્ર, તત્ર, સર્વત્ર જ્ઞાનને વ્યવહાર જ્ઞાનીમાં કરાય છે. અને તે વસ્તુના જ્ઞાતાને તે જ નામથી ઓળખાવાય છે. આ સત્ય જે સમજાઈ જાય તે તરામસિ’–તું બ્રહ્મ છે, “અદૃ ત્રહ્મા”િ—હું બ્રહ્મ છું ઈત્યાદિ વાક્યોનો અર્થ આગમ દ્રવ્યનિક્ષેપ કે આગમ ભાવનિક્ષેપથી કરવામાં આવે, તે અદ્વૈતવાદ જે હિન્દુ ધર્મને એક વિશિષ્ટ અને હૃદયસ્પર્શી વિચારવાદ છે, તે આ બંનેમાં જ સમાઈ જાય છે, તેના પાર્થયને અવકાશ રહેતું નથી.
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીને ઉત્તરાધ્યયનના ૨૩મા અધ્યયનને એ સંવાદ નય, નિક્ષેપ અને સપ્તભંગીનાં વિવેચનની વિશદતામાં ઘણી વખત છૂટી જાય છે. તમને તેમાં વધારે રસ હોય તે સમજી શકાય છે. પરંતુ તે સત્યને યથાર્થ રીતે ઓળખવા માટે ઉપર જણાવેલા