________________
૩૮૬ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વારા છે. સંભવ છે આપણા જેવા મૂર્તિને ન માનનારા, મૂર્તિમાં પ્રભુતાની સ્થાપના જ ન કરે. જે સ્થાપના જ ન કરે તે વળી આદર-અનાદર બુદ્ધિ પણ કેમ કરે ? હાં, જે તે સ્થાપના કરશે તે સ્થાપના સાથે આદર–અનાદર બુદ્ધિ પણ આવશે જ. પાંચ રૂપીઆની નોટને તમે પાંચ રૂપીઆની જેમ જ આદરણીય માને છે કે નહિ? હાં, કઈ ઠેકાણે કેઈ સ્થાપના ન માનવા ઈચ્છે, તે ત્યાં તે ન પણ માને પરંતુ તેથી સ્થાપનાના સમસ્ત વ્યવહાર વિનષ્ટ થતા નથી.
તમે પ્રશ્ન કરશે કે, સ્થાપના તે નામવાળા પદાર્થની કરાય છે અને નામને વ્યવહાર તે ચારે નિક્ષેપથી થાય છે, તે ક્યા નામવાળા પદાર્થની સ્થાપના કરવી જોઈએ?
તેના જવાબમાં જણાવવાનું કે, સ્થાપનાને સંબંધ ચારે જાતના નામની સાથે છે. મહાવીર, રામ, કૃષ્ણ, ક્રાઈસ્ટ આદિની મૂર્તિઓમાં જે સ્થાપના કરાય છે, મહાત્મા ગાંધી, જવાહરલાલ અને સરદાર પટેલનાં જે પૂતળાંએ શહેરની સુધરાઈએ પિતાને ત્યાં જાહેર માર્ગ ઉપર મૂકે છે, તે નામ નિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વ્યક્તિઓની સ્થાપના છે. પાર્શ્વનાથ અથવા મહાવીરની મૂર્તિ તે સ્થાપના છે. તેમના ચિત્રમાં પાર્શ્વનાથ અથવા મહાવીરની સ્થાપના કરવી એ સ્થાપના નિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વસ્તુની સ્થાપના છે. પાર્શ્વનાથની મૂર્તિને સ્થાપના નિક્ષેપથી પાર્શ્વનાથ કહેવાય છે. તે મૂર્તિની સ્થાપનાથી તે મૂર્તિના ચિત્ર (ફટા)ને પણ પાર્શ્વનાથ જ કહેવાય છે. આ કથન સ્થાપના નિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વરંતુની સ્થાપના છે.
દ્રવ્યનિક્ષેપથી યુવરાજને પણ રાજા કહેવાય છે. જે તે યુવરાજની મૂર્તિ કે ફેટાને પણ રાજા કહી દેવામાં આવે તે તે વ્યનિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વ્યકિતની સ્થાપના છે.
ભાવનિક્ષેપથી તે રાજાને જ રાજા કહેવાય છે. તેની સ્થાપના ભાવનિક્ષેપથી રાખવામાં આવેલી વ્યક્તિની સ્થાપના કહેવાય છે. સારાંશ એ કે કઈ પણ નિક્ષેપથી કેઈપણ પદાર્થની સંજ્ઞા મૂકવામાં આવે છે તે તેની સ્થાપના થઈ જાય છે.
દ્રવ્યનિક્ષેપઃ ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સંબંધ રાખનાર નામને પ્રયોગ વત માનમાં કરે તે દ્રવ્યનિક્ષેપ છે. જેમકે, યુવરાજ જે ભવિષ્યમાં રાજા થનાર છે તેને વર્તમાનમાં રાજા કહેવે અથવા ભૂતકાળમાં જે રાજા હતું પરંતુ અત્યારે જે રાજ્ય ભ્રષ્ટ થઈ ગયે છે તેને પણ રાજા કહે-આ દ્રવ્યનિક્ષેપ છે.
આ નિક્ષેપને વિષય બહુ વિરતીર્ણ અને વ્યાપક છે. એટલે આ નિક્ષેપને સમજવામાં જરા ધ્યાનની એકાગ્રતા અને સૂક્ષ્મતા હેવી જરૂરી બની રહેશે. જે સાંભળવામાં તમે જરા પણ બેધ્યાન થયા કે તમારું મન ઉપાશ્રયથી બહાર ચાલ્યું ગયું કે સાંભળવામાંથી જરાપણ ચલિત થયું, તે વસ્તુ ચકાઈ જશે. માટે તમને કાળજી રાખવા સૂચન કરું છું. આ દ્રવ્યનિક્ષેપ,