________________
૩૮૪: મેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
દરેક વ્યકિતનું કંઈક ને કંઈક નામ તે રાખવું જ જોઈએ. એટલે તેનું નામ મહાવીર રાખી દેવામાં આવ્યું. આવા નામ સાથે નામમાં વ્યાપેલા વીરતાદિ ગુણોની કેઈ અપેક્ષા નથી.
આ સાંભળી તમને પ્રશ્ન થશે કે, જે કઈ પુરુષનું મહાવીર નામ રાખવામાં આવે કે જેનામાં વીરતાદિ ગુણો હોય જેમ કે- ભગવાન મહાવીર, તે તેમના નામમાં પણ માત્ર નામ નિક્ષેપ જ માન, કે પછી નામ નિક્ષેપ ઉપરાંત બીજા અર્થને પણ સ્થાન આપવું?
આ શંકા યથાર્થ છે. વસ્તુના સમીચીન સ્વરૂપને સમજવા માટે આવી શંકાઓને જન્મ ઉપકારક બને છે. વળી આ શંકા તે, ઉપરના નામ નિક્ષેપના સ્વરૂપને સાંભળીને, દરેકને થાય તેવી જ છે. વળી તેને જવાબ પણ સમજવા જેવું છે. વધુમાં ગુણે ભલે હોય, પરંતુ
જ્યાં સુધી ગુણોને અનુલક્ષી શબ્દવ્યવહાર ન કરાય ત્યાં સુધી તે તે નામ નિક્ષેપ જ ગણાય. જે “મહાવીર’ નામ ગુણની અપેક્ષાથી રાખવામાં આવે, તે વિશિષ્ટ વીરતાના ગુણથી સમન્વિત બધી વ્યક્તિનું નામ મહાવીર રાખવું પડે. આવી સ્થિતિમાં નામ નિક્ષેપની ઉપયોગિતા નષ્ટ થઈ જાય. હાં, “મહાવીર ખરા મહાવીર હતા–' આ વાક્યમાં પ્રથમ “મહાવીર' શબ્દને પ્રેગ નામ-નિક્ષેપની અપેક્ષાથી છે, તે બીજે “મહાવીર’ શબ્દ ભાવ-નિક્ષેપની અપેક્ષાથી છે. કારણ પ્રથમના “મહાવીર’ શબ્દથી કઈ વ્યકિતને બોધ થાય છે જ્યારે બીજાથી કઈ ગુણીને.
સ્થાપના નિક્ષેપઃ કઈ વસ્તુમાં કેઈ અન્ય વસ્તુની સ્થાપના કરી તે શબ્દથી તેને કહેવી, તે સ્થાપના નિક્ષેપ છે. જેમકે, પત્થરની મૂર્તિમાં દેવ શબ્દની સ્થાપના કરી તેને દેવ શબ્દથી સધવી. શેતરંજની રમતમાં લાકડાના કટકાઓમાં રાજા, વજીર, હાથી, ઘોડા, પાયદળ વિગેરેની સ્થાપના કરી તે રીતે તેમને ઓળખાવવા. તે સ્થાપના નિક્ષેપને જ પ્રયોગ છે. સ્થાપનાના બે ભેદે છે. (૧) તદાકાર (તદ્દભાવ) સ્થાપના અને (૨) અતદાકાર (અતભાવ) સ્થાપના. સ્થાપ્ય-(જેની સ્થાપના કરાય છે) ના મુખ્ય આકારની સમાનતાવાળી વસ્તુમાં સ્થાપના કરવી તે તદાકાર સ્થાપના છે. આ સ્થાપનાનું લક્ષ્ય, સાદૃશ્યનાં પ્રત્યભિજ્ઞાનથી સ્થાપ્યના આકારને પ્રતિભાસ કરાવ, એ છે. અતદાકાર સ્થાપનાનું લક્ષણ આ છેઃ
मुख्याकारशून्या बस्तुमात्रा पुनरसदभाव स्थापना ।
परोपदेशादेवातत्र सोऽयमिति सम्प्रययात् ॥ અર્થાત્ મુખ્યાકારની સદાતા રહિત કઈ પણ આકારની વસ્તુમાં જે સ્થાપના કરવી તે અતદાકાર સ્થાપના છે. મૂર્તિ, ચિત્ર આદિમાં તદાકાર સ્થાપના કરાય છે. નાટક આદિ પાત્રમાં પણ તદાકાર સ્થાપના ગણાય છે. જો કે સ્થાપ્યના આકારની પૂર્ણ સદૃશતા નથી આવી શકતી, છતાં નામ માત્રની સશતાથી પણ તદાકાર સ્થાપના માની લેવાય છે. એટલે જ અસદુશ મતિઓમાં કરવામાં આવેલી સ્થાપના પણ તદાકાર સ્થાપના કહેવાય છે. પરંતુ શેતરંજના