________________
નિક્ષેપ ધર્મ નય અને સપ્તભંગી વિષે તમારી સમક્ષ ઠીક ઠીક વિવેચન થઈ જવા પામ્યું છે. આજે નિક્ષેપે વિષે કાંઈક કહેવા ઈચ્છું છું. નિક્ષેપને અર્થ મૂકવું, આરોપણ કરવું એ થાય છે. શબ્દનું અર્થમાં અને અર્થનું શબ્દમાં જે આજે પણ કરવામાં આવે છે તે નિક્ષેપ કહેવાય છે. ચણ ચણત વિજ ચા નિક્ષેપ ત્ય: અથવા નિક્ષેપ કિવિના નામ રાક પ્રતીર્થ છે. એટલે પદાર્થની સંજ્ઞા, નામ રાખવું તે નિક્ષેપ છે. દરેક શબ્દના ઓછામાં ઓછા કેટલા અર્થ થઈ શકે છે? આ પ્રશ્નને ઉત્તર આપણને નિક્ષેપથી જ મળી શકે છે. કેઈ શબ્દના ગમે તેટલા અર્થ કરવામાં આવે, એટલે કે સેંકડે અર્થોમાં તેને નિક્ષેપ કરાય, પરંતુ તે બધાના અર્થ નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ આ ચાર નિક્ષેપ વડે જ સમજવાથી વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય છે.
નિક્ષેપના સ્વરૂપને સમજતાં પહેલાં, નય અને નિક્ષેપમાં શું તફાવત છે તે સમજી લેવું આવશ્યક છે. તદનુસાર–નય જ્ઞાનાત્મક છે; તેના વડે વસ્તુનું જ્ઞાન થાય છે એટલે પદાર્થ સાથે તેને વિષય-વિષયી સંબંધ છે. શબ્દ અને અર્થમાં વાચવાચક સંબંધ છે. આ વચ્ચે વાચક સંબંધના સ્થાપનની ક્રિયાનું નામ જ નિક્ષેપ છે. આ વાગ્ય–વાચક સંબંધ અને તેની ક્રિયા નયથી જાણી શકાય છે એટલે નિક્ષેપ પણ નયને વિષય છે. તાત્પર્ય એ છે કે નય અને નિક્ષેપમાં પણ વિષય-વિષયી ભાવ સંબંધ છે.
નિક્ષેપના ચાર ભેદે છે. નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ નામનિક્ષેપ
संज्ञाकर्मानपेक्ष्यैव निमित्तान्तरमिष्टितः । नामानेकविध लोकव्यवहाराय सूत्रितम् ॥
અર્થાત લેકવ્યવહાર ચલાવવા માટે, કેઈ બીજા નિમિત્તની અપેક્ષા રાખ્યા વગર, કઈ પદાર્થને કઈ પણ સંજ્ઞા આપવી તે નામનિક્ષેપ છે. નામનિક્ષેપમાં વકતાને અભિપ્રાય જ નિમિત્ત છે. જાતિ-સાદૃશ્ય આદિ નિમિત્ત સ્થી કહ્યું પણ છે કે
नाम्ना वक्तुरभिप्रायो निमित्तं कथित समम् ।
तस्मादन्यत्तुजात्यादि निमित्तान्तरमिष्यते ॥ જેમકે, કઈ પિતા પિતાના પુત્રનું નામ મહાવીર રાખે. આ નામ માત્ર તેને ઓળખવા માટે રાખવામાં આવ્યું છે. ગુણે સાથે આ નામને કેઈ સંબંધ નથી. લેકવ્યવહાર ચલાવવા માટે