________________
સપ્તભંગી દ્વાર : ૩૮૧ શબ્દથી ચંચળતાને જ બંધ કરાય છે. “આ છોકરી તે ખરેખર ચપલા છે–આ વાક્યમાં ચપલા શબ્દ વિકલાદેશ છે. કારણ કે અત્રે ચપલા શબ્દથી ચપળતારૂપ ધર્મ જ ઈષ્ટ છે.
આ જ રીતે જે જીવ શબ્દથી જાણવું, જેવું આદિ અનેક ધર્મોવાળી વસ્તુને બોધ કરાય તે તે સકલાદેશ કહેવાય. પરંતુ જીવ શબ્દથી જે માત્ર જીવનરૂપ ધર્મ જ ઈષ્ટ દેય તે તે વિકલાદેશ બની જાય છે. આ જ રીતે બીજા શબ્દના અર્થો પણ સમજવા જોઈએ. કોઈ કોઈ શબ્દ એવા પણ હોય છે કે જેના એક ધર્મરૂપ અર્થની આપણને મૂળમાં જ માહિતી હોતી નથી. તેથી તેને પ્રગ સકલાદેશ રૂપમાં આપણે કરીએ છીએ. આવા શબ્દના વિકલાદેશ રૂપ અર્થ એટલા માટે નથી પ્રતીત થતા કે તે શબ્દ આજે આપણી સામે મૂળ સ્વરૂપમાં નથી. આ આપણું જ અજ્ઞાનનું ફળ છે. ખરેખર તેમનું પણ વિકલાદેશ રૂપ વાકય બની શકે છે. અથવા તે શબ્દને સંબંધ એક ધર્મથી હોય અથવા ન પણ હોય, જ્યાં શબ્દ વડે એક જ ધર્મ પકડી શકાય ત્યાં તે વિકલાદેશ છે અને તે શબ્દથી જો પૂરી વસ્તુ ગ્રહણ થાય તે તે સકલાદેશ છે. એટલે જ સપ્તભંગીના બે ભેદ કરાય છે. (૧) સકલાદેશ સપ્તભંગી (૨) વિકલાદેશ સપ્તભંગી. સકલાદેશ સપ્તભંગી એટલે પ્રમાણે સપ્તભંગી અને વિકલાદેશ સપ્તભંગી એટલે નય સપ્તભંગી. ' પ્રમાણ વાયથી વરતુ અનેકાન્તાત્મક કહેવાય છે અને નય વાક્યથી એકાન્તાત્મક, એક ધર્માત્મક કહેવાય છે. એટલે “વસ્તુને અનેકાન્તાત્મક, અનેક ધર્માત્મક માનવી એ પણ એકાન્ત કહેવાશે આ વાતને જવાબ સકલાદેશ અને વિકલાદેશમાંથી મળી જાય છે. કારણ વસ્તુ પ્રમાણ દષ્ટિથી અનેકાન્તાત્મક એટલે અનેક ધર્માત્મક છે અને નય દષ્ટિથી એકાન્તાત્મક એટલે એક ધર્માત્મક છે. તે સર્વથા અનેકાન્તાત્મક પણ નથી અને સર્વથા એકાન્તાત્મક પણ નથી. એટલે દરેક વાક્યની સાથે “કથંચિત્ર “સ્થાત્ , “અમુક અપેક્ષાએ વગેરે શબ્દોને પ્રયોગ કરવામાં આવે છે. કથંચિત્' વગેરે અનેકાંતબેધક શબ્દને પ્રગ બેલતાં, કે વાક્યરચના કરતાં, ન કર્યો હોય તે પણ અભિપ્રાયમાં તે શબ્દ રહેવા જોઈએ. એટલે અસ્તિ-નાસ્તિ આદિ સાતે ભંગ કથંચિત્ અસ્તિ, કથંચિત્ નાસ્તિ, વગેરે રીતે સમજવા જોઈએ.
અનેકાન્ત માન્યા વગર કે સ્વીકાર્યા વગર જાગતિક વ્યવહારે યાચિત રૂપમાં ચાલી શકતા નથી. જેમ આપણે કઈ વ્યક્તિને પિતા કહીએ છીએ ત્યારે તે માત્ર આપણી અપેક્ષાથી જ પિતા છે; પરંતુ બીજા લેકેની અપેક્ષાથી તે ભાઈ, પુત્ર વગેરે હોઈ શકે છે એટલે તેને ખરી રીતે કથંચિત્ પિતા કહી શકાય, સર્વથા પિતા કહી શકાય નહિ. સર્વથા પિતા કહેવા જતાં તે એકને એક માણસ સૌને પિતા થાય અને તે અસંભવ છે. આ જ રીતે જ્યારે આપણે કેરીને નાની કહીએ છીએ ત્યારે કેરીના તે પરિમાણની અપેક્ષાથી કહીએ છીએ, જે આપણે માની રાખેલ છે, અન્યથા બેરની અપેક્ષાથી તે નાની કરીને પણ આપણે મટી જ કહેવી પડશે. નિષ્કર્ષ એ છે કે અપેક્ષા વગર વ્યવહાર ચાલી શકે નહિ.