________________
નિક્ષેપ મંત્ર : ૩૯૧
જે આમ હોય તે પણ દ્રવ્યનિક્ષેપને સ્થાપના નિક્ષેપના અંતર્ગત જ માની લેવામાં શે વાંધે છે? કારણ જેમ સ્થાપના નિક્ષેપમાં એક વસ્તુની સ્થાપના અન્યત્ર કરાય છે તેમ દ્રવ્ય નિક્ષેપમાં પણ રાજાની સ્થાપના યુવરાજમાં અથવા તેના શરીરમાં, તેના જ્ઞાનમાં અથવા જ્ઞાનીના શરીરમાં અથવા એવાં જ બીજાં કેઈ કારણોમાં કરી શકાય છે.
તમારી આ શંકા પણ સ્થાને છે. પરંતુ આમાં પણ પાયાના ભેદ છે જે સમજ્યા વગર તેના અંતરે અને સૂક્ષમતાઓને ખ્યાલ ન આવે. જુઓ, જે વસ્તુઓની સ્થાપના કરાય છે તે બનેમાં ભેદ રહે છે પરંતુ દ્રવ્યનિક્ષેપમાં અભેદ છે. સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને આ આંતરિક ભેદ છે. દાખલા તરીકે, મહાવીરની મૂર્તિ અને મહાવીર એ બને ભિન્ન વસ્તુઓ છે ત્યારે રાજા અને યુવરાજમાં અભેદ છે. યુવરાજ જ આવતી કાલે રાજા થનાર છે. તેથી તેને રાજા કહેવાય છે.
આ જવાબના અનુસંધાનમાં તમને આ આશંકા જન્મ કે, ને આગમ ભાવિ દ્રવ્યનિક્ષેપ જ્યાં ઘટાવવામાં આવે છે ત્યાં તે અભેદની વાત કરવી ઉચિત છે. પરંતુ જ્ઞાયક શરીર, તદ્દ વ્યતિરિક્ત અને આગમ દ્રવ્યનિક્ષેપમાં તે અભેદ નથી, માટે આ બધાને થાપનાના અંતર્ગત સ્વીકારી લેવાં જોઈએ.
આ વાત તમારી સાચી છે. પરંતુ જૈનદર્શનના નાની વિવક્ષા તે તમે સમજી આવ્યા છે. તે તેના આધારે સ્પષ્ટ ભેદમાં પણ અભેદ વ્યવહાર લૌકિક દષ્ટિએ તે આ છે. એટલે કાર્ય-કારણ સંબંધ, વિષય-વિષયી ભાવ અને અન્ય એકદેશાવસ્થાન (એક જ જગ્યામાં રહેવું) આદિ નિમિત્તેને અનુલક્ષી વ્યવહારનયથી ભિન્ન જણાતી વસ્તુઓમાં પણ અભેદને વ્યવહાર મનાય છે. એટલે જ્ઞાયક શરીર આદિમાં પણ અભેદ સ્વીકારેલ છે.
તમે આ જવાબ સાંભળી કહેશે કે વ્યવહારની અપેક્ષા અભેદ તે મહાવીર અને મહાવીરની મૂર્તિમાં પણ છે. એટલે જ મૂર્તિને માનનારા મૂર્તિને પણ મહાવીરની માફક જ પૂજે છે.
જે ધ્યાનપૂર્વક આની સૂક્ષમતામાં ઊતરવા પ્રયાસ કરશે તે પારસ્પરિક ભેદની ભેદરેખા અવશ્ય દેખાઈ આવશે પરંતુ તે માટે પ્રજ્ઞાની સૂમતા અને ધ્યાનની એકાગ્રતા જોઈશે. યાદ રાખજે સ્થાપનાનિક્ષેપમાં અભિન્નતા કાર્ય છે. અર્થાત્ –બંને વસ્તુઓમાં અભિન્નતા સ્વતઃ હતી નહિ, પરંતુ સ્થાપનાથી માનવામાં આવી છે. પરંતુ જ્યાં દ્રવ્યનિક્ષેપ છે ત્યાં તે અભિન્નતા પ્રથમથી જ વર્તમાન હતી એટલે દ્રવ્યનિક્ષેપમાં બંને વસ્તુઓમાં સ્વતઃ અભિન્નતા છે. તે અભિન્નતા એ જ દ્રવ્યનિક્ષેપમાં કારણ છે. ત્યાં સ્થાપનાથી અભેદ છે અને અહીં અભેદથી દ્રવ્યનિક્ષેપ છે. બન્નેમાં આ જ પાયાને વિશિષ્ટતમ ભેદ છે.