________________
૩૭૨ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં કાર
સપ્તભંગીમાં) જે અતિ ભંગ આવે છે તેમાં પણ વળી સપ્તભંગીને સંભવ છે. આ રીતે અનંત સપ્તભંગીઓને સંભવ થતું રહે છે છતાં અંત આવતું નથી, એટલે અનવસ્થા દેષ થાય છે.
() સંકર : જ્યારે અસ્તિ અને નાસ્તિ એક જ જગ્યાએ રહે છે ત્યારે જે રૂપથી અસ્તિ છે તે રૂપથી નાસ્તિ પણ થાય છે. આ રીતે “ યુજપનું તિઃ સંર:–સંકર દેષ પ્રાપ્ત થાય છે.
(૫) વ્યતિકર : જે રૂપથી અસ્તિત્વ છે તે રૂપથી નાસ્તિત્વ થઈ જાય છે અને જે રૂપથી નાસ્તિત્વ છે તે રૂપથી અસ્તિત્વ થઈ જાય છે. માટે “સૂવિષયમwwતા પરસ્પર અદલાબદલી થતાં વ્યતિકર દેષ થાય છે.
(૬) સંશય વસ્તુ અસ્તિત્વ અને નાસ્તિત્વાત્મક હેવાથી પૃથક રૂપથી તેને નિશ્ચિય કરવો અશકય છે તેથી સંશય દેવ થાય છે.
(૭) અપ્રતિપત્તિ ઃ સંશયથી વસ્તુનું જ્ઞાન (પ્રતિપત્તિ)ને અભાવ થાય છે એટલે અપ્રતિપત્તિ દોષ થાય છે.
(૮) અભાવઃ જ્ઞાન વડે જ કઈ વસ્તુને સદ્ભાવ મનાય છે. જે જ્ઞાન ન થયું તે અભાવ નામને દેષ થાય છે.
અનેકાંતવાદમાં ઉપર જણાવેલા આઠે દેને સંભવ નથી એટલે સપ્તભંગીના મૂળ એવા અનેકાંતવાદને સર્વ પ્રથમ સમજી લે જરૂરી છે, જેથી આ આઠે દેને અભાવ સરળતાથી સમજાઈ જશે.
અનેકાંતને અર્થ છે અનેક ધર્મ. દરેક વસ્તુમાં અનંત ધર્મ ઉપલબ્ધ છે એટલે વસ્તુ અનેકાંતાત્મક મનાય છે. એક મકાનના ચારે બાજુથી ચાર જુદા જુદા ફેટા લેવામાં આવે, તે તે ફેટાઓ એકસરખા નથી હોતા; છતાં તે ફેટાઓ કહેવાય છે તે તે જ મકાનના ! આમ અનેક દષ્ટિએથી એક જ વસ્તુ અનેક જાતની પ્રતીત થાય છે, એટલે આપણા પ્રયોગ જુદી જુદી જાતના હોય છે. એક જ માણસના વિશે આપણે કહીએ છીએ કે “આ તે જ માણસ છે, જેને આપણે ગયે વર્ષે જે હતો. જ્યારે બીજી કઈ વાર આપણે તે જ માણસને જોઈએ છીએ ત્યારે તેને માટે કહીએ છીએ કે હવે તે પહેલા જેવો નથી રહ્યો, તે ઘણે વિદ્વાન થઈ ગયો છે. પ્રથમ વાક્યના પ્રયોગ વખતે આપણી દષ્ટિ તેના મનુષ્યત્વ પર હતી, જ્યારે બીજા વાક્યના પ્રયોગ વખતે આપણી દૃષ્ટિ તેની મૂર્ખ કે વિદ્વાન આદિ અવસ્થા પર છે એટલે બંને વાળે પરસ્પર વિરોધી જણાતાં છતાં સત્ય છે. ફણસ કરતાં કેરીનું ફળ નાનું અને બેરની અપેક્ષાથી મેટું હોવા છતાં કઈ એમ નથી કહેતું કે, એક જ ફળને નાનું મોટું કેમ કહે